આપણે મોટેભાગે એવું જ માનીએ છીએ કે દુનિયામાં ભૂત-પ્રેત નામની વસ્તુ છે જ નહીં! બહુ જ ઓછા લોકો માને છે કે ભૂત-પ્રેત હોય છે. પરંતુ બધા લોકોને તેનો અનુભવ થતો નથી. તો પછી આપણા મનમાં એ સવાલ ઊભો થાય છે કે જો ભૂત હોય તો ભૂત કેવી રીતે બને છે? તો જાણીએ આનું રહસ્ય.
જ્યારે પણ કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો તેનું શરીર તેનો સાથ છોડી દે છે પરંતુ તેના મનના વિચાર, તેનો વ્યવહાર અને તેનો આત્મા આ જ બ્રહ્માંડમાં વિચરણ કરતો હોય છે. આ વિચરતો આત્મા ભૂતનું રૂપ ધારણ કરી લે છે. આજે આત્માનું રૂપ હોય છે તે ન તો આકાશ લોકમાં રહે છે અને ન તો પાતાળ લોકમાં રહે છે, સ્વર્ગમાં પણ નહીં અને નર્કમાં પણ નહીં! તે આ જ ભૂલોક પર વિચરણ કરતા રહે છે હવે તમે વિચારતા હશો કે જો આવું થઈ શકે તો શું દરેક મનુષ્ય ભૂત બને છે? તો જવાબ છે ના. દરેક વ્યક્તિ ભૂત બનતી નથી.
પોતાની અધૂરી ઈચ્છાઓને પૂરી કર્યા વગર જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે તો પોતાની અધૂરી ઈચ્છાઓને પૂરી કરવા માટે તેનો આત્મા આ ભૂલોક પર રહી જાય છે. તે પોતાની અધૂરી ઈચ્છાઓનો બદલો લઈને બીજા લોકોને પરેશાન કરે છે. હવે તમે વિચારો છો કે કોઈ મનુષ્ય પોતાની અધૂરી ઈચ્છાને પૂરી કરવા ન માંગતો હોય અને તે છતાં પણ તે ભૂત બની જાય તો? આનું નિર્ધારણ કોણ કરે છે કે કોને મુક્તિ મળી જાય અને કોણ ભૂત બની જાય?
જ્યારે કોઈ માણસનું મૃત્યુ થાય છે તો તેના મૃત્યુ થવાનાં ઘણાંબધાં કારણો હોય છે અને તે જ કારણોના આધારે આ વસ્તુનું નિર્ધારણ થાય છે કે ભૂત બનશે કે નહીં! જેમ કે, તે વ્યક્તિએ પોતાના જીવનમાં કેવાં કર્મો કર્યાં છે અથવા તેનું મૃત્યુ પ્રાકૃતિક છે કે અપ્રાકૃતિક કારણથી થયું છે અથવા મનુષ્યના અંતિમ સંસ્કારમાં કોઈ વિઘ્ન આવ્યું છે કે નહીં?! આ બધાં જ કારણો ઉપરાંત કેટલાંય એવાં કારણો હોય કે જે મનુષ્યને ભૂત બનવા માટે પ્રેરિત કરે છે.
મોટાભાગે તે જ મનુષ્ય મૃત્યુ પછી ભૂત બને છે જેની કોઈ ઈચ્છા અધૂરી રહી ગઈ હોય અથવા માનસિક નકારાત્મક કારણોથી મૃત્યુ થયું હોય. જેમ કે આત્મહત્યા કરી હોય, ખૂન થઈ ગયું હોય. અકસ્માતને કારણે મૃત્યુ થયું હોય અથવા તો કોઈકની સાથેનો પ્રતિશોધ અધૂરો રહી ગયો હોય અથવા કોઈકની ઈર્ષાના કારણે અથવા તેની માનસિક પ્રવૃત્તિ મનુષ્યને નુકસાન પહોંચાડવાની હોય અથવા મૃત્યુ પછીનાં કર્મકાંડમાં કોઈક ખામી રહી ગઈ હોય. આવા મનુષ્યો જ મર્યા પછી ભૂત-પ્રેત બનતા હોય છે.
એ મનુષ્ય ભૂત-પ્રેતમાં નથી માનતા જેઓ ધાર્મિક વિધિઓ દ્વારા ઈશ્વરને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતા હોય અથવા જીવનની કોઈ ઈચ્છા અધૂરી ન રહી હોય. સરળ અને સાદું જીવન જીવતા હોય, જેમના મનમાં માનસિક વિકાર ન હોય તે લોકો ભૂત બનતાં નથી. આથી જ મોટેભાગે સંત જેવો માણસ કદી ભૂત બનતો નથી.
આમ, આવાં અનેક કારણોને કારણે વ્યક્તિ મર્યા પછી ભૂત-પ્રેત બને છે અને ભૂત-પ્રેત બન્યા પછી તેમની ઈચ્છા, કામના અથવા કર્મકાંડની વિધિ પૂર્ણ રીતે પૂરી થઈ જાય તો પછી તેઓ ભૂત-પ્રેતની યોનિમાંથી મુક્તિ મેળવીને તેઓ સારી યોનિમાં પ્રવેશ કરી લે છે.
આથી જ અકુદરતી, અકારણ, આત્મહત્યા કરેલી વ્યક્તિના મૃત્યુ પછી તેમના આત્માની સદ્ગતિ માટે વિધિવિધાનપૂર્વક પૂજા-પાઠ કરીને તે લોકોને ભૂતયોનિમાંથી તેમના આત્માને શાંતિ પ્રદાન કરવી જરૂરી છે જેથી આત્માને સદ્ગતિ પ્રાપ્ત થાય અને તે દર્દનાક યોનિમાંથી તેમનો છુટકારો થાય. આનો ઉદ્દેશ્ય અંધવિશ્વાસ ફેલાવવાનો નથી પરંતુ વૈજ્ઞાનિક કારણો દ્વારા કેવી રીતે મનુષ્ય મૃત્યુ પછી ભૂત બને છે તેની જાણકારી આપવામાં આવી છે.