કોરોના બાદ હવે ગુજરાતમાં આ રોગ ના રોજના 100 થી વધુ કેસ, સમજજો આ રોગની ગંભીરતા

કોવિડ પછી મ્યૂકરમાઇકોસિસ રોગે માથું ઊંચક્યું છે. ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની બીમારી ધરાવતાં લોકો આ રોગનો વધુ શિકાર થઈ રહ્યા છે. મ્યૂકરમાઇકોસિસ એક રીતે ઉધઈની માફક નાકની અંદરના હાડકાંને કોતરી ખાય છે. તે એક ભયાનક બિમારી છે. મ્યૂકરમાઇકોસિસ એક પ્રકારનો ફંગસ રોગ માનવામાં આવે છે.

જે પ્રથમ તબક્કે નાકમાં, બીજા તબક્કે તાળવામાં, ત્રીજા તબક્કે આંખ અને ચોથા તબક્કે મગજ સુધી પહોંચે છે, અત્યારે ત્રીજા અને ચોથા તબક્કે ફંગસ પહોંચે ત્યારે દર્દીઓ ચોક્કસ પણે હોસ્પિટલ પહોંચે છે. હાલ આ ભયાનક રોગ વચ્ચે સમગ્ર ગુજરાતના મહાનગરોમાંથી એક પછી એક આશ્ચર્ય જનક કેસ નોંધાઈ રહ્યા છે.

કોરોનાથી સાજા થયેલા લોકોને આંખ અને નાકમાં દુખાવો થાય તો તાત્કાલિક સારવાર કરાવવી હિતાવહ છે. આ રોગમાં સારવાર માટે વહેલા પહોંચે તો તેવા દર્દીઓમાં મોતનું પ્રમાણ ઓછું છે. કોરોના બાદ હવે મ્યુકરમાઈકોસિસે દેખા દેતા દર્દીઓમાં સ્વભાવિકપણે ભયનો માહોલ ફેલાયો છે. આ ફુગના ઈન્જેક્શન પણ મોંઘાદાટ મળે છે અને મોંઘા હોવા ઉપરાંત સરળતાથી મળતા પણ નથી.

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રોજ 12થી 15 નવા દર્દી ચોક્કસ પણે આવી રહ્યા છે:- અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે મ્યૂકર માઇકોસિસ માટે બે અલગ અલગ વોર્ડ ઊભા કરાયા છે, જેમાં કુલ 110 બેડની સવલત ઊભી કરાઈ છે. અલબત્ત, 110 પૈકી 105 બેડ ભરાઈ ગયા છે,

આમ કોરોના બાદ હવે મ્યૂકર માઇકોસિસના દર્દીઓ માટે સિવિલના બેડ હાઉસફુલ થઈ ગયા છે, જેને પગલે શહેરના એક દર્દીને સિવિલે સારવાર આપવાને બદલે હાંકી કાઢયો હોવાની એક ફરિયાદ સામે આવી છે, આ જ રીતે અન્ય દર્દીઓ સાથે પણ બન્યું હોઈ શકે છે. સિવિલ તંત્રના કહેવા પ્રમાણે રોજના 12થી 15 નવા દર્દી મ્યૂકરના આવી રહ્યા છે.

સિવિલ તંત્રના કહેવા પ્રમાણે , સિવિલ હોસ્પિટલ ખાતે અત્યારે 90 અને 20 બેડ ડેન્ટલ હોસ્પિટલ ખાતે શરૂ કરાયા છે. ઉલ્લેખનીય છે કે, મ્યૂકર માઇકોસિસ એક રીતે ઉધઈની માફક નાકની અંદરના હાડકાંને કોતરી ખાય છે. અમદાવાદમાં મ્યૂકર માઇકોસિસ ફંગસને કારણે 25થી 30 ટકા જેટલા લોકોના મોત થઈ રહ્યા છે.

ફંગસ પ્રથમ તબક્કે નાકમાં, બીજા તબક્કે તાળવામાં, ત્રીજા તબક્કે આંખ અને ચોથા તબક્કે મગજ સુધી પહોંચે છે, અત્યારે ત્રીજા અને ચોથા તબક્કે ફંગસ પહોંચે ત્યારે દર્દીઓ હોસ્પિટલ પહોંચે છે.

સુરતમાં મ્યુકરમાઈકોસિસનો આતંક :- કોરોના કાતિલ કહેર વચ્ચે સુરતમાં ફરી મ્યુકરમાઈકોસિસ બિમારીએ આંતક ફેલાવ્યો છે. સુરતમાં હાલ કોરોના બાદ મ્યુકરમાઈકોસિસનો આતંક જોવા મળી રહ્યો છે. સુરત સિવિલ હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડમાં 19 મ્યુકરમાઈકોસિસના દર્દીઓ દાખલ કરાયા છે.

મ્યુકરમાઇકોસીસના 9 પોઝિટિવ કેસ, જ્યારે 10 શંકાસ્પદ કેસ સારવાર હેઠળ છે. જેના કારણે તંત્ર દ્વારા 2000 ઈન્જેક્શનની માંગ કરાઈ છે. સિવિલ હોસ્પિટલમાં વિવિધ 3 વોર્ડમાં દર્દીઓ દાખલ કરાયા છે. પણ આ બિમારીમાં પણ દર્દીઓ માટે જરૂરી ઇન્જેક્શનોની અછત વર્તાઈ રહી છે.

સૌરાષ્ટ્રમાં મ્યુકરમાઈકોસિસના વધુ 25 કેસ :- સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. સૌરાષ્ટ્રમાં 2715 કેસ નોંધાયા છે, જ્યારે 192 દર્દીઓના મોત થયા છે. જૂનાગઢ, અમરેલી, મોરબીમાં કેસ વધ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રમાં પણ મ્યુકરમાઈકોસિસનો કહેર જોવા મળી રહ્યો છે. સિવિલમાં મ્યુકરમાઈકોસિસના વધુ 25 કેસ નોંધાયા છે. હાલ રાજકોટમાં મ્યુકરમાઈકોસિસના 150 દર્દીઓ દાખલ છે.

રાજકોરમાં હાલ મ્યુકરમાઈકોસિસના કુલ 150 જેટલા દર્દીઓ :- બીજી તરફ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસના કેસોમાં તોતિંગ વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં એક જ દિવસમાં 25 કેસનો વધારો થયો છે. રાજકોરમાં હાલ કુલ 150 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે. રાજકોટ સિવિલમાં મ્યુકરમાઇકોસીસ માટે હાલ 100 બેડ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. ખાનગી હોસ્પિટલમાં પણ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

વલસાડ જિલ્લામાં મ્યુકરમાઇકોસિસના 35થી વધુ દર્દીઓ નોંધાયા :- વલસાડ જિલ્લામાં મ્યૂકર માઇકોસિસ રોગે પગપેસારો કરી દીધો છે. બીજા વેવમાં જિલ્લામાં મ્યુકરમાઇકોસિસના 35થી વધુ દર્દીઓ મળી આવ્યા છે.

વલસાડના ઇ.એન.ટી. સર્જને કોરોનાના બીજા વેવમાં અત્યાર સુધીમાં આ રોગનો ભોગ બનેલા 15 દર્દીના ઓપરેશન કર્યા છે. જે પૈકી પાંચને રજા આપી દેવાઇ છે, જયારે એકનું મોત થયું છે. વલસાડની ડોકટર હાઉસમાં હાલમાં મ્યૂકર માઇકોસિસની વધુ 10 દર્દીઓ, કસ્તુરબા હોસ્પિટલમાં 05 દર્દીઓ તથા પારડીની પારડી હોસ્પિટલમાં 03 દર્દીઓ દાખલ છે.

સુરતમાં સપ્તાહ દરમિયાન ફક્ત સિવિલ હોસ્પિટલમાં જ મ્યુકરમાઈકોસિસના 10 શંકાસ્પદ અને 9 કન્ફર્મ મળી 19 દર્દી દાખલ થઈ ચૂક્યા છે. જોકે, આ દર્દીઓની સારવાર માટે જરૂરી એવા લાયપોસોમલ એમ્ફોટેરિસિન-બી ઇન્જેક્શન સિવિલમાં પણ ઉપલબ્ધ નથી.

જેને પગલે સિવિલ તંત્રએ ગુજરાત મેડિકલ સેન્ટ્રલ સર્વિસ કોર્પોરેશન (GMSC) સમક્ષ બે હજાર ઇન્જેક્શન આપવા માટે માંગ કરી છે. મ્યુકરમાઈકોસિસ આંખ, મગજની સાથો-સાથ ઉપલા દાંતના જડબાંને પણ અસર કરતા દાંત ખરી પડયા હોવાના કેસ પણ શહેરમાં હવે નોંધાવાની ચોક્કસ પણે શરૂઆત થઈ ગઈ છે.

સાયનસથી શરૂ થતા મ્યુકરમાઈકોસિસની આંખ અને તેની સાથે મેગ્ઝિલોમાં પણ અસર થતી હોવાનું સામે આવ્યું છે. જેમાં એક દર્દીના શહેરના તબીબ દ્વારા થયેલી સાયનસની સર્જરીમાં ચોક્કસ પણે 9 દાંત ખરી પડયા હોવાની ઘટના બની છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer