500 વર્ષ પહેલા આ ગુરુદ્વારની સ્થાપન ખુદ ગુરુનાનકજી એ કરી હતી, જુઓ તેમાં શું છે ખાસ.

વાહે ગુરુજી દા ખાલસા, વાહે ગુરુજી દી ફતેહ, જો બોલે સો નિહાલ, સત શ્રી અકાલ, એ નારા છે જે આજકાલ બધા ગુરુદ્વારામાં સંભાળવા મળે છે. બધા ગુરુદ્વારામાં ગુરુ નાનકજીની જયંતી માટે ખાસ તૈયારી કરવામાં આવે છે. બધી ગુરુદ્વારા ખાસ જ છે. પણ આજ અમે તમને એવા ગુરુદ્વારા વિશે કહીએ છેએ જેની સ્થાપના ગુરુ નાનકજી એ  જ કરી હતી. જયારે ૧૫૦૫ માં ગુરુનાનકજી દિલ્લી આવ્યા હતા ત્યારે તેને આ ગુરુદ્વારાની સ્થાપના કરી હતી, એટલે આ ગુરુદ્વારાનું  સિખ સમુદાય માટે ખાસ મહત્વ છે. હર વિંદર સિંહ ચેયરમેન, નાનક પ્યાઉ ગુરુદ્વારાનું કહેવું છે કે આ ગુરુદ્વારા ખુબજ પ્રાચીન છે. અને દિલ્લીની પહેલી ગુરુદ્વારા છે. એટલે અમે અહી ખુબજ ઉત્સાહ સાથે આ જયંતી માનવીએ છેએ.

‘નાનક પ્યાઉ ગુરુદ્વારા’ નામ કઈ રીતે રાખવામાં આવ્યું :

આ ગુરુદ્વાર નું નામ છે નાનક પ્યાઉ ગુરુદ્વારા. તમને વિચાર આવતો હશે કે અ ગુરુદ્વારા નું નામ નાનક પ્યાઉ ગુરુદ્વારા જ કેમ રાખ્યું? ચાલો જાણીએ. જયારે ગુરુ નાનકજી પહેલીવાર દિલ્લી આવ્યા ત્યારે તે આજ જગ્યા પર રહ્યા હતા. આજ આ જગ્યાને જીટી કર્નલ રોડના નામથી ઓળખવામાં આવે છે. કહે છે તે સમયે આ વિસ્તારમાં પાણી પણ નસીબ ના થતું હતું. જમીન માંથી ખારું પાણી નીકળતું હતુ, જેના કારણે લોકો ખુબજ હેરાન થઇ રહ્યા હતા. બાળકોની તબિયત બગડી રહી હતી ત્યારે જ ગુરુનાનક સાહેબે પોતાની શક્તિથી, જમીન માંથી મીઠું પાણી કાઢ્યું અને ત્યાર બાદ અહી રહેવા વાળા બધા લોકો એ પાણી પીધું. ત્યાર બાદ તેમને થતી બીમારી પણ અટકી ગઈ.

આ ઘટના ૫૦૦ વર્ષ પછી આજ પણ ચાલે છે. આજ પણ કુવા માંથી મીઠું પાણી નીકળે છે. આજ અહી એક પ્યાઉ છે એજ કારણે આ ગુરુદ્વારનું નામ ‘નાનક પ્યાઉ ગુરુદ્વારા’ રાખવામાં આવ્યું છે. અહી લોકોનું માનવું છે કે દેશ ભરથી લોકો અહી આવે છે. અને આ પાણી પીયને જાય છે ત્યાર બાદ તેની તમામ તકલીફો, બીમારી દુર થઇ જાય છે.   

૫૦૦ વર્ષોથી ચાલતી આવે છે આ લંગર:

નાનક પ્યાઉ ગુરુદ્વારામાં સૌથી પહેલા લંગર ગુરુ નાનકજીએ પોતે જ શરુ કરી હતી અને ત્યારથી આજ સુધી લંગર આવી જ રીતે ચાલ્યું આવે છે. રોજ લાખો લોકો અહી ખાવાનું ખાવા આવે છે. કોઈ પણ ભૂખ્યું નથી જતું. લક્ખા સિંહનું કહેવું છે કે ૫૦૦ વર્ષોથી અહી લંગર આવી જ રીતે ચાલ્યું આવે છે.

પણ ગુરુનાનક જયંતિ પર અહી વિશેષ પકવાન બનાવામાં આવે છે. ફક્ત પનીર, મિક્ષ વેજથી લઇને ખીર સુધીની વ્યવસ્થા કરવામાં આવે છે. આ ઉત્સવને જોઈને એવું લાગે છે કે જાણે ગુરુ નાનકજી અહી જ છે, તેનો જન્મદિવસ ઉજવામાં આવતો હોય આ દિવસે મહિલાઓ પણ લંગરની સેવા આપવામાં બાકી નથી રહેતી.

ગુરુદ્વારામાં ખાસ તૈયારીઓ :

દિલ્લી ના દુરુદ્વારામાં લંગરથી લઈને સજાવટ સુધી ખાસ તૈયારી કરવામાં આવે છે. ગુરુનાનક સાહેબની ૫૪૮મી જયંતી સિખ સમુદાય માટે આનાથી મોટો કોઈ પર્વ નથી. ઘરથી લઈને ગુરુદ્વારામાં ઉત્સવ માનવામાં આવે છે, પકવાન બનાવામાં આવે છે સજાવટ કરવામાં આવે છે, કેક કાપવામાં આવે છે અને ગુરુદ્વારામાં કીર્તન કરવામાં આવે છે. ગુરૂનાનકે જ ‘નાનક પ્યાઉ ગુરુદ્વારા’ની સ્થાપના કરી હતી તે માટે અહી ખાસ તૈયારી કરવામાં આવે છે. દુરુદ્વારના ખૂણા ખૂણાને ફૂલથી સજાવામાં આવે છે. પુરા ગુરુદ્વરને લાઈટોથી સજાવામાં આવે છે. એવું કહેવું ખોટું નહિ હોય કે દિલ્લીમાં ગુરુનાનકજી જયંતીની ધૂમ ધામથી તેયારી કરવામાં આવે છે અને આવતા બે દિવસોમાં ગુરુદ્વારામાં ખાસ રોનક રહે છે.   

Leave a reply:

Your email address will not be published.

Site Footer