વાસ્તુશાસ્ત્ર સામાન્ય રીતે દિશાઓના આધારે કાર્ય કરે છે. કોઈ ઘરનું કેવું ભાગ્ય રહેશે તે આ દિશાઓ નક્કી કરશે. ઘરનું મુખ્ય દ્વાર, ઘરની સાજ સજાવટ ઘરનું રસોડુ, સિડીઓ ઘરનો બેડરૂમ બાથરૂમ, રસોડુ દરેક વસ્તુઓની એક અલગ છાપ હોય છે. જો આની વિપરીત કોઈ નિયમોનું પાલન ન કરવામાં આવે તો જીવનમાં પરેશાનીઓ ભોગવવાની રહે છે.
ભારતીય વાસ્તુશાસ્ત્રની મહત્તા પ્રાચીનકાળથી ચાલી આવે છે. એક વાર ફરીથી વાસ્તુઓના નિયમોને વ્યાપક રીતે માનવામાં આવી રહ્યાં છે. મધ્યના અનેક દશકાઓમાં આ શાસ્ત્ર લુપ્ત થવાના આરે હતુ. જેમ જેમ જીવનમાં સમસ્યાઓ વધી એક વાર ફરીથી લોકો તેના શરણે આવવા લાગ્યા.
આજે આપણે વાત કરીશું વાસ્તુદોષના કેટલાક પ્રમુખ દોષ અંગે. આ દોષ પર જો ધ્યાન ન આપવામાં આવે તો ઘરમાં મુશ્કેલીઓ તૂટી પડે છે. ઉત્તર-પૂર્વ ઈશાન ખુણો. સૌથી પહેલા મહાદોષ ભૂમિના આકાર અને પ્રકારથી શરૂ થાય છે. તમે જે ભૂવન પર ઘરનું નિર્માણ કરો તેનો આકાર ખુબજ મહત્વ ધરાવે છે.
ચોરસ પ્લોટને સર્વોતમ માનવામાં આવે છે. જો કોઈ પ્લોટ ઈશાન ખુણામાં કે ઉત્તર પૂર્વ કે નૈઋત્ય ખુણામાં હોય તો મહાદોષ થાય છે. આવા પ્લોટ પર મકાનનું નિર્માણ ઘરની સુખ શાંતીનો નાશ કરે છે.
ભવનનું સૌથી મહત્વપૂર્ણ સ્થાન : કોઈ પણ ભવનનું સૌથી મહત્વપૂર્ણ સ્થાન તેનો મધ્યભાગ હોય છે. આ એટલો મહત્વપૂર્ણ હોય છે કે તેને બ્રહ્મસ્થાન માનવામાં આવે છે. પ્રાચીનકાળમાં આ સ્થાનને ખાલી છોડી દેવામાં આવતુ હતુ. એટલે કે તે ભાગ પર કોઈ નિર્માણ કરવામાં આવતુ નહોતુ.
ઇશાન ખૂણો : આ ખૂણામાં ટોયલેટ કે અન્ડર વોટર ટેન્ક હોય તો તેને વાસ્તુદોષ માનવામાં આવે છે. જો આ ભવન પર કોઈ વેપાર કરે તો તેને નિષ્ફળતા મળે છે મોટી ખોટ જાય છે. ઈશાન ખુણામાં રસોડુ ન હોવું જોઈએ. આવુ હશે તો પરિવાર વચ્ચે તકરાર રહ્યા કરશે.