ખોડલધામના ટ્રસ્ટી એવા નરેશ પટેલને દર વખતે સમાજ અને પ્રજાનું કલ્યાણ એવા સમયે યાદ આવે છે જે સમય દરમિયાન ચૂંટણી નજીક હોય. તેના પર ચૂંટણીઓ નજીક હોય ત્યારે જ બંધ બારણે મિટિંગ કરીને સમાજના લોકોને ગુમરાહ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
જો પોતે પણ ચૂંટણી લડશે તો ક્યાં પક્ષમાંથી લડશે અને જો ટેકો આપશે તો ક્યાં પક્ષને આપશે તેનું મૌન ધારણ કરી લેતા હોય છે. ખોડલધામ માં લેવા પટેલ અને કડવા પટેલ ના આગેવાનો મળ્યા હતા. જો કે હજુ વિધાનસભા ચૂંટણીને દોઢ વર્ષની વાર છે.
નરેશ પટેલ ખોડલધામ ખાતે જણાવ્યું હતું કે કોરોના માં સરકાર અને તંત્ર લોકોને આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં સમગ્ર ફેલ ગયું છે. આ ઉપરાંત તેમણે ઉમેર્યું હતું કે હાલના સમયમાં ગુજરાતમાં ક્યાંય પણ ત્રીજો પક્ષ ચાલ્યું નથી પરંતુ આપ પક્ષની કામગીરી જે રીતે વધી રહી છે તે રીતે મને લાગે છે કે ભવિષ્યમાં આપનું વર્ચસ્વ રહેશે. તેમણે કહ્યું હતું કે આ પાર્ટી નું ભવિષ્ય તેમણે ઉંજળું દેખાઈ રહ્યું છે અને તેની સાથે કામ કરવાની શૈલી પણ ઘણી ઝડપી છે.
આ ઉપરાંત ગુજરાતમાં ત્રીજો પક્ષ ચૂંટણી લડશે તો પાટીદાર ઉમેદવાર આવી શકે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઇ રહી છે. નરેશ પટેલ સહિત સમાજના અગ્રણીઓએ કહ્યું હતું કે આગામી ચૂંટણીમાં ગુજરાતના મુખ્યમંત્રી પાટીદાર હોય એવી અમારી ઇચ્છા છે અને આ સમયે તેમણે કેશુભાઈને યાદ કર્યા હતા.
આ પેલા પણ જે તે સમયે ડિસેમ્બર 2017 માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં પણ નરેશ પટેલને મેદાનમાં આવ્યા હતા આ દરમિયાન તેમણે પાસ ના કન્વીનર હાર્દિક પટેલ સાથે બંધ બારણે મિટિંગ કરી હતી.
વિધાનસભાની ૨૦૧૭ની ચૂંટણીમાં નરેશ પટેલે કહ્યું હતું કે હું સંસ્થાને કોઈ પણ રાજકીય રંગે રંગાવું જ્યારે આનાથી વિરુદ્ધ માં તેમના પુત્રએ કોંગ્રેસના ઉમેદવારને ટેકો આપ્યો હતો જોકે નોંધનીય છે કે કોંગ્રેસના તમામ ઉમેદવારો હારી ગયા હતા.