નેહા મેહતા તારક મહેતા શો માં પાછા આવશે એ અંગે શુ કહ્યું નવા અંજલી ભાભીએ, નેહા મહેતા એ શો છોડવાનું જણાવ્યું આ કારણ…

નેહા મહેતાએ ગયા વર્ષે ‘તારક મહેતા’ શો છોડ્યો હતો. સુનૈનાએ અંજલિ મહેતાના પાત્ર માટે ઓડિશન આપ્યું હતું અને ત્યારબાદ તેને સિલેક્ટ કરવામાં આવી હતી. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લાં 13 વર્ષથી ટીવી પર આવી રહ્યો છે.

ગયા વર્ષે આ શોમાં બે કલાકારો નેહા મહેતા તથા ગુરુચરણ સિંહને રિપ્લેસ કરવામાં આવ્યા હતા. હવે શોમાં અંજલિ મહેતાનું પાત્ર સુનૈના ફોજદાર ભજવે છે અને સોઢીનું પાત્ર બલવિંદર સિંહ ભજવી રહ્યો છે. છેલ્લાં ઘણાં સમયથી એવી ચર્ચા ચાલી રહી છે કે નેહા મહેતા શોમાં પરત આવવા માગે છે. આ અંગે સુનૈના ફોજદારે વાત કરી હતી.

શું કહ્યું સુનૈનાએ? :- નેહા મહેતા શરૂઆતથી આ શો સાથે જોડાયેલી હતી. જોકે, કેટલાંક કારણોસર નેહા મહેતાએ ગયા વર્ષે આ શો છોડ્યો હતો. તેના સ્થાને સુનૈના ફોજદારને લેવામાં આવી છે. જોકે, છેલ્લાં ઘણાં સમયથી ચર્ચા ચાલી રહી છે કે નેહા મહેતા આ શોમાં પરત આવવા માગે છે.

સુનૈનાએ ઈટાઈમ્સ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે જ્યારથી તે આ શો સાથે જોડાઈ છે, ત્યારથી તેને આ રિપ્લેસમેન્ટ અંગે સવાલ પૂછવામાં આવે છે.

નેહા મહેતા શોમાં પરત આવશે? :- સુનૈનાને કહ્યું હતું કે તે છેલ્લાં આઠ મહિનાથી આ શોમાં અંજલિ મહેતાનું પાત્ર ભજવી રહી છે. તેને ખ્યાલ નથી કે નેહા મહેતા આ શોમાં પરત આવવા માગે છે. વધુમાં સુનૈનાએ કહ્યું હતું, ‘મેં જ્યારથી અંજલિનું પાત્ર ભજવ્યું ત્યારથી રિપ્લેસમેન્ટ અંગેના સવાલો બંધ થતા નથી.

મેં શરૂઆતથી જ કહ્યું હતું કે ભૂતકાળમાં જેણે પણ આ પાત્ર ભજવ્યું, તે ધ્યાનમાં રાખીને હું આ પાત્ર ક્યારેય ભજવીશ નહીં. હું માત્ર ને માત્ર મારી રીતે જ આ પાત્ર ભજવી. હું ન્યૂકમર નથી. મેં ‘તારક મહેતા..’ પહેલાં ઘણાં શોમાં કામ કર્યું છે. મને આનંદ છે કે આ શોમાં કામ કરવાની તક મળી.

હું માનું છું કે પાત્ર એક્ટર કરતાં ઉપર છે.’ સુનૈનાએ કહ્યું હતું, ‘જો નેહા મહેતાને આ શોમાં પાછું આવવું છે તો આ તમામ બાબતો અસિત મોદી જ નક્કી કરીશે. હું આના પર કમેન્ટ કરી શકું નહીં.’

ફેબ્રુઆરીમાં નેહા મહેતાએ કહ્યું હતું, હું શોમાં પરત આવવાની નથી :- ફેબ્રુઆરીમાં નેહા મહેતાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું, ‘આવી વાતમાં કોઈ સચ્ચાઈ નથી. હું ત્યારે જ પરત આવીશ જ્યારે સિરિયલના દર્શકો, પ્રોડક્શન હાઉસ તથા ચેનલ મને પરત લેવા ઈચ્છતી હશે.

આટલું જ નહીં શો છોડ્યા બાદ મેં ક્યારેય પ્રોડક્શન હાઉસને પરત આવવા માટે ફોન કર્યો નથી. મારી પહેલી પ્રાથમિકતા હંમેશાં દર્શકો છે. તેમણે મને આટલા વર્ષોથી પ્રેમ તથા આદર આપ્યો છે. મને ખ્યાલ નથી કે આવી ચર્ચા કેવી રીતે થઈ રહી છે.’ વધુમાં નેહાએ કહ્યું હતું, ‘મેં આ શોને મારું બેસ્ટ આપવાનો પ્રયાસ કર્યો હતો અને મારું કમબેક દર્શકો પર આધાર રાખે છે.

હું પ્રોડક્શન હાઉસ કે પછી અસિત સરની વિરોધમાં નથી. હું ખરેખર જે માનું છું, તેના માટે સ્ટેન્ડ લીધું હતું અને તેથી જ મેં શો છોડ્યો હતો. મારે કોઈ નકારાત્મક પરિસ્થિતિ ઊભી કરવી નથી. તેથી જ હું ચૂપ રહેવામાં માનું છું. મેં શો છોડ્યો તે માટે હું કોઈને જવાબદાર ઠેરવવા માગતી નથી. આટલું જ નહીં હું કોઈ સ્પષ્ટીકરણ આપવામાં માનતી નથી. હું હંમેશાં ભગવાનના આશીર્વાદથી સારા કર્મો કરવામાં માનું છું.’

આ કારણે ‘તારક મહેતા’ શો છોડ્યો હતો :- નેહા મેહતાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘સાચી વાત તો એ છે કે અહીં એક જ નિયમ છે, ‘તમારે કામ કરવું હોય તો કરો, નહીંતર છોડીને જતા રહો.’ શો છોડવા અંગે નેહા મેહતાએ કહ્યું હતું, ‘એક સમયે મને એવું લાગ્યું કે બસ મારે અહીં અટકવું જોઈએ. દરેક લોકો કહેતા હોય છે કે થોડી બાબતો ચલાવી લેવી જોઈએ, આખરે શો ટીમવર્કથી બને છે .

દરેકનો એમાં ફાળો હોય છે. જોકે આ વાત સિવાય એક્ટિંગના ફિલ્ડમાં મારું એક અલગ માન-સન્માન છે. મેં ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ પહેલાં પણ ઘણું જ કામ કર્યું છે. એવું નથી કે ‘તારક મેહતા..’એ મને સેલિબ્રિટી બનાવી હોય, પરંતુ સાચી વાત એ હતી કે ‘તારક મેહતા’માં એક સેલિબ્રિટી કામ કરતી હતી.

એક ભણેલી-ગણેલી તથા ભાવુક વ્યક્તિ હોવાને નાતે મેં આ અંગે ઘણું જ વિચાર્યું હતું. આ શો મને નિયમિત રીતે કામ તથા પૈસા આપતો હતો. કેટલીક બાબતો દરેક જગ્યાએ બનતી હોય છે અને તમારે તમારી જાત સાથે શાંતિ રાખવી પડે છે. જોકે તેમ છતાંય મને લાગ્યું કે આ સમયે હવે મારે અટકવાની જરૂર છે અને મેં સાચો નિર્ણય લીધો હતો.’

Leave a reply:

Your email address will not be published.

Site Footer