ખજુરભાઈ (નીતિન જાની) ને મળ્યું ગુજરાતનાં “સોનું સુદ”નું બિરુદ, મુશ્કેલીમાં લોકોની સેવામાં રહ્યા મોખરે. . .

સૌરાષ્ટ્રમાં આવેલા તાઉત વાવાઝોડાએ ભારે માત્રામાં નુકશાન કર્યું છે. તેવા સમયે સૌરાષ્ટ્રની વ્હારે આવનારા દક્ષિણ ગુજરાતના કોમેડીયન યુટ્યુબર ખજુરમાઈની લોક ચાહનામાં ખુબ જ મોટો વધારો થયો છે. ખજુરભાઈને ચાહકો તરફથી કળયુગના કર્ણ અને ગુજરાતના સોનુ સુદ જેવા વાક્યોથી શુભેચ્છાઓ મળી છે.

ત્યારે બારડોલી જિલ્લો અને તેના NRI કેમ પાછળ રહે તેઓ આજે ગદગદીત થઈ ને ખજુરભાઈની પ્રશંસા કરી રહ્યા છે. જે કામ સૌરાષ્ટ્ર અને ગુજરાતના ડાયના કલાકારો અને સીંગરો ના કરી શક્યા તે કામ ખજુભાઈએ એકલા હાથે કરી સેવાકીય પ્રવૃતિમાં ધુમ મચાવી રહ્યા છે.

ત્યારે આ કલાકાર દક્ષિણ ગુજરાતનો અને બારડોલીનો હોવાથી બારડોલી જિલ્લાભરના લોકો તેમજ બારડોલી જીલ્લાના NRI ઓમાં ખુશીની લાગણી અનુભવી રહ્યા છે. કારણ કે, બારડોલીનો છોકરો સૌરાષ્ટ્રને સમર્પિત થઈ ૪૨ ડીગ્રી તાપમાનમાં જાતે કામ કરીને સ્થળ પર જ પ્રશ્ન અને સમસ્યાનું નિરાકરણ કરી કેટ-કેટલાય ઘર ઉભા કરી સૌરાષ્ટ્રમાં ખૂબ મોટી સેવા કરીને.

બારડોલી જિલ્લાનું ગૌરવ વધારતા બારડોલી જીલ્લાના લોકો અને બારડોલી જિલ્લાના NRI ઓ ખુબ જ પ્રભાવિત થયા છે. અમેરીકા, કેનેડા, લંડન, સીગાપુર સહિતના વિદેશમાં વસવાટ કરતા NRI ઓ ગદગદીત થઈ અને ખજુર ભાઈ ની પ્રશંસા કરી રહ્યા છે.

આ બાબતે અમેરીકાથી કેતનભાઈ પટેલના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતનો કલાકાર સૌરાષ્ટ્રની મદદ કરે તે ખુબ જ નવાઈની વાત કહેવાય તો કેનેડાથી મહેશભાઈ જણાવે છે. આ એક એવા યુટ્યુબર છે. જેણે પોતાની પુટ્યુબની તમામ કમાણી કોરોના કાળમાં વાપરી અને અત્યારે ગામે ગામ મકાન બનાવી રહ્યા છે. એક દક્ષિણ ગુજરાતનો છોકરો સૌરાષ્ટ્રમાં ખુબ મોટું નામ કરી બારડોલીનું નામ રોશન કરી રહ્યો છે. તેમનું અમને ખુબ મોટું ગૌરવ છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer