ત્રણ ત્રણ વખત મુખ્યમંત્રીના દાવેદારમાં આવીને નીતિન પટેલનું નામ કેમ થાય છે કેન્સલ, જાણો હવે નીતિન પટેલ આગળ શું કરશે..

ગુજરાતના 22મા મુખ્યમંત્રી તરીકે જ્યારથી ભુપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનુ મુખ્યમંત્રી બનવાનુ સ્વપ્ન ત્રીજી વખત અધૂરું રહી ગયું છે. નીતિન પટેલને આ વખતે cm બનવાની આશા હતી.

જોકે હાઈકમાન્ડે ફરી વખત એક આશ્ચર્યજનક ચહેરાની પસંદગી કરી છે.અગાઉ પણ બે વખત તેઓ મુખ્યમંત્રી પદની રેસમાં પણ સામેલ હતા. જોકે ભાજપે આ વખતે પણ તેમની જગ્યાએ બીજા નેતાની પસંદગી કરી હોવાથી હવે તેમની આગળની કેરિયર પણ પ્રશ્નન ઉભો થયો છે.

2014માં નરેન્દ્ર મોદી પીએમ બન્યા ત્યારે પણ નીતિન પટેલનુ નામ સીએમ ની લિસ્ટ માં રહ્યુ હતુ. જોકે તે સમયે આનંદીબેન પટેલને સીએમ બનાવવામાં આવ્યા હતા. એ પછી આનંદીબેને પટેલે પાટીદાર આંદોલનના પગલે 2016માં રાજીનામુ આપ્યુ ત્યારે ફરી નીતિન પટેલનુ નામ મુખ્યમંત્રીપદના પદ માટે ચર્ચા માં હતું.

જોકે તે સમયે પણ અમિત શાહની પસંદગી મનાતા વિજય રૂપાણીને સીએમ ની ગાદી સોંપવામાં આવી હતી. અને તેના પગલે નીતિન પટેલ નારાજ થયા હતા. આખરે પાર્ટીએ તેમને ડેપ્યુટી સીએમનો હોદ્દો આપ્યો હતો. આ વખતે પણ કમલમ ખાતે ભાજપના ધારાસભ્યોની બેઠક મળે તે પહેલા ભાજપમાં કોર કમિટીની એક બેઠક મળી હતી.

જેમાં નીતિન પટેલ, સી.આર પાટીલ, ગુજરાતના પ્રભારી ભુપેન્દ્રસિંહ યાદવ, વિજય રૂપાણી જેવા નેતાઓ કોર કમિટીની બેઠકમાં હાજર રહ્યા હતા, ત્યારે કોર કમિટીમાં નવા મુખ્યપ્રધાન તરીકે ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલની જાહેરાત કરાતા નીતિન પટેલે મોટો વિરોધ કર્યો હોવાની માહિતી સૂત્રો તરફથી પ્રાપ્ત થઇ રહી છે.

હવે એવી વાત જાણવા મળી છે કે નીતિન પટેલને ઉત્તરાખંડના રાજ્યપાલ તરીકેનું પદ ઓફર કરાયું છે. પરંતુ સીએમ નું પદ ન મળતા હતા હવે તે ઉત્તરાખંડના રાજ્યપાલ તરીકે શપથ લેશે કે પોતાની રાજકીય કારકિર્દી પર પૂર્ણવિરામ મુકશે તે જોવાનું રહ્યું.

Leave a reply:

Your email address will not be published.

Site Footer