પાકિસ્તાનમાં આવેલા ૧૭૦ વર્ષ જુના આ સ્વામીનારાયણ મંદિરનું છે ખુબ જ મહત્વ, જાણો તેનો મહિમા  

કરાચીમાં પણ આવેલું છે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર, જયારે ભારત અને પાકિસ્તાનનના ભાગલા થયા હતા એ સમયે ગુજરાતમાં ભગવાનની મૂર્તિઓ લાવ્યા હતા. એનઆરજીડેસ્કઃ પાકિસ્તાન અને ભારત એક રીતે અલગ પડી ગયા હોય પરંતુ ત્યાં આજે પણ હિન્દુ સંસ્કૃતિનો વારસો રહેલો છે. હજારો-લાખો વર્ષોથી અહીં હિન્દુ દેવી-દેવતાઓના મંદિરો જેવા હતા એવી અવસ્થામાં ઊભા છે,

જેની કાળજી પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓ કરી રહ્યા છે તેમજ ત્યાના મંદિરો પર લોકોને એટલી શ્રદ્ધા છે કે ભારતમાંથી પણ ઘણા લોકો પાકિસ્તાન દર્શન કરવા જઈ રહ્યા છે. આજે અમે વાત કરીશું 1849 માં નિર્માણ થયેલું તેમજ શ્રી સ્વામિનારાણ મંદિરની જે કાલુપુર ગાદી તાબા નીચે છે.

શ્રી સ્વામિનારાયણ મંદિર કરાચી શ્રી સ્વામિનારાયણ મંદિરનું કરાચી એક પ્રકારનું હિંદુ મંદિર છે, જે મંદિર, કાલુપુર ગાદીના તાબામાં આવેલુ છે. પાકિસ્તાનમાં રહેલું આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયનું એક માત્ર સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે. પાકિસ્તાનમાં આ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર કરાચી શહેરનાં બંદર માર્ગ પર આવેલું છે.

32,306 ચોરસ વાર એટલે કે 27,012 ચો.મી. વિસ્તારમાં ફેલાયેલું આ મંદિર તેના કદ અને બાંધણીને કારણે પ્રખ્યાત છે. ઘણા સમય પહેલા મંદિરના નામે ભક્તોને રહેવા માટે વિશાળ ધર્મશાળા પણ હતી, જે જગ્યા પર આજે નગર જિલ્લા પંચાયતની કચેરીઓ ચાલે છે. ગુજરાતમાં લાવવામાં આવી પ્રતિમાઓ એ મંદિરમાં જે સ્વામિનારાયણ ભગવાનની પ્રતિમા હતી તેને ભારતમાં લાવવામાં આવી.

ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે મૂળ પ્રતિમાઓની દૈનિક પૂજાની ચિંતાના કારણે ત્યાં રહેતા સાધુઓ સ્વામિનારાયણ ભગવાન અને રાધા-કૃષ્ણની મૂર્તિ ગુજરાતમાં લઈ આવ્યા હતા. આજે મંદિરમાં માત્ર સ્વામિનારાયણ ભગવાનની તસ્વીર રાખવામાં આવી છે અને એ મંદિરમાં ફક્ત સ્વામિનારાયણ ભગવાનની જ પૂજા કરવામાં આવે છે.

મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા ગુજરાતની સરહદને અડીને આવેલા રાજસ્થાનના બ્રહ્માનંદ સ્વામીનું જન્મ સ્થળ ખાણ ગામમાં સ્વામિનારાયણ મંદિરમાં આ મૂર્તિઓની વિધિ પૂર્વક પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આજે પણ રાજસ્થાનના આ સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં નિયમિત પૂજા-અર્ચના કરવામાં આવે છે.

પૂ.તેજેન્દ્રપ્રસાદજી મહારાજ મુજબ, જ્યારે પૂ.અયોધ્યાપ્રસાદજી મહારાજ ગાદી સ્થાન પર બિરાજતા હતા ત્યારે લગભગ 100 વર્ષ પહેલા આ મંદિરનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. ગુજરાતીઓ તથા ભારતીયો જ્યારે પણ રાજસ્થાન જાય છે ત્યારે આ મંદિરના દર્શન કરવા અચૂક જાય છે અને આ મંદિરનું મહાત્મય પણ ખુબ જ છે.

મંદિરનુ નિર્માણ આ મંદિર ઇસ્લામિક દેશના મુસ્લિમોની બહુમતીવાળા નગરમાં આવેલી હિંદુ લોકોના વસવાટની મધ્ય ભાગમાં આવેલું છે. ભારતનું આ સ્વામિનારયણ સંપ્રદાયનું મંદિર એક અલગ જ મહત્વ ધરાવે છે.

દર વર્ષે ઘણા ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે. મંદિરના ઇતિહાસ વિશે કહેવામાં આવે તો એપ્રિલ 2004 માં આ મંદિરની 150 મી વર્ષગાંઠ ઉજવવામાં આવી હતી. આઝાદી વખતે મંદિરનો માહોલ આઝાદી વખતે આ સ્વામિનારાયણના મંદિરને એક શિબિર સમયે ફેરવી દેવામાં આવ્યું હતું.

પાકિસ્તાનનાં સંસ્થાપક મુહમ્મદ અલી જિણ્ણા હતા અને એણે પણ આ મંદિરના દર્શન કર્યાં હતા. આઝાદી પછી 1989 માં અમદાવાદના સ્વામીનારાયણ મંદિરના સાધુઓ ત્યાં દર્શન કરવા માટે આવ્યા હતા. આ મંદિરના પરિસરમાં એક નાનું ગુરૂદ્વારા પણ આવેલું છે, જ્યાં દર વર્ષે વૈશાખી પર્વની ખુબ જ ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે.

ભાગલા બાદ આવી છે મંદિરોની સ્થિતિ ભારત અને પાકિસ્તાનના ભાગલા પછી પાકિસ્તાનમાં હવે અમુક જ હિન્દુ મંદિરો જ વધ્યા છે. પાકિસ્તાનમાં આવેલા પૌરાણિક મંદિરો અને તેના માહત્મ્ય વિશે તેમજ પાકિસ્તાનમાં પણ હિન્દુ સંસ્કૃતિના વારસાનો પરિચય કરાવે છે. આજે આખા પાકિસ્તાન દેશમાં માત્ર 26 જ હિન્દુ મંદિરો રહ્યા છે, તેમાંથી એક મંદિર શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પણ છે.

પાકિસ્તાનમાં સ્મશાનના સ્થાન પર હોટલ, જીમખાના તથા પિકનિક સ્પોટ ઊભા કરી દેવામાં આવ્યા છે. પાકિસ્તાનમાં બલુચિસ્તાનમાં હિંગળાજ દેવી મંદિર, ચકવાલ જિલ્લાના કટાસરાજ, લાહોરના અનારકલ બજારમાં સાગરમલ મંદિર અને કરાચીના સ્વામિનારાયણ મંદિર સહિતના મંદિરો જ રહ્યા છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer