ભારતમાં અત્યારસુધીના સૌથી મોટા જી.એસ.ટી-આઇ.ટી.ના દરોડો કન્નૌજમાં પાડવામાં આવ્યો છે, જેમાં પર્ફ્યુમના વેપારી પીયૂષ જૈન પાસેથી 290 કરોડ જેટલું રોકડ કાળું નાણું હજુ સુધી મળી આવ્યું છે અને હજુ પણ કામગીરી ચાલુ છે.
આ દરોડામાં મૂળ કચ્છના અમદાવાદ જીએસટી વિભાગમાં ફરજ બજાવતા આઇ.આર.એસ. ધર્મવીરસિંહ રણજિતસિંહ જાડેજાની મહત્વની ભૂમિકા રહી છે. લગભગ 60 કલાકથી પણ વધુ સમયથી ચાલી રહેલી આ રેડમાં મુખ્ય ભાગ ભજવનાર મૂળ ભચાઉ તાલુકાના મોટી ચીરાઈ ગામના અને વ્યવસાય અર્થે અંજારમાં સ્થાયી થયેલા રણજિતસિંહ જાડેજાના સુપુત્ર ધર્મવીરસિંહ જાડેજાએ 1થી 10 ધોરણ સુધી અંજારની પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો .
ત્યારબાદ બાદ ધો 11 અને 12 કોમર્સ ગાંધીધામ અને કોલેજ અમદાવાદમાં પૂર્ણ કરી છે. એ બાદ યુ.પી.એસ.સી.ની તૈયારીમાં વળગી ગયો હતો. UPSCની પરીક્ષા પાસ કર્યા બાદ હાલ અમદાવાદમાં જી.એસ.ટી. વિભાગમાં જ આઈ.આર.એસ. અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે. વર્ષ 2015માં UPSCની પરીક્ષા પાસ કર્યા બાદ વર્ષ 2015-16 ટ્રેનિંગ અને 2016- 17માં અમદાવાદ ખાતે હાજર થયા હતા.
રાષ્ટ્રની બેનામી સંપત્તિને જપ્ત કરાવનાર જાંબાજ અધિકારી ધર્મવીરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કલાકોથી આ દરોડાની કામગીરી ચાલુ છે અને પુરતા જોશ સાથે અમે આ કામગીરી કરી રહ્યા છીએ. હાલ આ કેસ બાબતે વધુ કઈ કહી શકાય એમ નથી, પરંતુ આંકડો હજુ વધે એવી સંભાવનાઓ છે.