સામાન્ય રીતે માણસો ભગવાનની સામે ત્યારે જ હાથ જોડતા હોય છે કે જ્યારે તે કોઈ પણ સંકટ ની અંદર હોય. મોટાભાગના લોકો પોતાના ઘરમાં રહેલી ગરીબીને દૂર કરવા માટે ભગવાન સામે પ્રાર્થના કરતા હોય છે, અને તેના માટે પૂજા અર્ચના કરતા હોય છે. ઘણા લોકો ની પૂજા સફળ થતી હોય છે, અને આથી જ તે કાયમી માટે ગરીબી માંથી મુક્તિ મેળવી શકતા હોય છે. હિન્દુ ધર્મની અંદર અનેક એવા પૂજાપાઠ વિશે કહેવામાં આવ્યું છે કે જેના દ્વારા તમે પણ ધનવાન બની શકો છો.
પરંતુ સામાન્ય રીતે પૂજા કરતી વખતે હંમેશાંને માટે અમુક બાબતોનું ધ્યાન રાખવું જોઇએ. આપણે દરેક લોકો જાણીએ છીએ કે કોઈ પણ પ્રકારની પૂજા કરતી વખતે હંમેશાં ને માટે તેની અંદર નાગરવેલના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. કહેવાય છે કે નાગરવેલના પાનને ખૂબ જ શુભ માનવામાં આવે છે, અને આથી જ પૂજા દરમિયાન તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પરંતુ જો પૂજા કરતી વખતે તમે આ બાબતોનું ધ્યાન ન રાખો તો તેના કારણે તમને અને પ્રકારના નુકસાન થઈ શકે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કે પૂજા કરતી વખતે પાન નો કઈ રીતે કરવો ઉપયોગ.
પૂજા દરમિયાન પાનનો કઈ રીતે કરવો ઉપયોગ
• હિન્દુ ધર્મની અંદર કોઈપણ કાર્યની શરૂઆત કરતા પહેલા ભગવાન ગણપતિ ની સ્તુતિ કરવામાં આવે છે, અને ભગવાન ગણપતિની પૂજા અર્ચના કરવા માટે હંમેશાં એ માટે નાગરવેલના પાનનો ઉપયોગ કરવો જોઈએ. આવું કરતી વખતે નાગરવેલના પાન ઉપર કેસર રાખી અને ત્યારબાદ તેના ઉપર ભગવાન ગણપતિજીની પ્રતિમાનું સ્થાપન કરવું જોઈએ. આમ કરવાથી તમારું કાર્ય પૂર્ણ થાય છે.
• પૂજામાં ઉપયોગ કરાતા પાનમાં હંમેશાને માટે એક બાબતનું ધ્યાન રાખવું કે તે પાન કોઈપણ જગ્યાએથી ખંડિત ન હોવું જોઈએ, જો પાનની અંદર કોઈપણ જગ્યાએ હોલ હોય અથવા તો કોઈ પણ જગ્યાએથી સડો પડી ગયો હોય તો તેવા પાનનો પૂજા કરવા માટે ઉપયોગ ન કરવો જોઈએ.
• જે વ્યક્તિને નજરદોષ અથવા તો કોઈ પણ વ્યક્તિની ખરાબ નજર હોય તો તેવા વ્યક્તિઓએ નાગરવેલનાં પાનની અંદર ગુલાબની સાત પાંખડીઓને રાખી અને ખવડાવવાથી કોઈપણ વ્યક્તિને ખરાબ નજર માંથી છુટકારો મળે છે.
• તમારા ઘરના મુખ્ય દરવાજાની બાજુમાં હંમેશાને માટે નાગરવેલનું પાન રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે, અને આમ કરવાથી તમારા ઘરની અંદર નકારાત્મક ઉર્જાઓ પ્રવેશતી નથી અને તમારા ઘરમાં કાયમી માટે સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે.