મહાશિવરાત્રીની સાથે પૂરો થયો પ્રયાગરાજ કુંભ, જુઓ સૌથી મોટા ધાર્મિક સમાગમની ભવ્યતા…

મિત્રો, આપણે બધા જાણીએ જ છીએ કે પ્રયાગરાજ કુંભ મેળો ઘણા દિવસથી ચાલી રહ્યો હતો, પરંતુ હવે આ કુંભ મેળો પૂરો પણ થઇ ગયો. પાછળના દોઢ મહિનાથી ચાલી રહેલા પ્રયાગરાજ કુંભ મેળામાં મહાશિવરાત્રી ના અવસર પર અંતિમ પવિત્ર સ્નાન માટે દેશના અલગ અલગ વિસ્તારથી ઘણી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એ સંગમમાં ડૂબકી લગાવી હતી. મેળાનું મહાશિવરાત્રીના દિવસે છેલ્લું સ્નાન હતું, એની સાથે જ કુંભ મેળો સમાપ્ત થઇ ગયો હતો. દુનિયાના સૌથી મોટા ધાર્મિક સમાગમો માંથી આમાંના એક કુંભ નો શુભારંભ મકર સંક્રાતિ પર ૧૫ જાન્યુઆરી એ થયો હતો.

હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર, મહાશિવરાત્રી એ કલ્પવાસીઓનું અંતિમ પવિત્ર સ્નાનનું પ્રતિક છે. જે મહા મહિનાને કલ્પવાસ ના રૂપમાં વિતાવે છે. કલ્પવાસ તપસ્યાની એ અવધી છે જેમાં લોકો સાંસારિક મોહ-માયા ત્યાગ કરી અતિ સંયમિત અને આધ્યાત્મિક જીવન જીવે છે.

કુંભ માં કુલ ૬ મુખ્ય પવિત્ર સ્નાન હોય છે, જેમાં મકર સંક્રાતિ, મૌની અમાવસ્યા અને વસંત પંચમી પર શાહી સ્નાન તથા પૌષ પૂર્ણિમા અને મહા પૂર્ણિમા પર પર્વ સ્નાનનું આયોજન કરવામાં આવ્યું હતું. છઠું તેમજ અંતિમ સ્નાન આજે મહાશિવરાત્રીના અવસર પર થયું જેમાં લાખો શ્રદ્ધાળુ જોડાયા.

મહાશિવરાત્રીના અવસર પર અંતિમ પવિત્ર સ્નાન માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સોમવારના કુંભ મેળામાં પહોંચ્યા હતા. એમણે સંગમમાં હોળીની સવારી પણ કરી હતી અને બધા લોકોએ એમનો ખુબ જ આનંદ પણ માણ્યો હતો.

કુંભ મેળાના છેલ્લા દિવસે બોલીવુડ અભિનેતા રણબીર કપૂર અને એક્ટ્રેસ આલ્યા ભટ્ટ એ ભવ્ય દ્રશ્યનો આનંદ લીધો હતો. બંનેની આવનારી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ ને લોકો આસમાનમાં ડ્રોન દ્વારા દેખાડવામાં આવી હતી.

પ્રયાગરાજમાં આયોજિત કુંભ મેળામાં મહાશિવરાત્રીના અવસર પર છેલ્લા દિવસે ભારે સંખ્યામાં શ્રદ્ધાળુ જોડાયા હતા. અધિકારીઓનું કહેવું છે કે આ શુભ દિવસે ૧ કરોડ શ્રદ્ધાળુઓ એ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી હતી.

પ્રયાગરાજ કુંભ મેળા ૨૦૧૯ એ એક સ્થાન પર ખુબ જ સૌથી વધારે ભીડ એકઠી કરવાનો સૌથી મોટા સ્વચ્છતા અભિયાન અને સાર્વજનિક સ્થળ પર સૌથી મોટા ચિત્રકળા કાર્યક્રમનું આયોજનની સાથે એમનું નામ ગિનીજ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં શામિલ કરી લીધું છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer