કોરોના ની રસી ના બે ડોઝ વચ્ચે કેટલા દિવસનું અંતર રાખવાથી વધારે ફાયદો થાય? જાણો

કોરોના વેક્સિન અને ઉપલબ્ધતા અને લોકો સુધી તેને પહોંચાડવાની સરળતા માટે નીતિ આયોગ દ્વારા બનાવવામાં આવેલા રાષ્ટ્રીય તકનીકી સલાહકાર ગ્રુપે કેન્દ્ર સરકારને કોરોના વેક્સિનેશન અને તેના બે ડોઝ ના સમયગાળા વચ્ચે કેટલો સમય રાખવો તે માટે ભલામણ કરી છે.

NTAGI ના મત પ્રમાણે કોવીશિલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચેનું અંતર વધારીને 12 થી 16 સપ્તાહ કરી દેવામાં આવવું જોઈએ અને જે લોકોને covid-19 માંથી રિકવરી મળી ગઈ હોય તેવા લોકોએ છ મહિના બાદ વેક્સિન લગાવવી જોઈએ.

કેટલીક મુખ્ય ભલામણો:

કોવિશીલ્ડના 2 ડોઝ વચ્ચેનું અંતર વધારીને 12થી 16 સપ્તાહ કરી દેવામાં આવે અને કોરોના પોઝિટિવ થઈ ચુક્યા હોય તેવા લોકોને રિકવરીના 6 મહિના બાદ વેક્સિન લગાવવામાં આવે. 

ગર્ભવતી મહિલાઓને કોઈ પણ કોરોના વેક્સિન લેવાનો વિકલ્પ આપવામાં આવે અને સ્તનપાન કરાવતી મહિલાઓને પ્રસુતિ બાદ કોઈ પણ સમયે વેક્સિન લગાવી શકાય છે

સંક્રમિતોએ રિકવરીના 6 મહિના બાદ સુધી કોરોના વેક્સિનેશનથી બચવું જોઈએ.

કોવિશીલ્ડના 2 ડોઝ વચ્ચે 12થી 16 સપ્તાહના અંતરની ભલામણ કરી છે. હાલ કોવિશીલ્ડના 2 ડોઝ વચ્ચેનું અંતર 4થી 8 સપ્તાહ જેટલું છે.

અત્રે નોંધનીય છે કે યુકેમાં કોવિષિલ્ડ ના બે ડોઝ વચ્ચેનો સમયગાળો ત્રણ મહિનાનો છે જેથી તેની અસરકારકતા ૮૦ ટકા સુધી વધી જાય છે અને આને કારણે વધુમાં વધુ લોકો વેક્સિનેશન માં ભાગ લઇ શકે છે.

એક અવલોકન પ્રમાણે જો વેકેશન નો બીજો ડોઝ મોડો આપવામાં આવે તો કોરોના ને કારણે થતા મૃત્યુનો દર ઓછો કરી શકાય છે . આ અવલોકન 65 વર્ષની ઓછી ઉમરના લોકો પર કરવામાં આવ્યું હતું.

Leave a reply:

Your email address will not be published.

Site Footer