प्रयागे माघ पर्यन्त त्रिवेणी संगमे शुभे।
निवासः पुण्यशीलानां कल्पवासो हि कश्यते॥
કુંભમાં દરેક લોકો નથી જઈ શકતા, પરંતુ જવાની ઇચ્છા દરેક લોકોની હોય છે. આ સમય દાન, જપ, ધ્યાન, અને સંયમનો સમય છે. એવામાં પ્રશ્ન એ થાય કે કુંભ માં ગયા વિના કેવીરીતે પુણ્ય અને લાભ પ્રાપ્ત કરી શકાય.?
કુંભ માં અત્યારે કલ્પવાસ ચાલી રહ્યો છે. કુંભમાં જ્યાં સ્નાન કરવાનું મહત્વ છે ત્યાં જ નિયમ ધર્મ નું પાલન કરવાનું પણ મહત્વ છે. બીજી બાજુ કુંભમાં પ્રવચન સાંભળીને, દાન કરીને અને પિતૃ માટે તર્પણ કરીને પણ લોકો પુણ્ય કમાય છે. તમે ઈચ્છો તો આ બધું કરીને પણ પુણ્ય કમાઈ શકો છો.
૧. દરરોજ
બેસનમાં હળદર મેળવીને સ્નાન કરવું, અને સ્વર સાંજ ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું.
અને નિમ્ન મંત્ર ક્રિયાથી સ્વયંને પવિત્ર કરવા.
સંધ્યાવાદ્ન મંત્ર:
ॐ अपवित्रः पवित्रो वा सर्वावस्थांगतोऽपि वा।
यः स्मरेत पुण्डरीकांक्ष से बाह्याभ्यंतरः शुचि।
આ મંત્ર થી આચમન કરવું:-
ॐ केशवायनमः ॐ माधवाय नमः ॐ नाराणाय नमः का जाप करें।
હાથમાં નારીયેલ, પુષ્પ, તેમજ દ્રવ્ય લઈને આ મંત્ર વાંચવો. ત્યાર પછી આચમન કરી ગણેશ, ગંગા, યમુના, સરસ્વતી, ત્રિવેણી, માધવ, વેણીમાધવ, અને અક્ષયવટણી સ્તુતિ કરવી.
૨. જ્યાં સુધી કુંભ ચાલી રહ્યો છે ત્યક સુધી દરરોજ એક ટાઇમ સાદું ભોજન કરવું અને મૌન રહેવું.
૩. તમે કોઈ
યોગ્ય વ્યક્તિને દાન પણ કરી શકો છો. દાન માં અન્નદાન, વસ્ત્ર દાન, તુલાદાન, ફળદાન,
તાલ, અથવા તેલ દાન પણ કરી શકાય.
૪. ગાય, કુતરા, પક્ષી, કાગડો, કીડી, અને માછલીને ભોજન ખવડાવવું. ગાયને ખવડાવવાથી ઘરની પીડા દુર થાય છે. કુતરાને ખવડાવવાથી દુશ્મન દુર રહે છે. કાગડાને ખવડાવાથી પિતૃ પ્રસન્ન થઇ જાય છે. પક્ષીને ખવડાવાથી નોકરી ધંધામાં લાભ થાય છે. કીડીને ખવડાવાથી કર્જ પૂરું થઇ જાય છે. અને માછલીને ખવડાવાથી સમૃદ્ધિ વધે છે.
૫. એવો સંકલ્પ લેવો કે કોઈ પણ પ્રકારનું વ્યાસન નહિ કરું, ક્રોધ અને ગુસ્સામાં કોઈ કાર્ય નહિ કરું. ખરાબ સંગત અને ખરાબ વચનો નો ત્યાગ કરીશ અને હંમેશા માતા પિતા અને ગુરુની સેવા કરીશ.