જાણો પૂજાના સંદર્ભમાં કામમાં આવતા મુખ્ય શબ્દો અને તેના અર્થ જાણો અહી…

પૂજા તેમજ સાધના ના સંદર્ભ માં ઉપયોગ થવા વાળા અમુક શબ્દો ના અર્થ તમારા બધા ના જ્ઞાનવર્ધન માટે

૧. પંચોપચાર – ગન્ધ, ફૂલ, ધૂપ, દીવો તથા નીવેદ દ્વારા પૂજા કરવાને ‘પંચોપચાર’ કહેવાય છે.

૨. પંચામૃત – દૂધ, દહીં, ધૃત, મધ, તથા સાકર આના મિશ્રણ ને ‘પંચામૃત’ કહેવાય છે.

૩. પંચગવ્ય – ગાય નું દૂધ, દહીં, મૂત્ર તથા ગોબર ‘પંચગવ્ય’ કહેવાય છે.

૪. ષોડશોપચાર – આવાહન, આસન, પાધ્ય, સ્નાન, વસ્ત્ર, અલંકાર, સુગંધ, ફૂલ, ધૂપ, દીવો, નીવેદ, અક્ષત, તાંબુલ, તથા દક્ષિણા આ બધા દ્વારા પૂજા કરવાની વિધિને ‘ષોડશોપચાર’ કહેવાય છે.

૫. દશોપચાર – આસન, પાધ્ય, મધુપ્રક, આચમન, ગંધ, ફૂલ, ધૂપ, દીવો તથા નીવેદ દ્વારા પીજા કરવાની વિધિ ને ‘દશોપચાર’ કહેવાય છે.

૬. ત્રીધાતુ – સોનું, ચાંદી, અને લોખંડ ના સંભાગ મિશ્રણ ને ત્રીધાતું કહેવાય છે.

7. પંચધાતુ – સોનું, ચાંદી, લોખંડ, તાંબુ અને જસત ના મિશ્રણ ને પંચધાતુ કહેવાય છે.

૮. અષ્ટધાતુ – સોનું, ચાંદી, લોખંડ, તાંબુ, જસત, રાંગા, કાંસ અને પારા ના મિશ્રણ ને અષ્ટધાતુ કહેવાય છે.

૯. નીવેદ – ખીર, મીઠાઈ વગેરે મીઠી વસ્તુઓ જે દેવી દેવતાઓ ને ચઢાવવામાં આવે છે તેને નીવેદ કહેવાય છે.

૧૦. નવગ્રહ – સૂર્ય, ચંદ્ર, મંગલ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ,  નવગ્રહ કહેવાય છે.

૧૧ નવરત્ન- માણિક્ય, મોતી, મૂંગા, પન્ના, પુખરાજ, હીરા, નીલમ, ગોમેદ અને વૈદુર્ય આ નવરત્ન કહેવામાં આવ્યા છે.

૧૨ અષ્ટગંધ – અગરબતી, લાલ ચંદન, હળદર, કુમકુમ, ગોરોચન, જટા, કસ્તુરી અને કપૂર ના મિશ્રણ ને અષ્ટગન્ધ કહેવાય છે.

૧૩. ગંધત્રય અથવા ત્રીગંધ – સિંદુર, હળદર, કુમકુમ.

૧૪. પસ્ચાંગ  – કોઈ વનસ્પતિ ના ફૂલ, પાત્રમ ફલમ છાલ, અને જડ આ પાંચ અંગ ને પસ્ચાંગ કહેવાય છે.

૧૫. દશાંશ – દશમો ભાગ. ૧૦%

૧૬. સમ્પુટ – માટી ના બે શકોરો ને એક બીજા ના મોઢા સામે રાખીને બંધ કરવું અથવા મંત્ર ની શરૂઆત અને અંત માં કોઈ બીજો મંત્ર અથવા બીજાક્ષર ને જોડવો મંત્ર ને સમ્પુટીત કરવું કહેવાય છે.

૧૭. ભોજપત્ર – આ એક ઝાડ ની છાલ હોય છે જે યંત્ર નિર્માણ ના કામે આવે છે. આ ૨ પ્રકારનું હોય છે. લાલ અને સફેદ. યંત્ર નિર્માણ માટે ભોજપત્ર નો એવો ટુકડો લેવો જોઈએ, જે કપાયેલો અથવા ફાટેલો ન હોય.

Leave a reply:

Your email address will not be published.

Site Footer