મિત્રો , આપણા હિંદુ ધર્મ મા પ્રભુ શ્રી રામ ને ઉત્તમ પુરુષ નો દરજ્જો આપવા મા આવ્યો છે. કારણ કે , પ્રભુ નારાયણે શ્રી રામ ના સ્વરૂપ મા જન્મ લઈ ને માનવજાતિ નુ કલ્યાણ કર્યુ છે. એ વાત તો આપણે સૌ જાણતા હશુ કે ત્રેતાયુગ દરમિયાન પ્રભુ શ્રી રામ ને ૧૪ વર્ષ નો વનવાસ થયો હતો જે અત્યંત પીડાદાયક હતુ.
આવી પરિસ્થિતિ કોઈ પણ પિતા-પુત્ર સાથે સર્જાઈ ના શકે. મહારાજ દશરથ દ્વારા પોતાના સૌથી પ્રિય પુત્ર ને ૧૪ વર્ષ નો વનવાસ અપાયો અને પોતે પ્રાણ ત્યાગી ને ચાલ્યા ગયા. દશરથે પોતાની રાણી કૈકેયી ને આપેલા વચન ની પુર્ણાહુતિ કરવા માટે આવુ પગલુ લીધુ હતુ,
પ્રભુ શ્રી રામ ને વનવાસ ૧૪ વર્ષ નો જ કેમ ? કૈકેયીએ દ્વારા રાજા દશરથ પાસે શ્રી રામ માટે માત્ર ૧૪ વર્ષ નો વનવાસ માંગ્યો તે પાછળ નુ એક પ્રશાસનિક કારણ છે. રામાયણ કથા એ ત્રેતાયુગ સમય ની વાત છે અને આ સમયગાળા દરમિયાન એક પ્રશાસનિક નિયમ ઘડવામા આવ્યો હતો કે જો કોઈપણ રાજા ૧૪ વર્ષ માટે સિંહાસન પર વિરાજમાન ના થાય તો તેને શાશક બનવા માટે નો કોઈ હક રહેતો નથી.
આમ , કૈકેયીએ પોતાની સૂઝબૂઝ થી રાજા દશરથ પાસે થી શ્રી રામ માટે માત્ર ને માત્ર ૧૪ વર્ષ નો જ વનવાસ આપવા નો નિર્યણ કર્યો હતો. આથી જ્યારે શ્રી રામ પોતાના પિતા ની આજ્ઞા માની વનવાસ પૂર્ણ કરી ને આવે ત્યારે તેમની પાસે શાશક બનવા નો કોઈ જ રસ્તો ના રહે અને જેથી કૈકયી નો પોતાના પુત્ર ભરત રાજગાદી નો વારસ બની જાય.
પ્રભુ શ્રી રામ ને વનવાસ શા માટે જવુ પડયુ હતુ ? રામાયણ ની ગાથા મા સૌથી વિશેષ અને મોટી ઘટના એ ઘટી હતી કે પ્રભુ શ્રી રામ , સીતા દેવી તથા લક્ષ્મણ વનવાસ ભોગવ્યો હતો અને રામાયણ ની ગાથા મુજબ કૈકેયી ની જીદ્દ ના લીધે રાજા દશરથે શ્રી રામ ને વનવાસ જવા માટે ની આજ્ઞા આપી હતી.
પરંતુ , તેમના વનવાસ પાછળ અન્ય ઘણા કારણો હતા. રાણી કૈકેયી એ શ્રી રામ ને પોતાના પુત્ર કરતા પણ અધિક પ્રેમ કરતી હતી તેમ છતા તેમણે શ્રી રામ સાથે આવુ કેમ કર્યુ ? એની પાછળ એક કારણ એ હતુ કે આ બધુ તેમણે નથી કર્યુ પરંતુ , તેમની પાસે થી દેવગણો દ્વારા કરાવવા મા આવ્યુ હતુ.
પ્રભુ શ્રી રામ ના જન્મ નુ મુળ હેતુ રાવણ નો વધ કરવા નો હતો. જો પ્રભુ શ્રી રામ રાજગાદી પર બેસી જાત તો સીતા માતા નુ હરણ કઈ રીતે થાત ? અને જો સીતા માતા નુ હરણ ના થાત તો રાવણ નો અંત કઈ રીતે થાત ? માટે દેવગણોએ મંથરા દ્વારા કૈકેયી ના કાન ભરવા નુ કાર્ય કરી આ કૃત્ય આચર્યુ હતું.