સૌથી પહેલા હનુમાનજીએ લખી હતી રામાયણ પરંતુ તેમણે સ્વયં રામાયણને ફેંકી દીધી હતી સમુદ્રમાં, જાણો આવું કરવા પાછળનું રહસ્ય 

પ્રભુ શ્રી રામ ના જીવન પર અનેક રામાયનો લખવામાં આવી છે જેમાં મુખ્ય છે વાલ્મીકી રામાયણ, શ્રી રામચરિતમાનસ, કબંદ રામાયણ, અદભુત રામાયણ અને આનંદ રામાયણ. પરંતુ શું તમે જાણો છો આપણા આરાધ્ય પ્રભુ શ્રી રામ ને સમર્પિત એક રામાયણ સ્વયં મહાશક્તિશાળી હનુમાનજી એ લખી હતી જે ‘હનુમદ રામાયણ’ ના નામ થી ઓળખાય છે.

આ જ પ્રથમ રામાયણ થવાનો ગૌરવ પ્રાપ્ત છે. પરંતુ સ્વયં હનુમાનજી એ જ એમની એ રામાયણ ને સમુદ્ર માં ફેંકી દીધી હતી. પરંતુ એમણે એવું કેમ કર્યું આવો જાણીએ શાસ્ત્રો માં વર્ણિત એક ગાથા- શાસ્ત્રો ની અનુસાર સર્વપ્રથમ રામકથા હનુમાનજી એ લખી હતી તે પણ શીલા પર એમના નખ થી લખી હતી.

આ રામકથા વાલ્મીકીજી ની રામાયણ થી પણ પહેલા લખેલી હતી અને આ ‘હનુમદ રામાયણ’ ના નામ થી પ્રસિદ્ધ છે. આ ઘટના ત્યાર ની છે જયારે ભગવાન શ્રી રામ રાવણ પર વિજય પ્રાપ્ત કર્યા પછી અયોધ્યા માં રાજ કરવા લાગે છે એ સમયે અજર અમર હનુમાનજી હિમાલય પર શિવ તપસ્યા માટે જતા રહે છે.

તે રોજ એમના નખ થી પર્વત પર શ્રી રામની લીલાઓ નું સુંદરતમ ચિત્રણ કરે છે. ઘણો સમય વીતી ગયા પછી મહર્ષિ વાલ્મીકી એ પણ ‘વાલ્મીકી રામાયણ લખી અને એને બતાવવા માટે ભગવાન શિવ ના નિવાસ કૈલાશ પર જાય છે.

ભગવાન શિવ એને હનુમાન દ્વારા રચિત હનુમદ રામાયણ બતાવે છે. આ રામાયણ જોઇને વાલ્મીકીજી એ ખુદ ના લખેલા ગ્રંથ ને ખુબ નાનો માની લે છે. હનુમાનજી ને જયારે આ ખબર પડી કે હનુમદ રામાયણ ના કારણે વાલ્મીકીજી ઉદાસ થઇ ગયા છે ત્યારે તે એને આનું કારણ પૂછે છે.

મહર્ષિ જણાવે છે કે તમારા દ્વારા લખેલી રામાયણ ની સામે મારી રામાયણ ખુબ નાની લાગી રહી છે. હનુમાન એને કહે છે કે તે તો શ્રી રામ ના નિસ્વાર્થ ભક્તિ ના માર્ગ પર જ ચાલવા વાળા છે અને આજથી તમારી રામાયણ જ જગત માં ઓળખાઈ જશે.

પછી હનુમાનજી એ હનુંમદ રામાયણ પર્વત શીલા ને ઉઠાવીને સમુદ્ર માં નાખી છે. આટલું મોટું હનુમાનજી ના ત્યાગ ને જોઇને મહર્ષિ વાલ્મીકી બોલે છે, હે હનુમાન તમારાથી મોટો કોઈ દાનવીર, જ્ઞાની અને રામ ભક્ત કોઈ થઇ શકે નહિ. તમે મહાન થી પણ ઉપર છો. તમારા ગુણગાન કરવા માટે મારે એક બીજો જન્મ કળિયુગ માં લેવો પડશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer