ભારતના એક મહાકાવ્ય રામાયણ ની અંદર ભગવાન શ્રીરામ અને માતા સીતા ની કહાની થી આપણે દરેક લોકો પરિચિત છીએ, અને આ ગ્રંથ અનુસાર ભગવાન શ્રી રામ ના લગ્ન માતા સીતા સાથે થયા હતા..
પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ભગવાન શ્રીરામ અને માતા સીતાના લગ્ન થી જોડાયેલી એક એવી વાત વિશે કે જેનાથી ખૂબ ઓછા લોકો પરિચિત હશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર કમુરતા ની અંદર થયેલા લગ્નને શુભ માનવામાં આવતા નથી
અને આવા વિવાહને જ્યોતિષશાસ્ત્ર અનુસાર બાધિત ગણવામાં આવે છે. પરંતુ હકીકત એ છે કે ભગવાન શ્રી રામ ના લગ્ન માતા સીતા સાથે આ કમુરતામા જ થયા હતા. જ્યોતિષશાસ્ત્રની અંદર ભગવાન શ્રીરામ અને માતા સીતા ના લગ્નની તિથિ ને લઈને જ્યારે ગણતરી કરવામાં આવી,
ત્યારે જાણવા મળ્યું કે ભગવાન શ્રીરામ અને માતા સીતાના લગ્ન કમુરતા ની અંદર થયા હતા. અને આથી જ જ્યોતિષશાસ્ત્ર ની આ માન્યતા અનુસાર તે લોકોએ કહ્યું કે આ કારણ હોવાના કારણે જ માતા સીતા અને ભગવાન શ્રી રામ ના લગ્ન
અને તેનું દાંપત્યજીવન સફળ રહ્યું હતું અને આથી જ ભગવાન શ્રીરામ અને માતા સીતા કાયમી માટે એકબીજા સાથે રહી શકયા ન હતા અને તેને એક બીજાથી વિખૂટો જ રહેવાનો વારો આવ્યો હતો.
ભગવાન શ્રીરામના લગ્નની સાથે જ તેના ત્રણ નાના ભાઈઓ ના લગ્ન પણ થયાં હતાં, અને તે સમયે પણ કમુરતા હોવાના કારણે જ આ ત્રણેય ભાઈઓ ના લગ્ન પણ અસફળ રહ્યા હતા, અને તેણે વૈવાહિક જીવનનું સુખ માણ્યું ન હતું.
કેમકે લક્ષ્મણ અને ભગવાન શ્રી રામ ના પગલે પગલે વનવાસ ભોગવ્યો હતો અને આથી જ તેણે પણ પોતાનું વૈવાહિક જીવન સફળતાપૂર્વક માણ્યું ન હતું. આમ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કરવામાં આવેલી આ ગણતરી અને તેના દ્વારા કહેવામાં આવેલ આ બધી જ વસ્તુઓ ખરી ઊતરે છે.
તેનું જીવતું જાગતું ઉદાહરણ ભગવાન શ્રી રામ અને માતા સીતાના વૈવાહિક જીવન થી લઇ શકીએ છીએ, કે જો કોઇપણ વ્યક્તિનાં લગ્ન કમુર્તા ની અંદર કરવામાં આવે તો તેના વૈવાહિક જીવનમાં અનેક પ્રકારની બાધાઓ આવી શકે છે.