રામની કથા વાલ્મીકી દ્વારા લખાયા બાદ દક્ષીણ ભારતીય લોકોએ અલગ રીતે લખી હતી. દક્ષીણ ભારતીય લોકોમાં ભગવાન શ્રી રામનું ખુબજ મહત્વ છે. તમિલનાડુ માં જ ભગવાન શ્રી રમે રામેશ્વર શિવલીંગની સ્થાપના કરી હતી. વાલ્મીકી રામાયણ અને બાકુની રામાયણ માં જે અંતર જોવા મળે છે એ એટલા માટે કારણ કે વાલ્મીકી દ્વારા રચવામાં આવેલ રામાયણ તથ્યો અને ઘટનાઓ ના આધાર પર લાકહાયેલ છે જયારે અન્ય રામાયણ શ્રુતિઓ ના આધારે લખાયેલ છે.
સર્વ પ્રથમ શ્રી રામની કથા ભગવાન શ્રી શંકર એ માતા પાર્વતીજી ને સંભળાવી હતી. એ કથા ને એક કાગડાએ પણ સાંભળી હતી. અને એ કાગળનો પુનર્જન્મ કાગભુશુન્ડીના રૂપમાં થયો. કાગભુશુન્ડીને પૂર્વ જન્મમાં ભગવાન શિવજીના મુખેથી સાંભળેલી એ રામકથા પુરેપુરી યાદ હતી. અને તેણે આ કથા એમના શિષ્યો ને પણ સંભળાવી. અ રીતે રામકથાનો પ્રચાર અને પ્રસાર થયો. ભગવાન શંકરના મુખ માંથી નીકળેલી શ્રી રામની આ પવિત્ર કથા આધ્યાત્મ રામાયણ ના નામથી વિખ્યાત છે.
તે ઉપરાંત એક કથા બીજી પણ ખુબજ પ્રચલિત છે. કહેવાય છે કે સૌ પ્રથમ રામકથા હનુમાનજીએ લખી હતી અને એ પણ શીલા પર લખી હતી. આ રામકથા વાલ્મીકી રામાયણની પહેલા લખાયેલી છે. અને એ ‘હનુમન્નાટક’ ના નામથી પ્રસિદ્ધ છે.
વૈદિક સાહિત્ય પછી જે રામકથાઓ લખવામાં આવી છે તેમાંથી વાલ્મીકી રામાયણ સર્વોપરી છે. તે આ કાલ્પની કથા છે અને એ પ્રમાણિક છે. વ્લ્મીકીજી એ રામ ને સબંધિત ઘટનાચક્ર ને પોતાના જીવનકાળ માં સ્વયં જોયા અથવા સાંભળ્યા હતા. તેથી તેની રામાયણ હકીકતની બિલકુલ નજીક છે. પરંતુ એમની રામાયણના ફક્ત ૬ કંદ જ હતા. ઉત્તરકાંડને બૌધકાંડ સાથે જોડવામાં આવેલ છે તેનો વાલ્મીકી રામાયણ સાથે કોઈ જ સબંધ નથી.