જાણો ભગવાન શ્રી રામના પુત્ર લવ-કુશ અને તેના વંશજો વિશે.

એ વાત તો બધા જાણે છે કે ભગવાન શ્રી રામનો જન્મ રઘુકુળ એટલે કે રઘુવંશમાં થયો હતો. અયોધ્યાના રાજા શ્રીરામના વંશની કહેવત આજે પણ ઘણી લોકપ્રિય છે. ‘રઘુકુલ રીત સદા ચાલી આયી, પ્રાણ જાય પર વચન ના જાએ.’ હિંદુ ધર્મગ્રંથો અનુસાર, મર્યાદા પુરુષોતમ શ્રીરામ ને ભગવાન વિષ્ણુ નો સાતમો અવતાર માનવામાં આવે છે. રઘુવંશ પહેલા ના રાજાનું નામ ઇક્ષ્વાકુ હતું.   

તેથી રઘુવંશને ઇક્ષ્વાકુ વંશ પણ કહેવામાં આવે છે. રઘુવંશના પ્રમુખ રજાઓમાં હરીશચંદ્ર, ભાગીરથ, દિલીપ, રઘુ, અજ અને દશરથ સાથે રામનું નામ પણ ઘણા આદરથી લેવામાં આવે છે. રઘુ વંશમાં દશરથ પુત્ર રામ અને તેના પહેલાના કેટલાક રાજાઓની કથાઓ ઘણા લોકો જાણે છે. પરંતુ શું તમે જાણો છો કે શ્રીરામ પછી રઘુવંશમાં કોણ-કોણ રાજા થયા.

લવ-કુશ :

રાવણનો વધ કર્યા પછી શ્રીરામ અયોધ્યાના રાજા બન્યા, ત્યારે દેવી સીતાના ચરીત્રને લઈને લોકોના મનમાં પ્રશ્નો ઉદભવ્યા. ત્યાર બાદ રામે સીતાનો પરીત્યાગ કરી દીધો. તે દિવસોમાં સીતા ગર્ભવતી હતા. માતા સીતાને ઋષિ વાલ્મીકીએ શરણ આપી હતી. ત્યાં તેમણે લવ-કુશ નામના બે પુત્રોને જન્મ આપ્યો. સીતા પરિત્યાગના ૧૨ વર્ષો પછી રામે અશ્વમેઘ યજ્ઞ કરાવ્યો હતો. ત્યારે જ રામને ખબર પડી કે લવ-કુશ તેના જ પુત્ર છે.  

રામનુ મૃત્યુ:

કહેવાય છે કે જયારે ભગવાન રામને લાગ્યું કે ધરતી પર તેનું કામ પૂરું થઇ ગયું ત્યારે તે પણ વૈકુઠ જતા રહ્યા ઘણા સંદર્ભ ગ્રંથો અનુસાર, શ્રી રામે સર્યું નદીમાં સમાધિ લઇ લીધી હતી.

શ્રીરામે લવ-કુશ ને બનાવ્યા રાજા:

શ્રીરામએ પોતાના પુત્રો લવ-કુશને રાજા બનાવ્યા. તેમણે લવને શ્રાવસ્તી અને ઉત્તર કૌશલ તથા કુશને કુશાવતીના રાજા બનાવ્યા. 

રાજા અતિથી:

કુશના પુત્ર અતિથી રઘુવંશ ના રાજા બન્યા મહર્ષિ વશિષ્ટના સંરક્ષણમાં રાજા અતિથી મહાન યોદ્ધા બન્યા ત્યાર બાદ અતિથીના પુત્ર નીષધ રાજા બન્યા.

રાજા નળ :

રાજા નળ પણ મહાન યોદ્ધા બન્યા નળના પુત્ર નભ જયારે રાજા બનવા યોગ્ય બન્યા ત્યારે નળ જંગલમાં જતા રહ્યા નભ પછી પુંડરિક રાજા બન્યા.

દેવાનીક:

રઘુકુળના રાજા પુંડરિક પછી તેના પુત્ર ક્ષેમધન્વા રાજા બન્યા. તે એટલા મહાન હતા કે તેમને દેવતાઓની સેનાના અધિપતિ બનાવ્યા હતા, એટલે તેનું નામ દેવાનીક પડ્યું.

અહીનગું :

રાજા દેવાનીક પછી તેના પુત્ર અહીનગું રાજા બન્યા. તેને પૂરી ધરતી પર રાજ કર્યું. તેના પછી તેના પુત્ર પારીયાત્ર અને તેના પછી શીલ, ઉન્નાભ વગેરે ઘણા રાજાનું વર્ણન મળે છે.   

છેલ્લા રાજા અગ્નીવર્ણ :

રઘુવંશના અંતિમ રાજા અગ્ની વર્ણના પરાક્રમોની પરાકાષ્ઠા એટલી હતી કે પોતાના આ રાજાના દર્શન માટે પ્રજા આવતી હતી તો તે બારી માંથી પોતાના પગ પસાર કરતા હતા. જનતાના અનાદરનું પરિણામ એ થયું કે તેના રાજ્યનું પતન થઇ ગયું આવી રીતે પ્રતાપી વંશની ઇતિ થઇ જાય છે.

રઘુવંશના રાજાઓનું નામ આ પ્રમાણે છે:

૧. દિલીપ ૨. રઘુ ૩. અજ ૪. દશરથ ૫. રામ ૬. કુશ ૭. લવ ૮. અતિથી ૯. નીષધ ૧૦. નલ ૧૧. નભ ૧૨. પુન્દારિક ૧૩. ક્ષેમધન્વા ૧૪. દેવાનીક ૧૫. અહીનગુ ૧૬. પારીયાત્ર ૧૭. શીલ ૧૮. ઉન્નાભ ૧૯. વજ્રનાભ ૨૦. શંખણ ૨૧. વ્યુશીતાસ્વ ૨૨. વિશ્વસહ ૨૩. હિરન્યનાભ ૨૪. કૌશલ્ય ૨૫. બ્રહીમષ્ઠ ૨૬. પુત્ર ૨૭. પુષ્ય ૨૮. ધ્રુવ સન્ધિ ૨૯. સુદર્શન ૩૦. અગ્નીવર્ણ  

Leave a reply:

Your email address will not be published.

Site Footer