કળીયુગમાં પણ છે ભગવાન રામ, આ મહેલ રૂપી મંદિરમાં આપે છે દરરોજ રાત્રે દર્શન

આજે અમે જણાવીશું એક એવી જગ્યા વિશે જ્યાં આજે પણ ભગવાન રામ વસે છે, ત્યાં આજે પણ ભગવાન રામનો દરબાર લાગે છે અને ત્યાં ભગવાન રામની પૂજા નથી થતી પરંતુ રાજા રામની પૂજા થાય છે.

આજે અમે જણાવીશું મધ્ય પ્રદેશના ઓછરા શહેરમાં જ્યાં રાજા રામનો દરબાર ભરાય છે. મધ્યપ્રદેશના ઓછરા શહેરમાં રહેતા લોકો આવું માને છે કે સવારના સમયે ભગવાન રામ અહી આવે છે અને દરબાર લગાવે છે આ મહેલમાં દિવસ દરમિયાન પાચ વાર પોલીસ ગાર્ડ દ્વારા ઓફ ઓનર પણ આપવામાં આવે છે.

આ મહેલ સાથે જોડાયેલી માન્યતા છે કે સવંત ૧૬૦૦ માં ઓરછા કે શાસક મધુકર શાહ હતા જે સ્વયં કૃષ્ણ ભક્ત હતા અને તેની રાણી રામ ભક્ત હતી. એક વખતની વાત છે રાજાએ રાણીને કૃષ્ણ ઉપાસના માટે વૃંદાવન જવા માટે કહ્યું પરંતુ રાણી ને ભગવાન રામની પૂજા કરવી હતી. આ વાત થી રાજા નારાજ થઇ ગયા અને કહ્યું કે તું રામની એટલી મોટી ભક્ત હોય તો શ્રી રામને ઓરછા માં વિરાજમાન કરો. જેને સાંભળીને રાણીએ અયોધ્યા જઈ તપસ્યા કરવાનું વિચાર્યું.

ત્યાર બાદ રાણી અયોધ્યા જઈને તપસ્યા કરવા લાગી, ઘણા દિવસો સુધી રાણીને ભગવાન શ્રી રામના દર્શન ના થયા અને તેથી તે નિરાશ થઇ ને સરયુ નદીમાં કુદી પડી, સરયુ નદીમાં પડ્યા પછી પાણીની અંદર જ રાણીને ભગવાન શ્રી રામના દર્શન થયા અને રાણીને ભગવાન રામે બચાવી લીધા. ત્યાર પછી ભગવાન શ્રી રામ રાણી સાથે તેમના મહેલમાં વિરાજમાન થવા માટે આવ્યા.

Leave a reply:

Your email address will not be published.

Site Footer