એવું તે શું થયું કે પોતાના પતિ ને રોજ ગાળો દેતી હતી રાની મુખર્જી,  સાંભળો તેના મોઢેથી જ તેનું કારણ 

રાની મુખર્જી બોલિવૂડમાં એક ખૂબ જ મોટું નામ છે. 21 માર્ચ 1978 ના રોજ મુંબઈ માં જન્મેલી રાની મુખર્જી અત્યારે પોતાનો 43 મો જન્મદિવસ મનાવી રહી છે. તે બંગાળી પરિવારથી તાલુક રાખે છે. તેમની પહેલી ફિલ્મ પણ બંગાળી હતી. 1996 માં આવેલી બીએરફૂલ થી તેણે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ વર્ષ તેણે પોતાની પહેલી બોલીવુડ ફિલ્મ રાજા કી આયેગી બારાત પણ કરી હતી.

2014માં રાની બોલીવુડના ફેમસ ડાયરેક્ટર યશ ચોપરાના મોટા પુત્ર આદિત્ય ચોપરા સાથે લગ્ન કરીને સેટ થઈ હતી. 2018 માં નેહા ધૂપિયા ના ચેટ શો માં રાની મુખરજીએ જણાવ્યું હતું કે તે રોજ પોતાના પતિ ને ગાળો દેતી હતી અને ઝઘડો પણ કરતી હતી.

આ ટોક શો દરમિયાન નેહા એ રાની ને પૂછ્યું હતું કે શું તે ક્યારેય ગુસ્સે થાય છે અથવા તો ગાળો આપે છે. તો એના જવાબમાં રાની એ કહ્યું હતું કે તે રોજ પોતાના પતિ પર ગુસ્સે થાય છે અને ગાળો આપે છે એવું બોલીને રાની હસવા લાગી હતી.

રાનીએ આગળ કહ્યું હતું કે આદિત્ય ખૂબ જ કેરિંગ અને સ્વીટ વ્યક્તિ છે. બસ ક્યારેક ક્યારેક પ્રેમમાં તેના માટે ગાળો નીકળી જતી હોય છે. પરંતુ તે કોઈ વ્યક્તિને ગાળ આપી રહી છે તો તેનો મતલબ એ છે કે તે તેને ખૂબ જ પ્રેમ કરે છે. અમારા ફેમિલી માં જ્યારે કોઈ ગુસ્સે થાય છે તો એકબીજાને ક્યાં પ્રેમથી પોતાની નારાજગી વ્યક્ત કરતા હોય છે, તેના સિવાય રાણીએ પોતાના પતિની તારીફ કરતા આગળ જણાવ્યું હતું કે તે બેસ્ટ ડાયરેક્ટર છે.

રાની અને આદિત્ય ની પહેલી મુલાકાત મુજસે દોસ્તી કરોગે ના ફિલ્મના સેટ પર થઈ હતી. જ્યારે રાણી ની ફિલ્મો કોઈ ખાસ કમાલ કરી રહી ના હતી, ઘણા લોકોએ આદિત્યને કહ્યું હતું કે તે રાણીને પોતાના ફિલ્મમાં ન લે પરંતુ આદિત્ય ને રાની પર વિશ્વાસ હતો. તેને લાગતું હતું કે તે આ રોલ માટે એકદમ પરફેક્ટ છે.

રાની સાથે જોડાયેલો એક વધુ રસપ્રદ કિસ્સો પણ છે. તેની સલમાન ખાનના પિતા અને રાઈટર સલીમ ખાને ૧૯૯૪ માં આવેલી આ ગલે લગ જા ફિલ્મની ઓફર કરી હતી. પરંતુ રાણીના પિતાશ્રીએ તેને આ ફિલ્મ કરવા દીધી ન હતી. ત્યારે રાણી ફક્ત ૧૬ વર્ષની હતી. તે નહોતા ચાહતા કે આટલી નાની ઉંમરમાં તેની પુત્રી એક્ટિંગ કરે ત્યાર પછી આ ફિલ્મમાં ઉર્મિલા માતોડકર ને મળી ગઈ હતી.

તેના અવાજની લઈને પણ ખૂબ જ વિવાદ થયો હતો તેમના કરિયરની શરૂઆતમાં લોકોને તેઓ નો અવાજ પસંદ આવ્યો ન હતો. ગુલામ ફિલ્મમાં આમિર ખાન એ રાની ની અવાજ ડબિંગ કરાવી દીધી હતી. જોકે કુછ કુછ હોતા હૈ ફિલ્મમાં તેમનો સાચો અવાજ વાપરવામાં આવ્યો હતો. તો બધી જગ્યાએ તેની તારીફ થઈ હતી, પછી થી રાની ને આમિર એ ફોન કરી ને ગુલામ ફિલ્મ માટે તેનો અવાજ ન લેવા માટે માફી માંગી હતી.

રાની બોલિવૂડમાં કુછ કુછ હોતા હૈ, મન, હેલો બ્રધર, બાદલ, હદ કરદી આપને, હર દિલ જો પ્યાર કરેગા, નાયક, સાથીયા, ચલતે ચલતે, કલ હો ના હો, યુવા, હમ તુમ, વીર જારા, બ્લેક, કભી અલવિદા ના કહેના, મરચાં અને મર્દાની ટુ જેવી હિટ ફિલ્મો આપી ચૂકી છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer