જ્યોતિષ આચાર્યના જણાવ્યા અનુસાર આ ૪ રાશિના જાતકોના ખુલશે ભાગ્યના દ્વાર, જીવનમાં આવશે સમૃદ્ધિ…

મેષ : આજે વિદેશ રહેતા મિત્રો અને સ્વજનોના સમાચાર તમને ભાવુક કરી દેશે. તમારી ઓળખાણનો ફાયદો આજે તમને મળશે. ઘણા સમયથી અધૂરા રાખેલ કામ આજે પૂરા કરો. પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લઈ શકશો. પરિવારમાં કોઈના સહયોગથી નવો વેપાર શરૂ કરી શકશો.

વૃષભ : આજે એવું લાગે છે કે અમુક વસ્તુઓ આજે તમારા હકમાં રહેશે. તણાવ વધશે. દાંપત્ય જીવનમાં સ્થિતિ સામાન્ય થઈ જશેને? આજે નોકરી કરવાની જગ્યાએ તમને સફળતા મળશે. અમુક સમય પોતાની માટે પણ કાઢો. સહપરિવાર આજે કોઈ જગ્યાની યાત્રા કરવાના યોગ છે.

મિથુન : આજે નોકરી કરતાં મિત્રોએ થોડું સંભાળવું સિનિયર સાથે બોલચાલ થઈ શકે છે. તમારી સમજદારીથી કામ નહીં કરો તો મુશ્કેલીઓ વધતી જશે. તમારા બાળકઓ સાથે આજે સમય પસાર કરી શકશો. વેપારીઓને પણ આજે ખૂબ મુશ્કેલી ભરેલો દિવસ રહેશે.

કર્ક : આજે મહેનત વધુ કરવાની રહેશે. આજે માનસિક ચિંતા પણ વધશે. યાત્રામાં નાની મોટી તકલીફ થઈ શકે છે. વધારાનો ખર્ચ થશે. વેપારમાં અટકેલું ધન પરત મસલહે. તમારા પ્રિયજન તમારી પાસેથી સમય સમય પર ભેટની અપેક્ષા રાખશે. નવા કામની શરૂઆત કરવા માટે આજનો દિવસ યોગ્ય નથી.

સિંહ : સફળતા મળવાથી આજે પ્રસન્ન રહેશો. મકાન બદલવા માંગતા હોવ તો સારો દિવસ છે. વેપારમાં આજે લાભ થશે. તમારા જૂના મિત્રો સાથે મુલાકાત થશે. આજે તમને પોતાના પર ભરોસો થશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. સ્વાસ્થ્ય માટે આજે બહુ સમય નહિ કાઢી શકો.

કન્યા : આવકમાં વધારો થવાના રસ્તા મળશે. બીજાની આશા આજે રાખવી નહીં. કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાં તમને અમુક લોકોની મદદ મળશે. તમારી હોશિયારીથી તમારા અટકેલા કામ તમે પૂરા કરી શકશો. આજે બીજાની વાત પર બહુ વિશ્વાસ કરવો નહીં. તમારા પોતાના વિચારોને મહત્વ આપો.

તુલા : આજે જેટલી મહેનત કરશો તેનું પરિણામ તમને જલ્દી જ જોવા મળશે. વેપાર વધવાથી ખુશી થશે. દાંપત્ય જીવનમાં ઉતારચઢાવ આવી શકે છે. કોઈ જૂનો રોગ આજે તમને હેરાન કરી શકે છે. આજે પિતાની તબિયતને લઈને ચિંતા વધી શકે છે.

વૃશિક : આજે ભવિષ્યની યોજનાઓ પર ધ્યાન આપી શકશો. શારીરિક શ્રમ પડશે. પારિવારિક જવાબદારીઓ પૂરી કરવા માટેનો બેસ્ટ સમય. આજે તમારા પ્રિયજન સાથે બહાર ફરવા માટે જઈ શકો છો. પિતાનું સ્વાસ્થ્ય ખરાબ થશે.

ધન : આજે ગુસ્સા પર કાબૂ રાખો. આજે દેવું થયેલ હતું તેનાથી છુટકારો મળી શકે છે. આજે સ્વાસ્થ્યને લઈને બેદરકારી ભારે પડી શકે છે. આધ્યાત્મિક સુખ શાંતિ માટે સારું વાતાવરણ મળશે. માતા પિતાના આશીર્વાદથી વેપારમાં વધારો થશે. ઘરમાં સુખ શાંતિ બની રહેશે.

મકર : આજે પ્રગતિના યોગ બની રહ્યા છે. પૈસાને લઈને ચિંતા વધી શકે છે. સમયને આજે વેસ્ટ કરવો નહીં. તમારા વર્તનથી આજે તમારા જીવનસાથી તમારાથી નારાજ થઈ જશે. તમારા પાડોશી તમારા ઘરમાં કોઈ મુશ્કેલી નાખી શકશે. આવકમાં વધારો કરી શકશો.

કુંભ : પિતા અથવા વડીલથી આજે લાભ થશે. કીમતી અને મહત્વપૂર્ણ વસ્તુઓને સાચવીને રાખવી. મહેનતથી જ સફળતા મળશે એટલે તમને આપવામાં આવેલ કામ ખૂબ ઈમાનદારી અને હોશિયારીથી કરો. સોના-ચાંદીના વેપારીઓને પણ સારો લાભ થશે. જીવનસાથી સાથે મજબૂત સંબંધ થશે.

મીન : આજે કોઈ મોટી ઘટના કે યોજનાના ભાગીદાર બની શકશો. તમારા કામના વખાણ થશે અને તમને ઈનામ પણ મળશે. વેપારમાં વધારે પૈસા કમાવવાના રસ્તામાં આવતી મુશ્કેલીઓ દૂર થશે. કોઈપણ ડીલ કે પ્રોજેક્ટમાં સફળતા પણ મળશે. જીવનસાથીનું સ્વાસ્થ્ય બગડી શકે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer