મેષ- અ, લ, ઇ(Aries):
કોઈપણ પ્રકારની પ્રતિસ્પર્ધામાં સફળતા મળવાની ઉત્તમ સંભાવના છે, તેથી પૂરું ધ્યાન તમારા લક્ષ્ય પ્રાપ્તિમાં લગાવવું. પરિવાર તથા સંબંધીઓ સાથે સંબંધમાં ખટાશ નો આવવા દેવી, કારણકે આવા પ્રકારના મતભેદ થવાની આશંકા બની રહી છે. ઘર પરિવર્તનની યોજના બનાવી રહ્યા છો, તો તેના પર પહેલાં ગંભીરતાથી વિચાર કરી લેવો. રક્ત સંબંધી કોઈ ઈન્ફેક્શન થઈ શકે છે. તમારો પૂરો ચેકઅપ કરાવવો અને યોગ્ય નિદાન કરાવવું. શુભ અંક :- ૯ શુભ રંગ :- બદામી
વૃષભ – બ, વ, ઉ (Taurus):
સમયની સાથે કરેલા કાર્યો નું પરિણામ પણ સારું મળી શકે છે, તેથી તમારી યોગ્યતા અને પ્રતિભાને સમજવું તથા તેને સાચી દિશામાં લગાવવું. બીજા પર વધુ નિર્ભર ન રહીને ખુદ પર વિશ્વાસ રાખવાનો સમય છે. આજના દિવસે ગ્રહ ગોચર તમારા માટે ફાયદાકારક પરિસ્થિતિ પણ બનાવી રહ્યું છે. કોઈ સંબંધી થી પૈસાની લેવડદેવડ ને લઈને ગેરસમજ ઉત્પન્ન થઇ શકે છે. કોઈ સંબંધી થી સંબંધિત સારા સમાચાર મળવાથી ઘરમાં ઉલ્લાસ ભર્યો માહોલ હશે. શુભ અંક :- ૧ શુભ રંગ :- સફેદ
મિથુન – ક, છ, ઘ(Gemini):
ઘરમાં કોઈ ધાર્મિક આયોજન થવાના હેતુ વિચારવિમર્શ થશે. પરિવારમાં કેટલાક સમયથી ચાલી રહેલી અવ્યવસ્થા દૂર કરવા માટે તમે કેટલાક મહત્વપૂર્ણ નિયમ બનાવશો અને તેમાં કામયાબ રહેશો. મહેમાનના આગમન થી ઘર આનંદમાં રહેશે. ખર્ચ કરતા સમયે પોતાના બજેટને ધ્યાનમાં રાખવું. કોઇપણ બહારના વ્યક્તિ સાથે ઝઘડો કે અન બન જેવી સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે. શુભ અંક :- ૬ શુભ રંગ :- સોનેરી
કર્ક – દ, હ(Cancer):
આજે કોઈ પણ મુશ્કેલ કાર્ય સમજી-વિચારીને તથા શાંતિપૂર્વક રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. કોઈ પ્રિય વ્યક્તિની મદદ કરવામાં સમય વ્યતીત થશે, જેમાં તમને આત્મિક ખુશી મળશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્ય પ્રત્યે તમારી રુચિ રહશે. વ્યવસાયિક કાર્યમાં વધુ સજાગ રહેવાની જરૂર છે. પાડોશી સાથે કોઈ વિષય પર વાદ-વિવાદ ઉત્પન્ન થાય તેવી સંભાવના છે. વિવાહિત જીવન ઠીક રહશે. શુભ અંક :- ૫ શુભ રંગ :- પીળો
સિંહ – મ, ટ(Leo):
બાળકોની શિક્ષા અને કરિયર સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ કાર્ય આજે પૂરા કરવામાં સમય વ્યતીત થશે. તમારું સ્વાભિમાન અને આત્મવિશ્વાસ તમને ઉન્નતિ તથા સન્માન માં સહાયક રહેશે. કોઈ નજીક ના સંબંધી સાથે ચાલી રહેલ વાદવિવાદનું નિવારણ આવશે. આજે આર્થિક સંકટ આવી શકે છે, તેથી ધૈર્ય બનાવીને રાખવું. વ્યવસાયિક દ્રષ્ટિથી સમય ચેલેન્જ વાળો છે. આજના દિવસે તમારી કાર્ય ક્ષમતા સાબિત કરવા માટે વધુ પ્રયત્ન અને સંઘર્ષ કરવો પડશે. શુભ અંક :- ૩ શુભ રંગ :- લીલા
કન્યા – પ, ઠ, ણ(virgo):
આજે સમાજસેવી સંસ્થા માં સહયોગ સંબંધી કાર્યોમાં સમય વ્યતીત થશે. જો પ્રોપટી સંબંધી કાર્યો માટે પ્રયત્ન કરતા હોય તો આજે દિવસ સારો છે. યુવા વર્ગને પોતાની મહેનત અનુસાર ઉચિત પરિણામ મળવાથી શાંતિ અને રાહતનો અનુભવ થશે. આજના દિવસે તમારા અહમ અને ક્રોધ પર નિયંત્રણ રાખવું. વ્યવસાયિક નવા પ્રભાવશાળી સંપર્ક બનશે. પરિવારની સાથે મનોરંજન અને ડિનર માટે પ્રોગ્રામ બનાવવો. શુભ અંક :- ૪ શુભ રંગ :- ગુલાબી
તુલા – ર,ત(libra):
આજે સમાજ સેવી સંસ્થા ના કાર્યોમાં સમય પસાર થશે. જો પ્રોપર્ટી ખરીદવા માટે પ્રયત્ન કરી રહ્યા છો, તો આજનો દિવસ સારો છે. આજે વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિ પ્રત્યે વધુ ધ્યાન કેન્દ્રિત રહેશે. કોઈ બહારની વ્યક્તિ ને કારણે તમને ધન સંબંધિત નુકસાન થઈ શકે છે. જીવનસાથીની અસ્વસ્થતા ને કારણે ઘરના કાર્યોમાં મદદ કરવાથી તમારા સંબંધમાં વધુ મજબૂતાઈ આવશે. શુભ અંક :- ૪ શુભ રંગ :- જાંબલી
વૃશ્ચિક – ન,ય(scorpio):
આજે ગ્રહની સ્થિતિ તમારા ભાગ્યને વધુ બળ પ્રદાન કરી શકે છે. સંતાન ની સિધ્ધિ થી ખુશી રહેશે. પ્રોપર્ટી કે વાહન સંબંધિત લોન લેવાનો પ્લાન બનાવી રહ્યા છો તો પહેલા આ વિષય પર વિચાર કરી લેવો, કારણ કે આજના દિવસે ગોચર તમારા પક્ષમાં નથી. તેથી વધુ ખર્ચ સામે આવી શકે છે. પાછળના કેટલાક સમયથી ધન સંબંધિત મુશ્કેલીઓને કારણે પ્રોડક્શનના કામ રોકાયેલા હતા, આજે તે ફરી શરૂ થઈ શકે છે. શુભ અંક :- ૭ શુભ રંગ :- લીલો
ધનુ – ભ,ફ,ઢ, ધ(sagittarius):
કેટલાક નજીકના લોકો સાથે ની મુલાકાત સારું પરિણામ લાવી શકે છે અને લાભકારી પરિસ્થિતિ બનાવી શકે છે. સામાજિક સ્તર પર તમને એક નવી ઓળખ મળશે. ઘરનું વાતાવરણ સારું બનાવવા માટે તેની સુખ સુવિધાનું ધ્યાન રાખવું. સવાર સવારમાં કોઈ નજીકના સંબંધી સાથે બોલચાલ થઈ શકે છે. તમારા ગુસ્સા પર કાબૂ રાખવો. તમારા પરિવાર પ્રત્યે પૂરી રીતે સમર્પિત થવું અને સાર સંભાળ લેવાથી ઘરમાં શાંતિ ભરેલું વાતાવરણ રહેશે. શુભ અંક :- ૫ શુભ રંગ :- નીલો
મકર – ખ, જ(Capricorn):
આજે સુખ સુવિધા જેવી વસ્તુ ખરીદવામાં મોટાભાગનો સમય વ્યતીત થશે. તમારી પ્રતિભા અને ક્ષમતાને નિખારવામાં કેટલોક સમય વ્યતીત કરવો. સમાજમાં તમારી છબી વધુ સારી બનશે. કાર્યક્ષેત્રમાં કોઈપણ નિર્ણય એકલા ન લેવો પરંતુ ટીમવર્ક બનાવી ને કામ કરવાથી સારું રહેશે. પરિવારની સાથે હરવા-ફરવા માં તથા ડિનર પર જવાનો પ્રોગ્રામ બનશે. કોઈ કોઈ સમયે થાક અને બેચેની જેવી સ્થિતિનો અનુભવ કરી શકો છો.શુભ અંક :- ૮ શુભ રંગ :- આસમાની
કુંભ – ગ, શ, સ(Aqarius):
આજે તમે તમારા આત્મવિશ્વાસ અને મનોબળ ના આધારે કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સક્ષમ રહશો. કોઈ અનુભવી અને પ્રતિભાશાળી વ્યક્તિથી મુલાકાત તમારી આર્થિક સ્થિતિને સારી બનાવવામાં મદદ કરશે. ઘરના વડીલ નો સ્નેહ અને આશીર્વાદ તમારા જીવનની સૌથી મોટી પૂંજી છે. કેટલોક સમય બાળકોની મુશ્કેલીને સાંભળવામાં અને તેના નિવારણ માં વ્યતીત કરવો જરૂરી છે. દાંત્યજીવન મધુર રહેશે. પરિવાર ના લોકો સાથે મનોરંજન માં સારો સમય વ્યતીત થશે. શુભ અંક :- ૫ શુભ રંગ :- ક્રીમ
મીન – દ, ચ, ઝ, થ(Pisces):
બદલતા પરિવેશને કારણે જે તમારી નવી નીતિઓ બનાવી છે, તે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. વીમા કે નિવેશ સંબંધી કોઈ પ્લાન કરી રહ્યા છો, તો તે તમારા માટે શુભ રહેશે. પરિવારની સાથે ફરવા જવાનો અને મોજ-મસ્તી કરવા માટેનો ઉત્તમ સમય છે. યુવાવર્ગે પોતાના અભ્યાસ સંબંધિત જોબ મળવાની સંભાવના બની રહી છે. વાસ્તુ સંબંધિત નિયમો દ્વારા સુધાર લાવવા થી વાતાવરણ વધું પોઝિટિવ બનશે. શુભ અંક :- ૬ શુભ રંગ :- કેસરી