જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ… શુભ અંક અને શુભ રંગ સાથે! તા. ૧૫/૦૭/૨૦૨૧

મેષ- અ, લ, ઇ(Aries):

આજે તમે તમારા પરિવાર ના લોકો ની જીંદગી ને પ્રેમથી ભરી દેશો. આજનો દિવસ પરિવારની સાથે વ્યતીત કરવો. ઓફિસ જતાં લોકો માટે આજે દિવસ ખૂબ સારો રહેશે. વિદ્યાર્થીએ જે મહેનત કરી હતી, તેનું પરિણામ તેને અંતે જરૂર મળશે. કરિયરના વિષયમાં દિવસ શુભ રહેશે. આજે તમારે કેટલાક નવા રસ્તાની શોધવાની જરૂર છે, જેનાથી તમને યોગ કંટાળાજનક ન લાગે. શુભ અંક :- ૨ શુભ રંગ :- સફેદ

વૃષભ – બ, વ, ઉ (Taurus):

આજના દિવસે પારિવારિક સંબંધોમાં પ્રેમ અને સદભાવના રહશે. તમે ખુદ પણ પરિવારના લોકોની નજીક રહેશો. આજે વ્યવસાય વધારવા માટે કેટલીક નીતિ નક્કી કરી તેના પર કાર્ય કરવું ઉચિત રહશે. શારીરિક તબિયત સારી રાખવા માટે કરેલા પ્રયત્નો સફળ રહેશે. તમારી આ યોજના તમને સારું પરિણામ આપી શકે છે. કુંભ રાશિના વ્યવસાયિક લોકો માટે સામાજિક ગતિવિધિમાં રુચિ રાખવી ફાયદાકારક થઈ શકે છે. શુભ અંક :- ૬ શુભ રંગ :- જાંબલી

મિથુન – ક, છ, ઘ(Gemini):

પાછળના કેટલાક સમયથી તમે તમારી આંતરિક ઊર્જાને સમજવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા, તેને કારણે તમારા વ્યવહારમાં પરિવર્તન આવશે. જીવનસાથીના સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલી માં તેનો સહયોગ કરવો. માથાનો દુખાવો અને માનસિક થાક રહેશે. વધું વિચારમાં સમય વ્યતિત ન કરવો તથા થોડો સમય તમે તમારા રુચિ પૂર્વક કાર્ય માં વ્યતીત કરશો. શુભ અંક :- ૭ શુભ રંગ :- વાદળી

કર્ક – દ, હ(Cancer):

આજે કેટલાક સમય તમારા મનપસંદ કાર્ય કરવામાં પસાર થશે. પાર્ટનરશીપ સંબંધી કોઈપણ કાર્યમાં પારદર્શિતા બનાવી રાખવી ખૂબ જરૂરી છે. થોડી ગેરસમજ સંબંધને ખરાબ કરી શકે છે. નિવેશ સંબંધિત કોઈપણ ગતિવિધિમાં આજે પૈસા ન લગાવતા. કોઇપણ નિવેશ કરતાં પહેલાં તેના સંબંધિત પૂરી જાણકારી મેળવવી અતિ આવશ્યક છે. આજે દિનચર્યા સંબંધિત કાર્યમાં ઊર્જાની સાથે ધ્યાન લગાવી શકશો. શુભ અંક :- 9 શુભ રંગ :-  સોનેરી

સિંહ – મ, ટ(Leo):

આજના દિવસે તમે મહેનતની સાથે સફળતા મેળવી શકો છો, જો ઘરમાં કોઈ નવી વસ્તુ કે ઇલેક્ટ્રોનિક વસ્તુની ખરીદારી ની યોજના બનાવી રહ્યા છો, તો આજે સ્થગિત રાખવી. કારણકે અત્યારે સમય અનુકૂળ નથી. પ્રોપર્ટી થી સંબંધિત વ્યવસાય સફળ રહેશે. સરકારી ક્ષેત્ર સંબંધિત કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. કોઈ વરિષ્ઠ વ્યક્તિ કે ઉચ્ચાધિકારી સાથે વિવાદ કે ઝઘડો થઈ શકે છે, તેથી ધીરજ રાખવી ખૂબ જરૂરી છે. શુભ અંક :- ૮ શુભ રંગ :- કેસરી

કન્યા – પ, ઠ, ણ(virgo):

આજ કોઈ ધાર્મિક આયોજનમાં તમે ભાગ લઈ શકો છો. તમે કાર્યક્ષેત્રમાં કેટલાક મજબૂત તથા મહત્વપૂર્ણ નિર્ણય લેશો, તો તમારા માટે ઘણાં ફાયદાકારક સાબિત થશે. સ્વાસ્થ્ય ઠીક રહેશે, પરંતુ મોસમી બીમારીઓ થી બચીને રહેવું. જો તમે ઘરમાં બદલાવ કરવા ઈચ્છતા હોય કે ઘર બદલવા માંગતા હોય, તો આજે તેનો નિર્ણય લેવો ઉચિત રહેશે. પરિવારની સાથે સંબંધો સુધરવા લાગશે. શુભ અંક :- ૧ શુભ રંગ :- વાદળી

તુલા – ર,ત(libra):

કાર્યક્ષેત્રમાં પાછલા કેટલાક સમયથી ચાલી રહેલા તણાવથી રાહત મળશે. જીવનસાથીની અસમર્થતાને કારણે ઘર તથા વ્યવસાય બંને જગ્યાએ સંતુલન બનાવી રાખવામાં સક્ષમ રહશો. ઘર તથા પારિવારિક વ્યવસ્થા પણ ઉચિત રહેશે. તબિયત સારી રહશે, પરંતુ તમારા બ્લડ પ્રેશરની નિયમિત રીતે ચેક કરતું રહેવું. પાર્ટનરશીપ ના વ્યવસાયમાં અત્યારે વર્તમાન ગતિવિધિ પર ધ્યાન દેવું, તેમાં નવા કાર્યની શરૂઆત ન કરવી. શુભ અંક :- ૫ શુભ રંગ :- નીલો

વૃશ્ચિક – ન,ય(scorpio):

તમારા મગજમાં ભવિષ્ય માટેની યોજનાની વ્યુહરચના બની શકે છે, જે ઘર તથા વ્યવસાય બંને માટે સારી સાબિત થશે. આજના દિવસે ભાઈ બહેન સાથે વાદ વિવાદ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં કેટલીક સુધાર સંબંધી નિર્માણમાં વધુ ખર્ચ થઈ શકે છે, પરંતુ આવકના માર્ગ પણ રહેશે, તેથી આર્થિક સંબંધિત મુશ્કેલી નહીં આવે. આજે કોઈ વિષયને લઈને વધું વિચાર ન કરવો. પાર્ટનરશીપ ના વ્યવસાયમાં મુશ્કેલી વધી શકે છે. શુભ અંક :- ૩ શુભ રંગ :- ક્રીમ

ધનુ – ભ,ફ,ઢ, ધ(sagittarius):

વધુ મહેનતને કારણે થાક લાગવાની ફરિયાદ રહી શકે છે. પૈસા નો યોગ્ય ખર્ચ કરવો યોગ્ય રહેશે. તમારા લક્ષ્ય પ્રાપ્તિ માટે તમારા દ્વારા બનાવેલી યોજના સહાયક થઇ શકે છે, તોપણ વધુ સતર્કતા રાખી ને આગળ વધતું રહેવું. કેરિયર સબંધી વાતોમાં દૂર દૃષ્ટિકોણ રાખી યોજના બનાવશો. urine infection ની તકલીફ થઈ શકે છે. સ્ત્રીઓ માટે આજનો દિવસ ખૂબ સારો રહેશે. શુભ અંક :- ૮ શુભ રંગ :- મજેન્ટા

મકર – ખ, જ(Capricorn):

બાળકને કોઈ સમસ્યાને ઉકેલવામાં તમારો સહયોગ સરો રહેશે. આળસને તમારી ઉપર હાવી ન થવા દેવી, કારણકે તેને કારણે તમારા ઘણા મહત્વપૂર્ણ કામ અટકી શકે છે. આજના દિવસે ઇજા કે એક્સિડન્ટ થવાની આશંકા રહશે, તેથી વાહન સાવધાનીપૂર્વક ચલાવવું અને તમારું ધ્યાન રાખવું. પતિ-પત્નીના સંબંધો સારા રહી શકાય છે, પરંતુ કોઇ નજીકના સંબંધી ના હસ્તક્ષેપને કારણે કેટલીક ગેરસમજ પૂરી થઈ શકે છે. શુભ અંક :- ૩ શુભ રંગ :- લીલો

કુંભ – ગ, શ, સ(Aqarius):

સામાજિક અને રાજનૈતિક ગતિવિધિમાં આજે તમારો વધુ સમય પસાર થશે. વિદ્યાર્થીવર્ગ પોતાને કાર્યક્ષમતા પર પૂરો વિશ્વાસ રાખવાની જરૂર છે. વ્યવસાયિક ક્ષેત્રમાં તમારી યોજના સફળ રહેશે. આજના દિવસે તમારું ધ્યાન કેટલીક નકારાત્મક ગતિવિધિ તરફ આકર્ષાઇ શકે છે. ગોઠણ તથા પગનો દુખાવો વધી શકે છે. સ્થાન પરિવર્તનનો યોગ બની રહ્યો છે. આ પરિવર્તન તમારા માટે લાભદાયક રહેશે. શુભ અંક :- ૧ શુભ રંગ :- લાલ

મીન – દ, ચ, ઝ, થ(Pisces):

આજે ધાર્મિક સંબંધિત કાર્યમાં વ્યસ્ત થતા રહેશે. સમાન વિચારશૈલી વાળા કોઈ વ્યક્તિનો સંપર્ક કરવાથી તમારા મનમાં પ્રસન્નતા રહેશે. ગળા સંબંધિત તકલીફ થઈ શકે છે. ભાવનાત્મક રૂપથી એકલાપણું અનુભવી શકો છો, જેને દૂર કરવામાં થોડો સમય પાણી ની આસપાસ પસાર કરવો. અચાનક વધેલા ખર્ચને કારણે થોડો તણાવ રહેશે. આજે વ્યવસાય માં વધું રહેશે, પરંતુ મોટાભાગના કામ સમય સાથે થઈ જશે. શુભ અંક :- 9 શુભ રંગ :- કેસરી

Leave a reply:

Your email address will not be published.

Site Footer