જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ… શુભ અંક અને શુભ રંગ સાથે! તા. ૨૬/૦૭/૨૦૨૧

મેષ- અ, લ, ઇ(Aries):

તમારો કેટલોક સમય કુદરતી વસ્તુઓની નજીક રહીને વ્યતીત કરશો. તેનાથી તમને માનસિક શાંતિની પ્રાપ્તિ થશે. ઘરમાં કોઈ વાતને લઈને વાતાવરણ બગડી શકે છે, પરંતુ તમારો સહયોગ વ્યવસ્થાને સંભાળી લેશે. વ્યવસાય આવશ્યક કાર્યમાં કેટલીક અડચણ આવશે. આજના દિવસે ગ્રહ શાંતિ તમારા પક્ષમાં નથી. શારીરિક અને માનસિક થાક હાવી થઈ શકે છે. આજના દિવસે વર્તમાન નકારાત્મક વાતાવરણ થી બચવું. શુભ અંક :- ૯ શુભ રંગ :- લાલ

વૃષભ – બ, વ, ઉ (Taurus):

સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. આજે કોઈ પણ કામ જલ્દી માં કરતા પહેલા તેના દરેક ભાગ પર સારી રીતે વિચાર જરૂર કરી લેવો, કારણ કે સમય અનુકૂળ બનાવવા માટે કેટલીક મહેનત કરવી પડશે. ઘરમાં વડીલો તથા વરિષ્ઠ વ્યક્તિ નો માન સન્માન જાળવવું. ઓફિસમાં સહયોગી વચ્ચે સારો તાલમેલ રહેશે. વ્યવસાયમા જે વિસ્તાર સંબંધી યોજના બની રહી છે, તેના પર ધીરજ તથા ગંભીરતાથી કાર્ય કરવાની જરૂર છે. શુભ અંક :- ૫ શુભ રંગ :- પીળો

મિથુન – ક, છ, ઘ(Gemini):

તમે કોઈ નિર્ણય લેવામાં દિલ ની જગ્યાએ તમારી અંતરાત્માને સાંભળવું વધુ યોગ્ય રહેશે. તમારા ઘરમાં અને પુરુષાર્થ તમને દરેક કામમાં સફળતા અને સિદ્ધિ અપાવશે. ઘરની ગતિવિધિમાં તમારો સહયોગ રહેશે. ભાઈઓની સાથે સંબંધ મધુર બનાવી ને રાખવા. આજના દિવસે માર્કેટિંગ સંબંધિત કાર્યમાં સમય વ્યતીત કરશો. પતિ-પત્ની બંને ઘર અને વ્યવસાયમાં સાયુજ્ય બનાવીને રાખવામાં અને પરીવાર તથા સંબંધો ને વધુ મધુર બનાવશે. શુભ અંક :- ૫ શુભ રંગ :- ગ્રે

કર્ક – દ, હ(Cancer):

કેટલાક સમયથી અસ્તવ્યસ્ત થયેલ વસ્તુ આજે ફરી વ્યવસ્થિત થવાની શરૂ થઈ જશે. વ્યસ્તતા હોવા છતાં તમારા પરિવાર અને સંબંધીઓ સાથે કેટલોક સમય વ્યતીત કરશો, તેનાથી તમે તમારા મનને ઊર્જાવાન અને તણાવમુક્ત અનુભવ કરશો. આજના દિવસે ગ્રહ ગોચર તથા ભાગ્ય વ્યવસાયિક દૃષ્ટિ થી પૂર્ણ તમારા પક્ષમાં રહેશે. મીડિયા અથવા ફોન દ્વારા તમને મહત્વપૂર્ણ સૂચના મળી શકે છે. શુભ અંક :- ૧ શુભ રંગ :- સફેદ

સિંહ – મ, ટ(Leo):

કેટલોક સમય તમે તમારા શાંતિની શોધ માટે આત્મચિંતન દ્વારા શાંતિ મેળવી શકો છો. તમારી જીવનશૈલીમાં સુધાર લાવવા માટે પ્રયત્ન કરશો. ઘર સંબંધિત કોઈ કાર્ય રોકાયેલ છે, તો બીજી વાર શરૂ કરવા માટે ઉચિત સમય છે. ધ્યાન રાખો કે જલ્દી માં કરેલા કોઈ નિર્ણય માં ભૂલ થઈ શકે છે. તમારા કેટલાક સપના અધૂરા રહેવાને કારણે મન ઉદાસ રહેશે. પતિ-પત્ની વચ્ચે સાયુજ્ય નો અભાવ જોવા મળશે. શુભ અંક :- ૯ શુભ રંગ :- લીલો

કન્યા – પ, ઠ, ણ(virgo):

આજે દિવસ સારો ખરાબ પ્રભાવ દેવાવાળો રહેશે. બપોર પછી સમય સંપૂર્ણ અનુકૂળ રહેશે. વિદ્યાર્થીને ભાષા અનુરુપ પરિણામ મળવાથી તણાવમુક્ત અનુભવ કરશે. જરૂરત પડવાથી તમે તમારા શુભચિંતક દ્વારા સફળતા મળશે. દિવસની શરૂઆતમાં કેટલીક મુશ્કેલી રહેશે, પરંતુ જલ્દી અને ભાવુકતા માં કોઈ નિર્ણય ન લેવો. વ્યવસાયિક ગતિવિધિમાં થોડી મંદી રહેશે. આખો દિવસ વ્યસ્તતા પછી પારિવારિક સભ્યોની સાથે સમય વ્યતીત કરવાથી થાક દૂર થશે. શુભ અંક :- ૬ શુભ રંગ :- કેસરી

તુલા – ર,ત(libra):

મોટા ભાગનો સમય સામાજિક તથા બહારની ગતિવિધિમાં વ્યતીત થશે. અચાનક કોઇ મહત્વપૂર્ણ કામ થવાથી મનમાં પ્રસન્નતા રહેશે. સરકારી નોકરી માટે પ્રયત્ન કરતા વિદ્યાર્થી માટે ઉત્તમ સમય છે. ક્યારેક ક્યારેક તમે ગુસ્સામાં ખોટા શબ્દનો પ્રયોગ કરશો તેની નકારાત્મક અસર તમારા બાળકો પર પડી શકે છે. વ્યવસાયિક દૃષ્ટિએ સમય ધનદાયક છે. પારિવારિક જીવન સારું રહેશે, પરંતુ વ્યસ્તતાને કારણે તમે તમારા પરિવાર ને વધુ સમય નહીં આપી શકો. શુભ અંક :- ૩ શુભ રંગ :- સોનેરી

વૃશ્ચિક – ન,ય(scorpio):

આજે તમે આરામ કરવામાં અને શાંતિના મૂડમાં રહેશો. ગ્રહ ગોચર આર્થિક દ્રષ્ટિથી તમારા પક્ષમાં રહેશે. તમારા આવકના રસ્તા ખુલી શકે છે. નજીકના મિત્રો સંબંધીઓની સાથે સારો સમય વ્યતીત થશે. સંયુક્ત પરિવારમાં મતભેદ જેવી વાત પર વિચાર વિમર્શ થશે. વ્યવસાયમાં આજના દિવસે ફળદાયી સ્થિતિ નું નિર્માણ થશે. વ્યક્તિગત મુશ્કેલી ની અસર પારિવારિક જીવન પર પડશે. ધીરજ અને સંયમ બનાવીને રાખવું. શુભ અંક :- ૨ શુભ રંગ :- વાદળી

ધનુ – ભ,ફ,ઢ, ધ(sagittarius):

આજે તમે તમારી ચતુરાઈ અને બુધ્ધિ બળ થી કોઈપણ મુશ્કેલી નું સમાધાન કરવામાં સક્ષમ રહેશો.  તમારી યોગ્યતા અને કાબેલિયત ની સમાજમાં વાહ વાહ થશે. ઘરના વડીલોની સાથે કોઈ મંદિર કે ધાર્મિક સ્થળની યાત્રા નો પ્રોગ્રામ બની શકે છે. બીજાના વિષયમાં હસ્તક્ષેપ ન કરવો. સ્ત્રી વર્ગ એ પોતાના સાસરા પક્ષ સાથે સંબંધ મધુર બનાવીને રાખવો. દિવસની શરૂઆતમાં કેટલીક કારોબારી મુશ્કેલી આવશે, પરંતુ તમે તેનું નિરાકરણ કરવામાં સક્ષમ રહેશો. શુભ અંક :- ૭ શુભ રંગ :- પીળો

મકર – ખ, જ(Capricorn):

આજનો દિવસ મોટાભાગનો સમય મનોરંજન તથા આનંદપ્રમોદમાં વ્યતીત કરશો. તમારા નજીકના સંબંધીઓની સાથે સમય વ્યતીત કરવા થી તમારા સંબંધમાં વધુ મજબૂત થતા રહેશે. તમે તણાવ મુક્ત થઈને તમારા કાર્ય પ્રત્યે ધ્યાન આપી શકશો. આજે ભૂમિ સંબંધિત કોઇપણ કાર્યને સાવધાનીપૂર્વક કરવા થોડી ઘણી ભૂલ પણ નુકશાનનું કારણ બની શકે છે. શુભ અંક :- ૩ શુભ રંગ :- મજેન્ટા

કુંભ – ગ, શ, સ(Aqarius):

તમારું ધ્યાન વ્યર્થની ગતિવિધિથી દૂર કરી તમારા મહત્વપૂર્ણ કાર્ય તરફ કેન્દ્રિત કરવું. તમારી શારીરિક અને માનસિક ઊર્જાને સકારાત્મક બનાવી રાખવા માટે યોગા મેડિટેશન કરવું. વૈવાહિક સંબંધોને મધુર બનાવી રાખવામાં તમારે વિશેષ પ્રયત્ન કરવાની જરૂર છે. આ પ્રેમસંબંધમાં તમારો સમય નષ્ટ ન કરવો. આજના દિવસે આર્થિક સ્થિતિ સારી રહેશે. કારખાના અને મશીનરીથી સંબંધિત વ્યવસાય માં કોઈ મહત્વપૂર્ણ ઓર્ડર મળી શકે છે. શુભ અંક :- ૮ શુભ રંગ :- ક્રીમ

મીન – દ, ચ, ઝ, થ(Pisces):

આજના દિવસે પરિસ્થિતિ લાભકારી છે. ફક્ત વધુ મહેનત કરવાની જરૂર છે. કોઈ શુભચિંતક ની મદદથી તમારી કોઈ મહત્ત્વાકાંક્ષા પૂરી થઈ શકે છે. વિદ્યાર્થીઓને આશા અનુરૂપ પરિણામ મળવાથી શાંતિ રહેશે. વ્યવસાય ગતિવિધિમાં સુધાર આવશે. વાહન કે કોઈ મોંઘા ઇલેક્ટ્રોનિક ઉપકરણ ને ખરાબ થવાથી મોટો ખર્ચો સામે આવી શકે છે. ઘરની વ્યવસ્થાને લઈને પતિ-પત્ની વચ્ચે થોડા મતભેદ રહી શકે છે. પ્રેમ સંબંધમાં ભાવનાત્મક રહેશે. શુભ અંક :- ૧ શુભ રંગ :- જાંબલી

Leave a reply:

Your email address will not be published.

Site Footer