જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ… શુભ અંક અને શુભ રંગ સાથે! તા. ૨૯/૦૭/૨૦૨૧

મેષ- અ, લ, ઇ(Aries):

આજે પરિસ્થિતિઓ માં સકારાત્મક બદલાવ તથા ઉચિત તક રહશે. તમારા દરેક કાર્ય લગન થી કરશો અને સારા પરિણામ પણ મળી શકે છે. સંતાન થી સંબંધિત કોઈ શુભ સમાચાર મળવાથી શાંતિ રહશે. માર્કેટિંગ તથા જનસંપર્ક નો વિસ્તાર વધશે. નોકરીમાં તમારો મૃદુ વ્યવહાર તથા ઉદારવાદી સ્વભાવ ને કારણે બધા સહયોગી ની સાથે સંબંધ ઉત્તમ બનેલો રહશે. શુભ અંક :- ૨ શુભ રંગ :- બદામી

વૃષભ – બ, વ, ઉ (Taurus):

તમે તમારા કાર્યને વ્યવસ્થિત તથા ઉચિત સમનવ્ય બનાવીને પૂરું કરવાનો પ્રયત્ન કરવો અને સફળ પણ થશે. આર્થિક નિવેશ સંબંધી વિષય માં સમય વ્યતીત થશે. ઘર ના કોઈ વડીલ વ્યક્તિ નો ગુસ્સા નો સામનો કરવો પડી શકે છે. કાર્યક્ષેત્ર માં પૈસા થી સંબંધી લેવડ દેવડ અથવા કોઈ ડીલ કરતા સમયે ખૂબ વધુ સાવધાની રાખવાની જરૂર છે. ઘર પરિવાર માં ખુશી ભરેલું વાતાવરણ રહશે. શુભ અંક :- ૯ શુભ રંગ :- સફેદ

મિથુન – ક, છ, ઘ(Gemini):

તમારા કાર્યો ને પૂરું કરવા માટે આજે ખૂબ વધુ મહેનત કરવી પડશે, પરંતુ સફળતા પણ મળી શકે છે. અચાનક જ કોઈ નજીક ના મિત્ર કે સંબંધી થી મુલાકાત તણાવ ભરેલું વાતાવરણ શાંતિ પ્રદાન કરશે અને તમે તમારો થાક ભૂલી જશો. ગુસ્સો તથા જલ્દી કરવા પર નિયંત્રણ રાખશો. વ્યવસાય અને નોકરી થી સંબંધિત કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય સ્વયં જ લેવો. પારિવારિક વાતાવરણ સામાન્ય રહેશે. શુભ અંક :- ૮ શુભ રંગ :- ગુલાબી

કર્ક – દ, હ(Cancer):

તમારી સકારાત્મક વિચાર શૈલી તમારા માટે નવી સિદ્ધિઓ તૈયાર કરશે ધાર્મિક તથા આધ્યાત્મિક ગતિવિધિમાં રુચિ રહશે. વ્યવસાય માં કોઈ સાથે પાર્ટનરશીપ કરવાની યોજના બનાવી રહ્યા છો તો તેના પર ગંભીરતા થી અમલ કરવો કારણ કે આ પાર્ટનરશીપ ફાયદાકારક થઈ શકે છે. સ્વાસ્થ્ય ઠીક રહેશે પરંતુ વ્યાયામ અને યોગ ને તમારા જીવન નો ભાગ બનાવવો. શુભ અંક :- ૩ શુભ રંગ :- લીલા

સિંહ – મ, ટ(Leo):

આજે કોઈ મુશ્કેલીનો નિરાકરણ મળશે. તમારી ક્ષમતાઓ પર વિશ્વાસ રાખવો. પરિવારની સાથે ઘરની જરૂરત સંબંધી વસ્તુઓની ખરીદીમાં સમય વ્યતીત થશે. ગેરસમજ ને કારણે સંબંધોમાં ખટાશ આવી શકે છે. પારિવારિક વાતાવરણ ઉત્તમ રહેશે. ઘણા સમય પછી સંબંધીઓની સાથે મુલાકાત ખુશી પ્રદાન કરશે. બેદરકારી ન દાખવવી અને રેગ્યુલર ચેક-અપ કરાવતા રહેવું. એલર્જી તથા રક્ત સંબંધી મુશ્કેલી ની આશંકા છે. શુભ અંક :- ૫ શુભ રંગ :- પીળો

કન્યા – પ, ઠ, ણ(virgo):

કામકાજને લઈને કરેલી યાત્રા આર્થિક રૂપથી ઘણી લાભદાયક સાબિત થશે. કાર્ય અને ઊર્જા સાથે પૂરું કરવા થી સફળતા મળશે. પારિવારિક વાતાવરણ અનુશાસિત અને સકારાત્મક બને રહેશે. કોઈ પારિવારિક સદસ્ય ના વિવાહ સંબંધિત સારો પ્રસ્તાવ આવી શકે છે. વિદ્યાર્થી તથા યુવા લોકો વ્યર્થના મનોરંજન તથા મોજ-મસ્તી સામાજિક કાર્યમાં સમય નષ્ટ ન કરે. વ્યાપારમાં વિસ્તાર સંબંધિત યોજના પર ગંભીરતાથી વિચાર કરવો. ઘરના બધા સભ્યો વચ્ચે તાલમેલ સકારાત્મક ઊર્જાનો વ્યાપ્ત રાખશે. શુભ અંક :- ૨ શુભ રંગ :- જાંબલી

તુલા – ર,ત(libra):

તમારો સકારાત્મક દ્રષ્ટિકોણ ઘર તથા વ્યવસાય બંને જગ્યાએ સાયુજ્ય બનાવીને રાખશે. જો પ્રોપર્ટી ની લેવડ દેવડ સંબંધી કોઈ યોજના બની રહી છે, તો તરત કાર્ય રૂપ દેવું. ઘરમાં કોઈ ધાર્મિક આયોજન સંપન્ન કરવાની યોજના બનશે. વ્યાપારને વધારવા માટે કેટલીક નવી યોજના ની જરૂર છે. હવે મોસમી બીમારીઓ જેવી કે ઉધરસ, તાવ કે ગળા સંબંધિત મુશ્કેલી આવી શકે છે. શુભ અંક :- ૬ શુભ રંગ :- લીલો

વૃશ્ચિક – ન,ય(scorpio):

આજે મોટાભાગ ના સમય સામાજિક ગતિવિધિઓ માં વ્યતીત થશે. તમારી કાર્યક્ષમતા વધુ સશક્ત રહશે. ધર્મ કર્મ થી જોડાયેલ વિષય માં તમારું યોગદાન બનેલું રહશે. જો પૈતૃક સંપત્તિ સંબંધી કોઈ વાદવિવાદ ચાલી રહ્યો છે તો આજ તેને વધારવાની આશંકા છે. અત્યારે કાર્યક્ષેત્રમાં ગતિવિધિ સામાન્ય રહેશે. સ્વાસ્થ્ય ઠીક રહેશે. માનસિક સ્થિરતા માટે મેડિટેશન ખૂબ જરૂરી છે.  શુભ અંક :- ૧ શુભ રંગ :- ગુલાબી

ધનુ – ભ,ફ,ઢ, ધ(sagittarius):

લક્ષ્ય પ્રાપ્તિ માટે તમે ખૂબ મહેનત કરી શકો છો. આજે પણ તમારી અંદર ઊર્જા રહશે. મન માં જે પણ સપના કે કલ્પના છે, તેને સાકાર કરવા માટે ઉપયુક્ત સમય છે. નકારાત્મક પ્રવૃત્તિ ના લોકો થી થોડી દૂરી બનાવવી. કલાત્મક તથા ગ્લેમર થી સંબંધિત કાર્યો થી જોડાયેલ વ્યવસાય સફળ રહશે. ઘર ની વ્યવસ્થા ઉચિત બનેલી રહશે, જેનાથી મન ને શાંતિ મળશે, પરંતુ વિવાહિત ને વિપરીત લિંગ ના લોકોથી વધુ મળવું માનહાનિ આપી શકે છે. શુભ અંક :- ૮ શુભ રંગ :- નીલો

મકર – ખ, જ(Capricorn):

આજે પરીવાર સંબંધી કોઈ સમસ્યા ને ઉકેલવા માં તમારો વિશેષ પ્રયાસ રહશે અને સફળ રહેશે. રોજિંદા ની દિનચર્યા થી દુર આજે કેટલોક સમય તમારા માટે વ્યતીત કરવું. તેનાથી તમારી અંદર ફરી નવી ઊર્જા અને તાજગી નો અનુભવ કરશો. ધાર્મિક તથા સામાજિક ગતિવિધિઓ માં પણ થોડું યોગદાન અવશ્ય દેવું. ધ્યાન રાખવું કે કોઈ જુનો મુદ્દો સામે આવવાથી તણાવ જેવું વાતાવરણ બની શકે છે. શુભ અંક :- ૬ શુભ રંગ :- સફેદ

કુંભ – ગ, શ, સ(Aqarius):

આજે કોઈ રોકાયેલ પૈસા મળી શકે છે તેથી પ્રયત્ન કરતા રહેવું. આજ ના દિવસે ગ્રહ સ્થિતિ ઉત્તમ બનેલી રહશે. બપોર પછી અપ્રિય સમાચાર કે સૂચના મળવાથી નિરાશાજનક વાતાવરણ રહેશે. આવક ન સ્ત્રોત વધશે તથા કાર્યક્ષેત્ર માં તમારું વર્ચસ્વ બનેલું રહશે. આજે સ્ત્રી વર્ગ એ પોતાના વ્યવસાય માં વિશેષ રૂપ થી સફળ રહેશો. પતિ પત્ની ના સંબંધ મધુર રહશે. શુભ અંક :- ૭ શુભ રંગ :- લાલ

મીન – દ, ચ, ઝ, થ(Pisces):

આજે કોઈ રાજનૈતિક સંબંધ થી તમને ફાયદો થવાની આશા છે તથા તમે તમારી પ્રતિભા અને બુદ્ધિમતા ના બળ પર કંઇક એવો નિર્ણય લેશો કે તમને ખુદ થી આશ્ચર્ય થશે. પરીવાર ની દેખભાળ માં તમારો ઉત્તમ સહયોગ બનેલો રહશે. કોઈ પણ અજાણ્યા વ્યક્તિ થી તમારા વિશે વિશેષ જાણકારી ન દેવી, અન્યથા કોઈ તમને દગો આપી શકે છે. આળસ ને તમારી ઉપર હાવી ન થવા દેવી. જીવનસાથી ના સ્વસ્થ્ય સંબંધી મુશ્કેલી ને લઈને ઘર અને વ્યવસાય બંને જગ્યા એ સાયુજ્ય બનાવી ને રાખવુ. શુભ અંક :- ૩ શુભ રંગ :- કેસરી

Leave a reply:

Your email address will not be published.

Site Footer