વિકાસશીલ તાલુકો, કોરોના રસી લેવા 30 કિલોમીટર દૂર જવું પડે છે, ધારાસભ્ય બોલ્યા કે થોડોક સહકાર…

કોરોના મહામારીના સંકટ વચ્ચે અમદાવાદ શહેરમાં વિસનગર સેન્ટર ઉપર રસીકરણની કામગીરી શરૂ કરાઇ છે ત્યારે ૪૫ વર્ષથી મોટી ઉંમરના નાગરિકો પ્રથમ અને બીજો ડોઝ લેવા માટે સવારથી રસીકરણ કેન્દ્રો ઉપર લાંબી કતારોમાં ઉભા રહે છે પરંતુ તંત્રના અણઘડ વહીવટના પગલે વેક્સિન લેવા માટે આવતા નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.

એક બાજુ સમગ્ર દેશમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે બીજી બાજુ સરકાર સતત લોકોને રસીકરણ માટે કહી રહી છે. એ તો એકબાજુ રસીકરણથી અનેક ફાયદા પણ થાય છે.

તમારુ COVID-19થી બીમાર થવાનું જોખમ ઘટાડે છે
જો તમને COVID-19નો ચેપ લાગે તો તમને અત્યંત બીમાર થવા સામે રક્ષણ આપે છે
તમારા મિત્રો, પરિવાર અને સમુદાયનું રક્ષણ કરવામાં મદદ કરે છે.


જો મોટાભાગના લોકોનું રસીકરણ થયેલું હોય તો, વાયરસ સરળતાથી ફેલાઇ શકશે નહિં, આનાથી જે લોકો રસી મૂકાવવાને સક્ષમ નથી તેઓનું પણ રક્ષણ થાય છે.

વિસનગર વિસ્તારમાં પાંચ લાખ લોકોમાંથી બેથી અઢી લાખ લોકો માટે આમતેમ અફડાતફડી કરે છે પરંતુ તેમને હાલાકી ભોગવવી પડી રહી છે.

બેથી અઢી લાખ લોકોને રસી મુકવા માટે ૩૦ થી ૩૫ કિલોમીટર દૂર જવું પડે છે ત્યારે તેમને ધારાસભ્યએ આ બાબતે રજૂઆત કરી ત્યારે તેમણે એવો ઉત્તર આપ્યો કે થોડા દિવસ સહયોગ આપો એટલે બધું થઈ જશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer