અંદાજે પાંચ હજાર વર્ષ પૂર્વે રામ અને રાવણ વચ્ચે ખેલાયેલાં યુદ્ધમાં રાવણનું મૃત્યુ થયું હતું એ દિવસને વિજયદશમીના પર્વ તરીકે ઉજવવામાં આવે છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે લંકાપતિ રાવણનો જન્મ ભારત માં થયો હતો. દિલ્હીના નોઈડા નજીક ગૌતમબુદ્ધ નગર નજીક બિસરખ ગામ છે જે રાવણની જન્મભુમિ છે. જે નોઇડાથી 10 કિમિ દૂર છે, રાવણની આ જન્મભૂમિમાં રામલીલા આજે પણ નથી થતી ગામલોકો રાવણ દહન નથી કરતાં ગામ લોકો રાવણ ને રાક્ષસ નહીં પુત્ર માને છે ગામમાં રાવણનું મંદિર પણ છે.
રાવણના પત્ની મંદોદરીનું પિયર રાજસ્થાનમાં આવેલું છે. જોધપુર નજીક મંડોર ગામ એ મંદોદરી નું વતન છે. આ ગામમાં રાવણના લગ્ન થયા હતા. ગામ લોકો રાવણને જમાઈ માની ને આજે પણ માન આપે છે. મંદોદરી પરથી મંડોર ગામનું નામ પડ્યું છે. આ ગામમાં પણ રાવણ પૂજાય છે. રાવણ પાસે પુષ્પક વિમાન હતું તે ધનકુબેર પાસેથી છીનવ્યું હતું. આ વિમાનની ઉપયોગથી સીતાનું અપહરણ કર્યું હતું. આ પુષ્પક વિમાન ચાલકની ઈચ્છાથી ચાલે છે. શ્રીલંકાની રામાયણ રિસર્ચ કમિટી એ 5000 વર્ષ પહેલાંના ચાર હવાઈ અડ્ડાના અવશેષો શોધ્યા હોવાનો દાવો કર્યો છે.
રાવણના રાજ્યનો વિસ્તાર ખુબ મોટો હતો. અંગદીપ, માલદીપ, મ્યાનમાર , અને છેક દક્ષિણ ભારત સુધી તેનું રાજ હતું. તે તમિલ રાજા હતો. બાલી જે હાલ ઇન્ડોનેશિયામાં છે ત્યાં એક સમયે રાવણનું રાજ હતું. રાવણ શિવભક્ત અને વાસ્તુકલાનો જાણકાર હતો. એવું કહેવાય છે કે રાવણનું શબ રામે વિભિષણ ને સોંપ્યું હતું તેના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા ન હતા. નાગકુળના લોકો તેના શબ ને એક ગુફામાં લઈ ગયા હતા અને વનસ્પતિનો લેપ તેના શરીરે કરીને ગુફામાં સાચવી રાખ્યો હતો. શ્રીલંકાના રાગલાના જંગલોમાં આજે પણ રાવણ નું શબ સચવાયેલું છે.