જાણો શિવજીના રુદ્ર સ્વરૂપ કાળભૈરવની કથા

કાલભૈરવના બે રૂપ છે પહેલો બટુક ભૈરવ જે ભક્તોને અભય દેવા વાળા સૌમ્ય રૂપમાં પ્રસિદ્ધ છે. અને બીજી બાજુ કાલભૈરવ અપરાધી પ્રવુતિઓ પર નિયંત્રણ કરવા વાળા ભયંકર દંડનાયક છે. તેની શક્તિનું નામ છે. ‘ભૈરવી ગીરીજા’ જે પોતાના ઉપાસકોની અભીષ્ટ દાયિની છે.  તેમની પૂજા આરાધનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા, જાદુ-ટોના તેમજ ભૂત-પ્રેત વગેરે કોઈનો પણ ભય નથી રહેતો. શિવપુરાણમાં કહેવામાં આવ્યું છે કે ”भैरवः पूर्णरूपोहि शंकरस्य परात्मनः। मूढास्तेवै न जानन्ति मोहितारूशिवमायया।” એટલે કે ભૈરવ પરમાત્મા શંકરનું જ રૂપ છે. પણ અજ્ઞાની મનુષ્ય શિવની માયાથી જ મોહિત રહે છે.

નંદીશ્વર પણ કહે છે કે જે કોઈ ભક્ત શંકરના ભૈરવ રૂપની આરાધના નિત્ય કરે છે તેના લાખો જન્મોના પાપ નષ્ટ થઇ જાય છે તેનું સ્મરણ અને દર્શન માત્રથી જ પરની નિર્મળ થઈ જાય છે. તેના ભક્તોનું અનિષ્ટ કરવા વાળાને ત્રણેય લોકમાં કોઈ સ્થાન નથી આપી શકતું કાળ પણ તેનાથી ભયભીત રહે છે. તેથી તેને કાલભૈરવ તેમજ હાથમાં ત્રિશુલ, તલવાર અને દંડ હોવાના કરણે દંડપાણી પણ કહેવાય છે. ભૈરવને પ્રસન્ન કરવા માટે અડદની દાળ અથવા તેનાથી બનેલા મિષ્ઠાન, દૂધ-મેવાનો ભોગ લગાવામાં આવે છે. ચમેલીનું પુષ્પ તેને અતિ પ્રિય છે. કાલિકા પુરાણ અનુસાર ભૈરવજી નું વાહન કુતરું છે તેથી વિશેષ રૂપથી આ દિવસે કળા કુતરાને મીઠી વસ્તુ ખવડાવી શુભ માનવામાં આવે છે.  

શિવના ભૈરવ રૂપ પ્રગટ થવાની અદ્ભુત ઘટના છે. એક વાર સુમેરુ પર્વત પર દેવતાઓએ બ્રહ્માંજીને પ્રશ્ન કર્યો કે પરમાત્મા આ ચરાચર જગતમાં અવિનાશી તત્વ કોણ છે. જેનું આદિ અંત કોઈને ખબરના હોય એવા દેવ વિશે અમને બતાવો. તેના પર બ્રહ્માંજી એ કહ્યું કે જગત માં અવિનાશી તત્વ તો હું જ છું. કારણકે સૃષ્ટી મારા દ્વારાજ સર્જન થઇ છે મારા વિના તેની કલ્પના પણ નથી થઇ શકતી જયારે દેવતાઓએ આજ પ્રશ્ન વિષ્ણુજીને કર્યો તો તેને કહ્યું કે હું આ જગત નુ ભારણ પોષણ કરું છું અને અવિનાશી તત્વ તો હું જ છું તેને સત્યતાની કસોટી પર તપાસવા માટે ચારે વેદોને બોલાવ્યા.

ચારો વેદો એ એકજ સ્વરમાં કહ્યું કે જેની અંદર ચરાચર જગત, ભૂત, ભવિષ્ય, અને વર્તમાન સમાયેલું છે. જેનું કોઈ આદિ અંત નથી જે અજન્મા છે. જે જીવન-મરણ, સુખ-દુઃખ થી પરે છે. દેવતા-દાનવ જેનું સમાન રૂપ થી પૂજન કરે છે તે અવિનાશી તો ભગવાન રુદ્ર જ છે. વેદોદ્વારા ભગવાન શિવ વિશે આવી વાણી સાંભળી બ્રહ્માંજીના પચમા મુખે તેના વીશે અપમાનજનક શબ્દો બોલ્યા જેને સાંભળી ચારો વેદો દુઃખી થઇ ગયા ત્યારે જ એક દીવ્યજ્યોતી ના રૂપ માં ભગવાન રુદ્ર પ્રગટ થયા, બ્રહ્માંએ કહ્યું કે હે રુદ્ર તું મારા જ શરીર માંથી પેદા થયા છો વધારે રડવાથી મેં જ તારું નામ રુદ્ર રાખ્યું છે.

તું મારી સેવામાં આવી જા, બ્રહ્માંના આવા આચરણથી ભગવાન શિવને ભયાનક ક્રોધ આવ્યો અને તેને ભૈરવ નામના પુરુષને ઉત્પન કર્યા અને કહ્યું કે તમે બ્રહ્માં પર શાશન કરો તે દિવ્યશક્તિ સંપન્ન ભૈરવે તેના જમણા હાથની બધાથી નાની આંગળીના નખથી બ્રહ્માંના પાંચમાં માથાને કાપી નાખ્યું. જેના પરિણામ રૂપ તેને બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું શિવના કહેવા પર ભૈરવે કશી પ્રસ્થાન કર્યું જ્યાં તેને બ્રહ્મહત્યાથી મુક્તિ મળી. રૂદ્રે તેને કાશીના ચોકીદાર તરીકે નિમણુક કર્યા આજે પણ તે અહી કાશીના ચોકીદારના રૂપમાં પૂજવામાં આવે છે. તેના દર્શન કર્યા વિના વિશ્વનાથના દર્શન અધૂરા છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer