જાણો જૈન ધર્મના શ્રી ઋષભદેવ પ્રભુનું કલાત્મક જીનાલય વિશે….

ઇર્ષાની આગ એવી હોય છે કે માનવીનું હૃદય એનાથી સતત બળતું જ રહે છે. ઇર્ષા કરનાર સતત બેચેન રહેતો હોય છે અને કોઈનું અહિત કે અનિષ્ટ કરવા માટે જુદા જુદા પેંતરા રચતો હોય છે. ધવલશેઠ શ્રીપાળની અતુલ સંપત્તિ જોઈને તો ઇર્ષા કરતો હતો, પરંતુ મદનસેના જેવી રૃપવાન રાજકુમારીને પરણ્યો, તેથી એની ઇર્ષાની આગમાં ઘી રેડાયું. બીજી બાજુ રાતદિવસ પોતાના ધનવૃધ્ધિનો વિચાર કરનાર ધવલશેઠને થયું કે આ શ્રીપાળ તો મારા પાંચસો વહાણોમાંથી અડધોઅડધ વહાણોનો માલિક બની ગયો. આ દરિયાઇ મુસાફરી મેં કરી, મારી ધન- સંપત્તિ અને વહાણોને દાવ પર લગાડયા અને એ બધું ફળ્યું આ શ્રીપાળને. પાંચસો વહાણોમાંથી મારા અઢીસો વહાણોનો એ માલિક બની ગયો. હું આપોઆપ દરિદ્ર થઈ ગયો. મારા અડધા વહાણો ગુમાવી બેઠો.

વળી ધવલશેઠનું ઇર્ષાળું મન ભૂતકાળમાં જઈને વિચારવા લાગ્યું કે આ શ્રીપાળ આવ્યો હતો, ત્યારે કેવો હતો ? એની પાસે કશું નહોતું અને આજે એની પાસે મારાં જેટલાં વહાણો છે. એના થી વધારે વધુ રાજાએ આપેલી અતુલ સંપત્તિ છે અને એમાં પણ બાકી રહ્યું હોય તેમ મદનસેના જેવી રાજકુમારી છે. એના ઝાંઝરના ઝણકાર મારા મનને બેચેન બનાવે છે.માત્ર મીઠું પાણી અને બળતણ લેવા માટે બબ્બરકોટ બંદરે ઊતર્યા અને આ શ્રીપાળને તો મીઠું પાણી અને બળતણને બદલે સુંદર રાજકન્યા અને અપાર સંપત્તિ મળ્યા. સાગરની સફર મેં કરી, પરંતુ એ સફરનો સઘળ લાભ આ શ્રીપાળ મેળવી ગયો. એને કન્યા અને ધન મળ્યા અને મારે તો ઇંધણ અને મીઠું પાણી લેવા જતાં ઊંધા માથે લટકવું પડયું. એને પ્રવાસ ફળ્યો અને મારે તો માત્ર વેઠ કરવી પડી. એને નસીબ ફળ્યું અને હું કમનસીબ સાબિત થયો.

ધવલશેઠના મનમાં ઇર્ષા જાગી ઊઠી. હવે કરવું શું ? જ્યાં બધું ગુમાવ્યું હોય ત્યાં થોડું બચાવી લેવું. ધવલશેઠે વિચાર કર્યો કે એમણે સઘળું ગુમાવ્યું છે, ત્યારે એણે નક્કી કરેલી ભાડાની રકમ વધારી દઉં. વળી મનમાં વિચાર કર્યો કે શ્રીપાળ ભાડાનું ખતપત્ર લખેલું છે એ બતાવશે તો શું થશે ? વળી બીક જાગી કે ભાડુ આપવાનો એ ઇન્કાર કરશે તો શું ? અથવા તો ભાડું નહીં આપવાના મક્કમ ઇરાદા સાથે જો શ્રીપાળકુમાર સામે પડે, તો પોતાનું ગજું કેટલું ? ભયભીત મનમાં અનેક શંકાઓ જાગતી હોય છે. ધવલશેઠના મનમાં આવી કેટલીક શંકા, દ્વિધા અને દહેશત જાગવા લાગી. એમણે વિચાર કર્યો કે મીઠી વાતો કરીને એની પાસેથી દસગણું ભાડું માગું. એ ઇન્કાર કરશે તો પણ વાંધો નહીં. આથી ધવલશેઠે શ્રીપાળકુમારની પ્રશંસા કરવા માંડી. એની વીરતા અને એની સમૃદ્ધિની વાતો કરવા માંડી. એના મીઠાં મધુરા સ્વભાવના વખાણ કર્યા. શ્રીપાળ ધવલશેઠના મનની વાત પામી ગયો અને એણે શેઠને કહ્યું. ‘શેઠ, તમે જે ભાડું ઠરાવ્યું હતું, તેનાથી દસગણું ભાડું હું આપું છું.’

આવી ઉદારતાની તો શેઠને કલ્પના ક્યાંથી હોય ? એમના આનંદનો પાર ન રહ્યો. વળી શ્રીપાળના વખાણ કરવા લાગ્યા. આવો ઉદાર અને દયાળુ આ દુનિયા પર બીજો કોઈ નહીં હોય એમ કહ્યું. શ્રીપાળ એમની પ્રશંસા સાંભળતો હતો, પણ એના મન પર એની કોઈ અસર થતી નહોતી. ધીરે ધીરે જહાજની ગતિ ધીમી થતી ગઈ. વહાણના પ્રવાસીઓ સમજી ગયા કે હવે રત્નદ્વીપ આવી રહ્યો છે એટલે તરત જ ખલાસીઓએ લંગર નાખ્યાં. સઢનાં દોરડાં લઇ લીધા. વેપારીઓ બંદર પર ઊતર્યા.

શ્રીપાળ જહાજમાંથી ઊતરીને કલાત્મક અને રમણીય તંબુમાં બેઠા. એ તંબુમાં લાલ કિનખાબના ચોખંડા ચંદરવા બાંધ્યા હતા અને એમાં આવેલી હિંડોળા ખાટ પર બેસીને શ્રીપાળ રસમય નાટક જોવા લાગ્યાં. શ્રીપાળ હંમેશાં ભજન, દર્શન અને નિત્યક્રમ પતાવીને ક્યારેક નાટક જોતાં, તો ક્યારેક હિંડોળે આવીને બેસતા. ધવલશેઠને વળી ઇર્ષા જાગી. એમણે શ્રીપાળને કહ્યું,’ જુઓ, આપણી ચીજવસ્તુઓના મૂલ્ય વધી ગયા છે. માટે આપણે આપણો માલ વેચી નાખીએ. તમારા અઢીસો વહાણો કરિયાણાંથી ભરેલા છે અને એ કરિયાણાં વેચીને ભાવ ઉપજાવવાની સોનેરી તક આવી છે.’

Leave a reply:

Your email address will not be published.

Site Footer