સદગુરૂનું સ્થાન માતા-પિતા અને ભગવાન બંનેથી ઉચું છે.

સાચા ગુરૂ એ પ્રભુના પ્રતિનિધી ! ગુરૂ પૂર્ણિમા એ ગુરૂનો મહિમા ગાતો દિવસ છે. સાચા પવિત્ર ગુરૂએ ડાકોરજીના પ્રતિનિધી છે તે પ્રભુને પામવાનો માર્ગ બતાવે છે. ગુરૂ જ જીવનમાં સાચો રસ્તો- માર્ગ બતાવનાર સંત છે. ગુરૂ સાચી દિશા બતાવે છે.

‘ગુરૂ ગોવિંદ દોનો ખડે, 

બલિહારી ગુરૂ આપકી

જીનને ગોવિંદ દિષો.

ગુરૂ દ્વારા જ ગોવિંદની બતાયે પ્રાપ્તિ થઈ શકે.

પુષ્ટિમાર્ગમાં શ્રી વલ્લભ સૌના ગુરૂ છે તેમણે જીવનમાં વૈષ્ણવત્વ લાવવાનો સરળ પંથ બતાવ્યો છે.

ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ

ગુરુ દેવો મહેશ્વર :

ગુરુ સાક્ષાત પર : બ્રમ ।।

ભગવાન જ્યારે અતિકૃપા કરે તો જ સદ્ગુરૂ મળે છે. ગુરૂનું સ્થાન પિતા જેવું છે. અષાઢી પુર્ણિમા ગુરૂ વંદનાનો દિવ્ય દિવસ છે. આ દિવસ ભગવાન વેદ વ્યાસજીની સ્મૃતિમાં ઉજવાય છે. શ્રી વ્યાસજી હિંદુ સમાજના સનાતન ગુરૂ છે. હિન્દુધર્મના પિતા સમાન, વ્યાસજીએ શ્રેય અને પ્રેય બંને માર્ગો લોકોને આપ્યા છે. આજ ભગવદ્ કથાની પીઠ વ્યાસપીઠ તરીકે પૂજાય છે. કબીરજીએ સાધકોને જણાવ્યું છે કે ‘ગુરૂબિન કૌન બતાય બાટ.

બડા વિકટ યમઘાટ ।। સંસારનો સાચો રસ્તો ગુરૂ  બતાવે છે. સાચા ગુરુ જ પરમાત્માના પરમસુખના દાતા છે. ગુરૂ અજ્ઞાાનના અંધકારમાંથી જીવને જ્ઞાાનના પ્રકાશમાં લઈ જાય છે. સંસારનો ભવ સાગરમાંથી આધ્યાત્મિક માર્ગ બતાવે છે.

શ્રીમદ્ રામચંદ્રજીએ લખ્યું છે કે :

માનાદિ શત્રુ મહાન નિજ છુંદે ન મરાય,

જાતાં સદ્ગુરૂ શરણમાં અલ્પ પ્રયાસે જાય. ઉપનિષદ્ પુત્રે આદર્શ આપ્યો કે :

ગુરૂની આજ્ઞાા ખરેખર વિચાર્યા વીના પાળવી જોઈએ. સંત તુલસીદાસજીએ લખ્યું છે કે ‘ ગુરુ બિન ભવનિધિ તરહિ ન કોઈ, જો બિરચી શંકર સમ હોઈ.

ગુરૂને પામી આત્મા પરમાત્માનું માન મેળવવું.

સદ્ગુરૂએ ભગવાનના પ્રતિનિધી છે. પ્રભુને જોવા માટે દીવો છે. ગુરૂને આગળ રાખીયે તો પ્રભુના દર્શન કરાવે ગુરૂ હોવા એ અધ્યાત્મ માર્ગમાં અનિવાર્ય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer