નાની ઉંમરમાં જ આવવા લાગ્યા છે સફેદ વાળ તો મહેંદીમાં મિક્સ કરો આ વસ્તુ, કુદરતી રીતે કાળા થઇ જશે વાળ 

આજકાલ સફેદ વાળ દરેકની મોટામાં મોટી સમસ્યા બની ગઈ છે અને અગાઉ આ સમસ્યાઓ માત્ર મોટી ઉંમર ના લોકો માટે જ હતી. પરંતુ અત્યારે તો સફેદ વાળની સમસ્યા બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધા માં સામાન્ય બની ગઈ છે.

હકીકતમા સફેદ વાળ જોવામાં સારા નથી લાગતા અને ઘણી વખત તેના લીધે તમે શરમ અનુભવો છો. તો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ એક એવા પેક બનાવવા ની વિધિ વિશે કે જે સંપૂર્ણપણે કુદરતી છે

અને તેને લગાવ્યા પછી તમારા બધા જ સફેદ વાળ કુદરતી રીતે કાળા થઈ જશે. માત્ર એટલું જ નહીં, આ પેકમા કોઈપણ પ્રકાર ના રસાયણો નો પણ ઉપયોગ કરવામા આવ્યો નથી, પરંતુ આ પેક બનાવવા માટે તમામ કુદરતી વસ્તુઓ નો જ ઉપયોગ કર્યો છે.

સામગ્રી : આમળા નો ભુક્કો-૨ મોટી ચમચી, હીના નો પાવડર – ૨ મોટી ચમચી, લીંબુ નો રસ-૧ મોટી ચમચી, દહીં-૨ મોટી ચમચી, ઇન્ડિગો પાવડર-૨ મોટી ચમચી અને નમક-૧ ચમચી. હવે આ પેક બનાવવા ની પદ્ધતિ :

તમારા સફેદ વાળ ને કાળા કરી દે તેવું પેક બનાવવા માટે સૌથી પહેલા તમારે એક વાસણ મા થોડું પાણી ઉમેરવું અને તેને ગરમ થવા માટે ગેસ પર મુકો. ત્યારબાદ તેમા ઉપરોક્ત જણાવ્યા અનુસાર આમળા નો ભુક્કો ઉમેરવો અને તેને પાંચ મિનિટ સુધી પાકવા દો. હવે તેને એક બીજા વાસણમા કાઢી લો અને તેને ઠંડુ થવા દો.

ત્યારબાદ હવે તેમાં હીના પાવડર, મેહદી, દહીં અને લીંબુનો રસ ઉમેરો અને તેને બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેને આખી રાત ઢાંકી ને મૂકી દો, તેને એવી રીતે ઢાંકી દો કે તેમાં કોઇપણ જગ્યાએ થી હવા પણ ન જઈ શકે. હવે આ મિશ્રણમાં ઇન્ડિગો પાવડર અને નમક ઉમેરો, તો લો હવે તૈયાર છે તમારું વાળ કાળા કરવા વાળું પેક.

આ પેક ને ઉપયોગ કરવાની રીત: આ પેક નો ઉપયોગ કરવા માટે, સૌથી પહેલા તમારા વાળને શેમ્પૂ ની મદદ થી સારી રીતે ધોઈ લો જેથી તમારા વાળમા તેલ ન રહે, આ શેમ્પૂ કર્યા બાદ તમારા વાળને સૂકાવો અને પછી કોઇપણ બ્રશ ની મદદ થી આ પેક ને તમારા માથા માં સફેદ વાળ વાળી જગ્યાએ સારી રીતે લગાવો.

આ પેક ને તમારા વાળમા ઓછા માં ઓછા ત્રણ થી ચાર કલાક સુધી રાખવો અને ત્યારબાદ તમારા વાળને સાફ પાણી થી ધોઈ લો અને તેને સુકવા દો. હવે જો તમે જોશો તો તમને તમારા સફેદ વાળ સાવ કાળા થયેલા દેખાવા લાગશે.

તો આ કુદરતી રીત નો ઉપયોગ કરી ને તમે તમારા વાળને કુદરતી રીતે કાળા કરી શકો છો અને તે પણ કોઈ આડઅસર વગર. તો આજે જ નોંધી લો આ રીત અને એકવાર જરૂર થી અજમાવી ને જાતે જ કરી લો ચકાસણી

Leave a reply:

Your email address will not be published.

Site Footer