જાણો સમુદ્ર મંથન માંથી કેવી રીતે નીકળ્યા ૧૪ રત્ન?

ધાર્મિક ગ્રંથો અનુસાર એક વાર દેવતાઓ અને  દેત્યો એ મળીને સમુદ્ર મંથન કર્યું હતું. અને ઘણી બધી બહુમુલ્ય વસ્તુઓ પ્રાપ્ત કરી. એકવાર ઋષિ દુર્વાસાના શ્રાપ ના કારણે દેવતાઓ ના રાજા ઇન્દ્ર ધન અને શક્તિ હીન થઇ ગયા બીજી બાજુ દેત્ય રાજ બળી મહા શક્તિ શાળી થઇ ગયા. દેત્યો એ ત્રણે લોક ને જીતી લીધા. દેવતાઓ દુખી થઇ ને બ્રહ્માજી પાસે ગયા. અને પોતાના ભાગ્ય અને સમય ને બદલવા વિનંતી કરવા લાગ્યા. બ્રહ્મા જી એ તેને નારાયણ હારી પાસે જવા વિનંતી કરી.

વિષ્ણુએ જણાવ્યો સાગર મંથનનો માર્ગ :

 સાગર મંથન માટે દેત્યો સાથે મિત્રતા કરવાની સલાહ આપી. અને કહ્યું કે સમુદ્ર મંથનમાં અમૃત નીકળશે જે દેત્યોથી બચાવીને તમારે પીવાનું રહેશે. દેવતાઓ માની ગયા અને દેત્યોને પણ લાલચ આપી મનાવી લીધા. મંદરાચલ પર્વતને મઠની અને વાસુકી નાગ ને નેતિ બનાવ્યા. અને દેત્યો અને દેવતાઓ આ રીતે સમુદ્ર મંથન કરવા લાગ્યા.

સમુદ્ર મંથન માંથી નીકળ્યા ૧૪ રત્ન :

સૌથી પહેલા તેમાંથી હલાહલ વિશ નીકળ્યું તેને મહાદેવે પોતાના કંઠ માં ધારણ કરી લીધું. તેથી જ એમણે બીલી પત્ર અને દૂધ ચડાવામાં આવે છે. પછી નીકળી કામધેનું ગાય. પછી તેમાંથી એક ખુબજ શક્તિશાળી ઘોડો નીકળ્યો. જેને દેત્ય્રાજ બળી એ પોતાની પાસે રાખી લીધો. ત્યાર બાદ એરાવત હાથી ને ઇન્દ્ર એ રાખ્યો. ત્યાર બાદ કૌસ્તુમ્ભ માની નીકળ્યો જેને નારાયણે ધારણ કર્યો. પછી કલ્પવૃક્ષ, અને રંભા નામની અપ્સરા નીકળી જેને સ્વર્ગ માં જગ્યા આપવામાં આવી. પછી ધનની દેવી લક્ષ્મી નીકળ્યા જેને વિષ્ણુ એ પોતાના પત્નીના રૂપમાં સ્વીકાર્ય. ત્યાર બાદ નીકળ્યું મદિરા જેને દેત્યો એ સ્વીકાર્યું. પછી ચંદ્રમાં, પારિજાત વૃક્ષ અને શંખ નીકળ્યો. છેલ્લે મુખ્ય વસ્તુ નીકળી અમૃત કળશ એ વૈદ્ય ધન્વન્તરી ના હાથમાં હતો. તેને જોતા જ દેત્યોએ છીનવી લીધો.

 

વિષ્ણુએ બનાવ્યું મોહિની રૂપ અને અમૃત કળશ બચાવ્યો :

દેવતાઓના સંકટ ને દુર કરવા માટે વિષ્ણુ એ અતિ સુંદર મોહિની રૂપ ધારણ કરી દેત્યોથી અમૃત કળશની રક્ષા કરી. તેણે દેત્યોને મોહિત કરીને તેને વિશ્વાસ અપાવ્યો કે તે દરેકને સમાન અમૃત કળશ આપશે. તેમને બંને ને અલગ અલગ હરોળ માં બેસાડી પહેલા દેવતાઓ ને અમૃત પીવડાવ્યું.

દેત્યોમાં રાહું થયો અમર :

તેમાંથી રાહુ નામના દેત્યને મોહિની પર શક થયો તેથી તેણે દેવતાઓ નું જ રૂપ ધારણ કરી દેવતાઓ ની પંક્તિમાં બેસી ગયો. જેવું મોહિનીએ તેને અમૃત પીવડાવ્યું તરત જ ચંદ્ર અને સૂર્ય દેવતા તેને ઓળખી ગયા. ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર થી તેનું માથું કાપી નાખ્યું. અમૃત પણ કરીલીધું હોવાથી તે અમર થઇ ગયો હતો. જેથી તેમું માથું અને ધડ રહું અને કેતુ કહેવાયા. અને બે ગ્રહ બની ગયા. અને તે ચંદ્ર અને સૂર્ય પર ગ્રહણ બને છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer