બોલિવૂડ અભિનેતા સોનુ સુદ એમ તો ફિલ્મી પડદા પર મોટાભાગે નેગેટિવ રોલમાં જોવા મળે છે, પરંતુ કોરોના કાળમાં તે રિયલ લાઇફ હીરો બની ગયા હતા. આ કારણ છે કે કોરોના કાળ માં સોનુ સૂદ ના ફેન ફોલોઈંગ માં ખૂબ જ વધારો જોવા મળ્યો છે. તો ચાલો જાણીએ સોનુ સુદ ની લાઇફ સ્ટાઇલ વિશે.
બોલિવૂડ એક્ટર્સ સોનુ સુદ એ અત્યાર સુધીમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ આ દિવસો મા તે પોતાના ફિલ્મોના લીધે નહીં પરંતુ દરિયા દિલ ના લીધે તે ઓળખાય છે. આ કારણ છે કે તેની સાથે જોડાયેલી કોઇપણ ખબર જલ્દીથી વાયરલ થઈ જાય છે. સોનુ ના ફેન ને તેનાથી જોડાયેલી કોઇપણ વસ્તુઓ મિસ કરવી ગમતી નથી.
કોરોના કાળમાં ગરીબોના મસીહા બની ને સામે આવેલા સોનુ સુદ ની લાઇફ સ્ટાઇલ બીજા કલાકારોને જેમ જ જીવે છે. ઘણી મોટી પ્રોપર્ટી ના માલિક છે એટલુ જ નહિ, માનવામાં આવે છે કે તેઓને ગાડીઓ નો પણ ખુબ જ શોખ છે. અહીં આપણે સોનુ સુદ ના ઘરની અંદરની તસવીરો દેખાડવા જઈ રહ્યા છે જયા તે પોતાના ફેમિલી સાથે રહે છે.
આલીશાન મકાનમાં રહેતો સમય છે :- અભિનેતા સોનુ સુદ પોતાની ફેમિલી સાથે મુંબઇમાં એક આલીશાન ઘરમાં રહે છે. આ ઘરનું ઇન્ટિરિયર થી લઈને ફર્નિચર સુધી બધી વસ્તુઓ ખૂબ જ ખાસ છે, સાથે જ ઘર મા કોઈ પણ વસ્તુની કમી નથી. પરંતુ આ ઘરમાં ખૂબ સારી સુવિધાઓ છે. બીજા શબ્દોમાં કહીએ તો સોનુ સુદ નુ ઘર હુંબહું ફાઈવ સ્ટાર હોટલ જેવું છે. જેને જોતા જ લોકો ફિદા થઇ જાય છે.
સોનુ સુદનુ ઘર મુંબઈના અંધેરી વેસ્ટ ના યમુનાનગર લોખંડવાલા મા છે, આ ઘરમાં ચાર બેડરૂમ છે, સાથે જ ઘરનો એરિયા 2600 સ્કવેર ફુટ નો છે. જણાવવામાં આવે છે કે આ ઘર ને એક લેટેસ્ટ ટેકનોલોજી થી બનાવવામાં અને સજાવવામાં માં આવ્યુ છે. આ જ કારણ છે કે સોનુ સૂદ એ પોતાના સપનાના ઘર માં કોઈપણ વસ્તુ અને કમી રાખી નથી.
એક્ટર સોનું સુદ ને ભગવાન મા ખૂબ જ આસ્થા છે. તેઓને ભગવાન પર પૂરો વિશ્વાસ છે. આ કારણ છે કે તેઓએ તેના ઘરમા એક મોટું મંદિર બનાવ્યું છે. આ મંદિર મા તેઓ રોજ પુજા અર્ચના કરે છે, તેના સિવાય પુરા ઘરમાં અલગ-અલગ રીત ના સોફા અને કાઉચ છે ત્યાં બેસીને આલિશાન ઘરે નો આનંદ ઉઠાવી શકાય છે.
ઘરમાં સ્વીમીંગ પૂલ પણ છે :- સોનુ ના મુંબઈ સ્થિત ઘરમાં સ્વીમીંગ પુલ પણ છે. જ્યાં તે મોટા ભાગનો સમય વ્યતીત કરતા નજર આવે છે. સોનુ ને સ્વીમીંગ કરવાનુ ખૂબ જ પસંદ છે. આજ કારણ છે કે તેણે પોતાના ઘરમાં સ્વીમીંગ પુલ બનાવ્યો છે. એના સિવાય પણ ઘરની સાજ શણગાર પણ ખૂબ સારી રીતે કરવામાં આવ્યું છે.
કુલ મળીને આ ઘરને જોઈને તમે તેના દિવાના થઈ શકો છો. સોનુ સુદ ના પુત્રને ફૂટબોલ નો ખુબજ શોખ છે. એવામાં તેની અલમારી ના શટર પર પુત્તૅગાલ ના મશહૂર ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની રંગીન તસવીરો પણ બનેલી છે. તેના પર એક ખૂબસૂરત મેસેજ લખવામાં આવ્યો છે.
કહેવામાં આવે છે કે સોનુ સુદ નુ ઘર વાસ્તુ શાસ્ત્ર અને પરિવારની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યુ છે. સોનુ સુદ ના કરીયર ની વાત કરીએ તો તેઓએ બોલીવુડ સિવાય પંજાબી, તેલુગુ અને તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. હાલમાં તેઓને જેટલી લોકપ્રિયતા બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં મળી છે એટલી બીજી કોઇ ઇન્ડસ્ટ્રીથી મળી નથી.