બોલ્ડ કપડામાં નજર આવતી સના ખાને અચાનકજ લીધો હંમેશા હિજાબ પહેરવાનો નિર્ણય, ખુલાસો કરતા જણાવી આવી હકીકત…

સના ખાન ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડીને પોતાના લગ્ન જીવનમાં ખુશ છે. સલાખાને જણાવ્યું કે તેના જીવનમાં શું થયું જેનાથી તે બદલાઈ ગઈ. અને પોતે તેના બાકીના જીવન માટે હિજાબ પહેરવાનું નક્કી કર્યું.

જ્યારે અભિનેત્રી સના ખાને ગ્લેમર જગતમાંથી વિદાય લેવાની જાહેરાત કરી ત્યારે ફેન્સ ચોકી ગયા. આ પછી તેણે અચાનક લગ્નની જાહેરાત કરી જે વધુ ચોંકાવનારી હતી. હવે તેણે જણાવ્યું છે કે કેવી રીતે તેના માં અચાનક બદલાવ આવ્યો, અને તેને કેવી રીતે હિજાબ પહેરવાનું નક્કી કર્યું. સનાએ ખુલાસો કર્યો કે તે ડિપ્રેશન મા એવી ગઈ હતી. તેનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તે પોતાના જીવનમાં આવેલા બદલાવ વિશે વાત જણાવતા રડતી જોવા મળી હતી. તેણે એ પણ જણાવ્યું કે તે હજથી પછી આવી છે, અને તે આનાથી ખૂબ જ ખુશ છે.

સનાએ ડિપ્રેશન વિશે જણાવ્યું. અભિનેત્રી સના ખાન બિગ બોસ 6ની સ્પર્ધક રહી ચુકી છે. તે સલમાન ખાન સાથે ફિલ્મ જય હોમાં પણ જોવા મળી છે. અને કેટલાક આઈટમ નંબર્સથી પણ તેણે પ્રસિધ્ધિ મેળવી છે. હવે તે હંમેશા હિજાબમાં જોવા મળે છે. વીડિયોમાં સનાએ કહ્યું, મારી જૂની જિંદગીમાં મારી પાસે નામ, પ્રસિદ્ધિ, પૈસા બધું જ હતું. પરંતુ હું જે ઈચ્છતી હતી એ કરી શકતી ન હતી. પરંતુ માને મારામાં કંઈક ખૂટતું હોય તેમ લાગી રહ્યું હતું. જે મારા હૃદય ની શાંતિ હતી. મને થતું કે મારી પાસે બધું છે પણ હું ખુશ કેમ નથી? તે ખૂબ જ મુશ્કેલ સમય હતો અને મને ડિપ્રેશન પણ હતું. કેટલાક દિવસો એવા હતા જ્યારે મને નિશાની તરીકે અલ્લાહના સંદેશા મળતા હતા.

સના કબરના સપના જોતી હતી. સના આગળ કહે છે કે, વર્ષ 2019 મને હજુ પણ યાદ છે, તે રમઝાનનો સમય હતો. મેં સ્વપ્ન માં કબર જોઈ. હું સળગતી કબર જોઈ શકતી હતી, કબર ખાલી નહોતી, જેની અંદર હું પણ હતી. મને લાગ્યું કે અલ્લાહ મને સંકેત આપી રહ્યો છે કે જો હું મારી જાતને નહીં બદલું તો મારો અંત આવો જ થશે. આનાથી હું બેચેન થઈ જતી હતી.

અને હિજાબ પહેરવાનું શરૂ કર્યું. મારી સાથે જે ફેરફારો થઈ રહ્યા હતા તે મને હજુ પણ યાદ છે. હું પ્રેરક ભાષણો સાંભળતો હતો. એક રાત્રે મેં ખરેખર કંઈક સારું વાંચ્યું. સંદેશ એવો હતો કે તમારો છેલ્લો દિવસ તમારા હિજાબ પહેરવાનો પ્રથમ દિવસ ન હોવો જોઈએ. આ વાત મારા હૃદયને સ્પર્શી ગઈ. આ કહેતાં સના રડવા લાગી. કે મેં મારી જાતને હંમેશા હિજાબ પહેરવાનું વચન આપ્યું હતું. બીજા દિવસે મને યાદ છે કે મારો જન્મદિવસ હતો. મેં ઘણા બધા સ્કાર્ફ ખરીદયાં હતા. મેં ટોપી પહેરી, સ્કાર્ફ પહેર્યો અને મારી જાતને કહ્યું કે હું તેને ક્યારેય ઉતારીશ નહીં. સના હાલમાં જ તેના પતિ અનસ સઈદ સાથે હજથી પરત ફરી છે. તેણે કહ્યું, હું ખુશ છું કે હવે હું બદલાઈ ગઈ છું. હું હવે ક્યારેય મારો મારો હિજાબ ઉતારીશ નહીં.

Leave a reply:

Your email address will not be published.

Site Footer