આ ચાર સંકેતોથી જાણો તમારા પાર્ટનર તમને દગો તો નથી આપી રહ્યા ને

જ્યારે આપણે કોઈને પણ પ્રેમ કરતા હોઈએ તો એ પણ આપણે ઇચ્છતા હોઈએ કે આપણા દિલ અને દિવ્ય આત્માને પણ પ્રેમ મળે. ઘણા બધા સંબંધોમાં આવું હોતું નથી. લોકો સંબંધમાં હોવા છતાં પણ એકલતા મહેસૂસ કરે છે. એક સમય એવો પણ આવે છે જ્યારે તમારા પાર્ટનર તરફથી તમને લગાવ હોવાનું મહેસુસ થતું નથી.

એવામાં બે લોકો સાથે પણ નથી રહી શકતા અને સંબંધોમાં ઘુટન મહેસૂસ થવા લાગે છે. આને પાર્ટનર તરફથી ભાવનાત્મક દગો કહેવામાં આવે છે. ઘણી વાર  પૂરી ઈમાનદારીથી સબંધો નિભાવતા હોવા છતાં અળગા હોય એવું મહેસુસ થતું હોય છે. કારણકે આપણા પાર્ટનર તરફથી જેવો જોઈએ તેવો પ્રેમ મળતો નથી.

એવું પણ થઈ શકે છે કે આપણો પાર્ટનર આપણને સમજી શકતો નથી. અને તે તમને ભાવનાત્મક દગો આપી રહ્યા હોય. ભાવનાત્મક રૂપથી તેને દગો આપે છે એમ કહેવામાં આવે છે. આ સંકેતો પરથી તમે જાણી શકો છો કે તમને તમારા પાર્ટનર ઇમોશનલી ચીટ કરી રહ્યા છે કે નહીં.

જ્યારે બે લોકોના દિલના તાર આપસમાં જોડાઈ રહ્યા હોય છે ત્યારે માઈલો ની દૂરી પણ તેના સંબંધો બગાડી શકતી નથી. જ્યારે ભાવનાત્મક રૂપે પ્રેમ પૂરો થઈ જાય, ત્યારે ત્રીજા લોકો આરામથી તેમાં પ્રવેશી શકે છે અને પાછળ રહીને પણ તમે તેનાથી દૂર થઈ રહ્યા હોવ છો.

જ્યારે તમારા વચ્ચે કોઈ ત્રીજા વ્યક્તિના લીધે  ઝગડા થતાં હોય અને તમારો પાર્ટનર તેનો આરોપ તમારી પર લગાવતા હોય છે તો આ વાતનો સંકેત છે કે તેમને તમારાથી વધારે બીજા કોઈની પરવા છે, અને તે ત્રીજા ને મહત્વ આપી રહ્યા છે.

તમારી નારાજગીથી કંઈ ફર્ક ના પડવો :- પ્રેમ માં પડેલા બે લોકો એકબીજાને નારાજ હોવાથી મનાવતા હોય છે, અને આ એકબીજાને મનાવવાનો ખેલ પ્રેમમાં વધારો કરે છે. જ્યારે બીજી તરફ તમે ત્રીજા વ્યક્તિ ને લઈને નારાજ હોવ છો અને તમારી નારાજગીથી પાર્ટનર ને કોઈ ફર્ક નાં પડતો હોય તો એનો મતલબ એમ છે કે તમે ભાવનાત્મક રૂપથી એકબીજાથી અલગ થઈ ગયા છો.

જો તમે તેમને ત્રીજા વ્યક્તિથી દૂર રહેવાનું કહો છો તો પણ પાછળથી તે ચોરી છુપે સંબંધ આગળ વધારી રહ્યા હોય તો તમારે સાવધાન થવાની જરૂર છે. જ્યારે તમે તમારા પાર્ટનર તરફથી પ્રેમની ઉમ્મીદ કરો છો અને તે પ્રેમ તમને મળતો નથી તો તમે તમારા વિશે સારું ફીલ નથી કરી શકતા.

તમને લાગે છે કે તમારામાં કોઈ કમી છે અને તેના લીધે તમે તેમને આકર્ષિત કરી શકતા નથી. જો તેઓ તમારી સાથે રહીને પણ આકર્ષણ મહેસુસ ના કરી શકતા હોય તો એનો મતલબ એમ છે કે તેઓ બીજા તરફ આકર્ષિત થઇ ચુક્યા છે. આ બાબત માં પોતાના વિશે ખરાબ ના વિચારતા એ વાત જાણી લેવી જોઈએ કે તે કોઈ બીજાને પ્રેમ કરે છે.

સબંધ પૂર્ણ થવાનો હોય ત્યારે :- લગ્નનો સંબંધ હોય કે પ્રેમનો સંબંધ હોય, બધા કપલ ખૂબ લડાઈ કરતા હોય છે, પરંતુ તેમના સંબંધો મજબૂત હોય છે. કારણકે લડાઇથી સંબંધો પર અસર થતી નથી હોતી. પરંતુ સંબંધ જેટલો મજબૂત થતો હોય છે.

ઝઘડાઓ ની તેના પર કોઈ અસર થતી નથી. જ્યારે તમને લાગવા લાગે કે તમારો સંબંધ પહેલા જેવો મજબૂત રહ્યો નથી અને તે કોઈ બીજાને તમારાથી વધારે બીજાને મહત્વ આપી રહ્યા છે. તો એ ઈશારો છે કે તમારો સંબંધ જલ્દી પૂર્ણ થવાનો છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer