લોકો પુજારી ને પંડિતજી અથવા પુરોહિત ને આચાર્ય પણ કહી દે છે અને સાંભળવા વાળા પણ એને સાચું જ્ઞાન આપી શકતા નથી. આ વિશેષ પદો ના નામ છે જેનો કોઈ જાતી વિશેષ થી કોઈ સંબંધ નથી.આવો આપણે જાણીએ કે ઉપરના શબ્દો નો સાચો અર્થ શું છે કેમ કે આગળથી આપણે કોઈ પુજારી ને પંડિત ન કહીએ.
ગુરુ :– ગુ નો અર્થ અંધકાર અને રૂ નો અર્થ પ્રકાશ. એટલે કે જે વ્યક્તિ તમને અંધકાર થી પ્રકાશ બાજી લઇ જાય તો તે ગુરુ હોય છે. ગુરુ નો અર્થ અંધકાર ને નાશ કરવા વાળો. અધ્યાત્મશાસ્ત્ર અથવા ધાર્મિક વિષયો પર પ્રવચન આપવા વાળા વ્યક્તિઓ માં અને ગુરુ માં ખુબ અંતર હોય છે. ગુરુ આત્મ વિકાસ અને પરમાત્મા ની વાત કરે છે. પ્રત્યેક ગુરુ સંત હોય જ છે પરંતુ પ્રત્યેક સંત ને ગુરુ હોવું આવશ્યક નથી. અમુક સંતો માં જ ગુરુ બનવા ની પાત્રતા હોય છે. ગુરુ નો અર્થ બ્રહ્મ જ્ઞાન નું માર્ગદર્શક.
આચાર્ય :–
આચાર્ય એને કહેવાય છે જેને વેદો અને શાસ્ત્રો નું જ્ઞાન હોય અને જે ગુરુકુળ માં વિદ્યાર્થીઓ ને શિક્ષા આપવાનું કામ કરતા હોય. આચાર્ય નો અર્થ એ છે કે જે આચાર, નિયમો, અને સિદ્ધાંતો વગેરે ના જ્ઞાતા હોય અને યજ્ઞો અગેરે માં મુખ્ય પુરોહિત નું કામ કરતા હોય એને પણ આચાર્ય કહેવામાં આવે છે. આજકાલ આચાર્ય કોઈ મહાવિદ્યાલય ના પ્રધાન અધિકારી અને અધ્યાપક ને કહેવામાં આવે છે.
પુરોહિત :–
પુરોહિત બે શબ્દો થી બનેલો છે. ‘પર’ તથા ‘હિત’ અર્થાત એવા વ્યક્તિ જે બીજાના કલ્યાણ ની ચિંતા કરે. પ્રાચીન કાળ માં આશ્રમ પ્રમુખ ને પુરોહિત કહેવાતા હતા.આ પુરોહિત બધા પ્રકારના સંસ્કાર કરાવવા માટે પણ નિયુક્ત હોય છે. પ્રાચીનકાલ માં પુરોહિત પણ શાહી ઘર સાથે સંકળાયેલા હતા.રાજ દરબાર માં પુરોહિત નિયુક્ત થતા જ જે ધર્મ-કર્મ નું કામ જોવા ની સાથે જ સલાહકાર સમિતિ માં શામિલ રહેતા હતા.
પુજારી :–
પૂજા અને લખાણથી સંબંધિત આ શબ્દનો અર્થ આપોઆપ પ્રકાશિત થાય છે. એટલે લે જે મંદિર અથવા અન્ય કોઈ સ્થાન પર પૂજા પાઠ કરતા હોય તે પુજારી. કોઈ દેવી-દેવતા ની મૂર્તિ અથવા પ્રતિમા ની પૂજા કરવા વ્યક્તિ ને પુજારી કહેવામાં વૈ છે.
પંડિત :–
પંડ નો અર્થ થાય છે વિદ્વતા.કોઈ વિશેષ જ્ઞાન માં પારંગત ને જ પાંડિત્ય કહે છે. પંડિત નો અર્થ થાય છે કે કોઈ જ્ઞાન વિશેષ માં દશ અથવા કુશળ. એને વિદ્વાન અથવા નિપુણ પણ કહી શકાય છે. કોઈ વિશેષ વિદ્યા નું જ્ઞાન રાખવા વાળા પંડિત જ હોય છે. પ્રાચીન ભારત માં વેદ, શાસ્ત્રો વગેરે ને ખુબ મોટા જ્ઞાતા ને પંડિત કહેવામાં આવતા હતા. આ પંડિત ને જ પાન્ડેય, પાન્ડે, પંડ્યા કહે છે. આજ કાલ આ નામ બ્રાહ્મણો નું ઉપનામ પણ બની ગયું છે. કશ્મીર ના બ્રાહ્મણો ને તો કશ્મીરી પંડિત ના નામ થી ઓળખવામાં આવે છે. પન્દીર ની પત્ની ને દેશી ભાષા માં પંડિતાઈન કહેવામાં આવે છે.
બ્રાહ્મણ :–
બ્રાહ્મણ શબ્દ બ્રહ્મ થી બન્યો છે. જે બ્રહ્મ ને છોડીને અન્ય કોઈ ને પૂજતા નથી તેને બ્રાહ્મણ કહેવામાં આવ્યા છે. જે પુરોહિતાઈ કરીને એમનું જીવન ચલાવી રહ્યા છે તે બ્રાહ્મણ નહિ જ્યોતિષ છે. જે જ્યોતિષ અથવા નક્ષત્ર વિદ્યા થી એમનું જીવન ચલાવે છે અને જે કથા વાંચે છે તે બ્રાહ્મણ નહિ કથાવાચક છે. આ પ્રમાણે વેદ અને બ્રહ્મ ને છોડીને જે કંઈ પણ કામ કરે છે તે બ્રાહ્મણ નથી.જેના મોઢા થી બ્રહ્મ શબ્દ નું ઉચ્ચારણ રહેતું નથી તે બ્રાહ્મણ નથી. સ્મૃતીપુરાણો માં બ્રાહ્મણ ના ૮ ભેદો નું વર્ણન મળે છે. માત્ર બ્રાહ્મણ, ક્ષત્રીય, અનુચાન, ભ્રુણ, ઋષિકલ્પ, ઋષિ અને મુની. ૮ પ્રકાર ના બ્રાહ્મણ શ્રુતિ માં પહેલા બતાવવામાં આવ્યા છે. એના સિવાય વંશ, વિદ્યા અને સદાચાર થી ઊંચા ઉઠેલા બ્રાહ્મણ ‘ ત્રીશુક્લ ’ કહેવાય છે. બ્રાહ્મણ ને ધર્મજ વિપ્ર અને દ્વિજ પણ કહેવામાં આવે છે જેને કોઈ જાતી અથવા સમાજ થી કોઈ સંબંધ નથી.