દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની છે. દરરોજ 3.50 લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા ચાર દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો હોવા છતાં, મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. દરમિયાન, આરોગ્ય મંત્રાલયનાં જોઇન્ટ સેક્રેટરી, લવ અગ્રવાલે જણાવ્યું છે કે, દેશમાં અત્યાર સુધીમાં 83.26 ટકા કોરોનાનાં કેસ રિકવર થયા છે. વળી દેશમાં કોરોનાનાં લગભગ 37.1 લાખ એક્ટિવ કેસ છે.
જણાવી દઇએ કે, હાલમાં કોરોનાનાં કુલ કન્ફોર્મ કેસ 2,37,03,665 છે. તેની સામે રિકવર થયેલા કુલ કેસનો આંક 1,97,4,823 રહ્યો છે. વળી ભારતમાં કોરોનાથી અત્યાર સુધીમાં મોતને ભેટી ચુકેલા દર્દીઓનો કુલ આંક હવે 2,58,317 એ પહોંચ્યો છે. લવ અગ્રવાલનાં જણાવ્યા અનુસાર 3 મે નાં રોજ રિકવરી દર 81.3 ટકા હતો, ત્યારબાદ રિકવરીમાં સુધારો થયો છે.
દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશનાં મુખ્ય ત્રણ રાજ્યો કે જ્યાથી કોરોનાનાં કેસ સૌથી વધુ સામે આવી રહ્યા હતા. જ્યા સરકારનાં કડક વલણ બાદ હવે કોરોનાનાં નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. જેની અસર હવે દેશમાં આવતા દૈનિક કેસનાં આંકડામાં જોવા મળે છે. દેશમાં સૌથી ખરાબ સ્થિતિમાં રહેલા મહારાષ્ટ્રે પણ હવે કોરોના સામે જંગ જીતવાની શરૂઆત કરી લીધી છે. દેશનાં અલગ-અલગ રાજ્યોમાં આંશિક લોકડાઉન કે લોકડાઉનનું જ કારણ હાલમાં રોજનાં સામે આવતા આકંડામાં દેખાઇ રહ્યુ છે