રાજયમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. ચોતરફ કોરોનાના કેસોએ હાહાકાર મચાવ્યો હતો. જો કે શહેરી વિસ્તારમાં તબક્કાવાર ઘટાડો નોંધાતો જાય છે, પરંતુ ગ્રામીણ વિસ્તારમાં કેસોમાં તબક્કાવાર વધારો થઇ રહ્યો છે.
આ ગામડાંઓમાં કોવિડ કેર સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે અને ત્યાં ઓક્સીજનથી માંડીને અન્ય સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, પરંતુ કોરોનાના દર્દીઓની સારવાર કરવા માટે મેડિકલ સ્ટાફની અછત વર્તાઇ રહી છે.
આ ભરતીને પરિણામે રાજ્યમાં આરોગ્ય સેવાકર્મીઓમાં વધુ માનવબળ જોડાતાં દર્દીઓની સારવાર સેવામાં વધુ ગતિ આવશે.રાજ્યમાં કોરોના સંક્રમણને કારણે પરિસ્થિતિ હજુ પણ જોઇએ તેટલાં પ્રમાણમાં સુધરી નથી. આવી સ્થિતિમાં રાજ્ય સરકાર નવા-નવા નિર્ણયો લઇ રહી છે. રાજ્યમાં કોરોના મહામારીની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઈ સરકારે બે હજારથી વધુ નર્સની જગ્યાઓ તાત્કાલિક ધોરણે સીધી ભરતીથી ભરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય કોર કમિટીની બેઠકમાં લેવાયો હતો જેના અગ્ર સ્થાને મુખ્ય મંત્રશ્રી વિજયભાઈ રૂપાણી હતા.
આ નિર્ણય અનુસાર રાજ્યમાં 2019 જેટલી હાલ ખાલી પડેલી નર્સિસની જગ્યાઓ પર તાત્કાલિક ધોરણે ભરતીની પ્રક્રિયા આરોગ્ય વિભાગ હાથ ધરશે. આ ભરતીને પરિણામે રાજ્યમાં આરોગ્ય સેવાકર્મીઓમાં વધુ માનવબળ જોડાતાં દરદીઓની સારવાર સેવામાં વધુ ગતિ આવશે.
ત્યારે કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિમાં આરોગ્ય સેવાઓમાં માનવબળ વધુ સુદ્રઢ બનાવવા CM વિજય રૂપાણીએ કોર કમિટીમાં સંવેદનાપૂર્ણ નિર્ણય લીધો છે.