સરકારે મેડિકલ શિક્ષણ ક્ષેત્રે લીધો ખૂબ મહત્વનો નિર્ણય : ઓબીસી ને 27% અને આર્થિક રીતે નબળા વર્ગને 10% અનામત

મોદી સરકારે પછાત અને આર્થિક રીતે નબળા વર્ગ માટે એક મોટી ભેટ આપી છે. મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે સરકારે ઓબીસી અને આર્થિક રીતે નબળા સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓને અનામતને મંજૂરી આપી છે.

સરકારના આ નિર્ણયથી લગભગ 5550 વિદ્યાર્થીઓને લાભ થશે. સરકારના નિર્ણય મુજબ હવે અન્ય પછાત વર્ગ (ઓબીસી) ના 27 ટકા વિદ્યાર્થીઓએ એમબીબીએસ અને બીડીએસ ગ્રેજ્યુએશન અભ્યાસક્રમો, પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમો અને ડિપ્લોમા કક્ષાના તબીબી અભ્યાસક્રમો અને આર્થિક રીતે નબળા સામાન્ય વર્ગ (ઈડબ્લ્યુએસ) ના વિદ્યાર્થીઓ માટે 10 ટકા અનામત થી પ્રવેશ મેળવવી શકે છે.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, આ નિર્ણયથી દર વર્ષે એમબીબીએસ કોર્સમાં લગભગ 1500 ઓબીસી વિદ્યાર્થીઓ અને અનુસ્નાતકના 2500 ઓબીસી વિદ્યાર્થીઓને લાભ મળી શકે છે. એ જ રીતે, એમબીબીએસમાં ઇડબ્લ્યુએસના 550 જેટલા વિદ્યાર્થીઓ અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં 1000 વિદ્યાર્થીઓ લાભ મેળવી શકે છે.


સરકારે સ્પષ્ટતા કરી છે કે પ્રવેશ માટેની આ સિસ્ટમ 2021-22 ના સત્રથી લાગુ થશે. આ અંતર્ગત, વિદ્યાર્થીઓને ઓલ ઇન્ડિયા ક્વોટા હેઠળ આવતા તમામ યુજી અને પીજી મેડિકલ અને ડેન્ટલ અભ્યાસક્રમોમાં રિઝર્વેશન મળશે.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવની આગેવાની હેઠળ ઓબીસી સાંસદોના એક પ્રતિનિધિ મંડળ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને મેડિકલ કોલેજોમાં ઓબીસી અને ઇડબ્લ્યુએસ વિદ્યાર્થીઓ માટે અનામત લાગુ કરવાની માંગ કરી હતી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer