ગુજરાતમાં સરકારી નોકરીની ભરતી શરુ, 100 દિવસમાં 27 હાજર ભરતીનું આયોજન, આ જગ્યાઓ પર થશે ભરતી, જાણો વિસ્તારમાં….

રાજ્યમાં ઘણા લાંબા સમય બાદ કોરોના ના કેસ ઘટતા સરકારી ભરતીની સીઝન આવી હોય એવું લાગી રહ્યું છે. PSI, LRD અને બિનસચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ સહિતની ભરતીપ્રક્રિયા શરૂ થઈ ગયેલ છે.

આ તમામ કુલ મળીને અંદાજે 15,944 જેટલી જગ્યાઓ છે. એ માટે અંદાજે 24 લાખ જેટલા ઉમેદવારો આગામી 5 મહિનામાં પરીક્ષા આપીને સરકારી નોકરી મેળવવા કઠોર પરિશ્રમ કરી રહ્યા છે. આમ 1 સરકારી નોકરીની જગ્યા સામે 150 ઉમેદવારો નોકરી મેળવવા મેદાનમાં છે.

અગાઉ કોરોનાની મહામારીને કારણે રાજ્યમાં 2020માં ભરતી સંબંધિત પ્રક્રિયાઓ પૂરી થઈ નહોતી. એવામાં દોઢ વર્ષથી સરકારી નોકરીની તૈયારી કરવા અન્ય જિલ્લામાંથી શહેરોમાં આવનારા ઉમેદવારો નિરાશ થઈને પોતપોતાના વતન વઈ ગયાં હતાં. જોકે ફરી એકવાર સરકારી ભરતીની જાહેરાત થતાં તેમણે નવા જોશ સાથે તૈયારીઓ શરૂ કરી છે.

ગુજરાત પોલીસમાં લોકરક્ષક કેડરની હથિયારી અને બિનહથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને SRPF કોન્સ્ટેબલની 10,459 જગ્યા સીધી ભરતીથી ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઓનલાઇન અરજી તો મંગાઈ લેવાય છે. જેમાં લોકરક્ષક દળમાં ભરતી માટે કુલ 12 લાખ જેટલી અરજીઓમાંથી 9.46 લાખ અરજી આવી હતી.

આમ, LRDમાં એક જગ્યા માટે કુલ 95 ઉમેદવારો દિવસ-રાત મેદાનમાં એક કરી રહ્યા છે. આમાં 6.92 લાખ પુરુષ અને 2.54 લાખ મહિલાની અરજીઓ કન્ફર્મ થઈ. લોકરક્ષક દળમાં બિનહથિયારધારી કોન્સ્ટેબલની 5,212, હથિયારધારી કોન્સ્ટેબલની 797 અને એસઆરપી કોન્સ્ટેબલની 4,450 જગ્યા માટે સીધી ભરતી હાથ ધરાશે.

પેપર લીક થવાને કારણે રદ થયા બાદ 3 વર્ષને અંતે અટવાઇ ગયેલી બિનસચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની ભરતી પરીક્ષા 13 ફેબ્રુઆરી 2022ના રોજ લેવામાં આવશે . બિનસચિવાલય ક્લાર્ક- સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની અંદાજે 3900 જેટલી જગ્યાઓની ભરતી માટે સરકારે વર્ષ 2018માં પ્રક્રિયા યોજાઈ હતી.

આ માટે અંદાજે 10.45 લાખ જેટલા ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. જોકે એકવાર લાયકાત વધારવાને કારણે અને ઉમેદવારોના આંદોલન અને બીજી વાર માં પેપર લીક થવાને કારણે પરીક્ષા રદ કરવામાં આવી હતી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer