માતા લક્ષ્મીનું હરણ કેવી રીતે થયું હતું, જાણો તેની પૌરાણિક કથા.

દેવાસુર સંગ્રામમાં દેવતાઓની હાર બાદ બધા દેવગુરુ બૃહસ્પતિ પાસે ગયા. ઇન્દ્રે ગુરુદેવને કહ્યું કે અસુરોનાં કારણે અમે આત્મહત્યા કરવા પર મજબુર છીએ દેવગુરુ બધા દેવતાને દતાત્રેય પાસે લઇ ગયા તેમને બધા દેવતાઓને સમજાવ્યા અને ફરી યુધ્ધ કરવાની તૈયારી કરવાનું કહ્યું. બધા એ ફરી યુધ્ધ કર્યું અને હારી ગયા. તે ફરી વિષ્ણુ રૂપ દતાત્રેય પાસે પહોચ્યા ત્યાં તેની પાસે માતા લક્ષ્મી પણ બેઠા હતા. દતાત્રેય ત્યારે સમાધિસ્થ હતા ત્યારે પાછળ અસુરો પણ પાછળ પહોચી ગયા અસુર માતા લક્ષ્મીને જોઈ મોહિત થઇ ગયા. અસુરોએ માતા લક્ષ્મીનું હરણ કરી લઇ ગયા.  

દતાત્રેયે જયારે પોતાની આંખ ખોલી તો દેવતાઓએ દતાત્રેયને હરણની વાત બતવી. ત્યારે દતાત્રેયએ અહ્યું કે તેનો વિનાશનો કાળ નિશ્ચિત ગયો છે ત્યારે જ તે બધા કામી બનીને નબળા પડી ગયા છે. ત્યાર બાદ દેવતાઓએ તેના પર યુધ્ધ કરી અસુરોને પરાજિત કરી દીધા. જયારે યુધ્ધ જીતીને દેવતા ભગવાન પાસે પહોચ્યા તો માતા લક્ષ્મી પહેલાથી જ તેની પાસે બેઠા હતા ત્યારે દતાત્રેય એ કહ્યું કે લક્ષ્મી ત્યાજ રહે છે જ્યાં શાંતિ હોય. તે કેવી રીતે કામીઓને હિંસકો વચ્ચે રહી શકે?

અન્ય કથા અનુસાર દૈત્યગુરુ શુક્રાચાર્યના શિષ્ય અસુર શ્રીદામાથી બધા દેવી દેવતા ત્રસ્ત થઇ ચુક્યા હતા. બધા દેવતા બ્રહ્મદેવની સાથે વિષ્ણુ પાસે પહોચ્યા. વિષ્ણુજીએ શ્રીદામાના અંતનું આશ્વાસન આપ્યું. શ્રીદામાને જયારે આ ખબર પડી તો તે વિષ્ણુજી સાથે યુધ્ધની યોજના બનાવા લાગ્યો. બનેનું ઘોર યુધ્ધ થયું. પણ વિષ્ણુજીના કોઈ શસ્ત્રનો કોઈ અસરના થયો. કારણકે શ્રીધામાએ પોતાનું શરીર વ્રજ સમાન બનાવી લીધું હતું છેલ્લે વિષ્ણુજી મેદાન છોડીને જતા રહ્યા ત્યારે શ્રીધામાએ લક્ષ્મીનું હરણ કરી લીધું.    

ત્યારે વિષ્ણુએ કૈલાશ પહોચ્યા અને શિવનું પૂજન કર્યું અને શિવનું નામ જપીને “शिवसहस्त्रनाम स्तोत्र” ની રચના કરી તેની સાથે તેમને હરીશ્વરલિંગની સ્થાપના કરી ૧૦૦૦ બ્રહ્મકમળ અર્પિત કરીવાનો સંકલ્પ કર્યો. ૯૯૯ બ્રહ્મકમળ અર્પિત કર્યા પછી તેમણે જોયું કે એક બ્રહ્મકમળ નથી  ત્યારે તેમને પોતાની જમણી આંખ કાઢીને શિવજીને અર્પિત કરી. આ જોઈ શિવજી પ્રગટ થઇ ગયા. શીવજી એ ઈચ્છા અનુસાર માગવાનું કહ્યું ત્યારે વિષ્ણુજી એ લક્ષ્મી હરણની કથા સંભળાવી ત્યારે જ શિવજીની જમણી ભુજાથી શુદર્શન ચક્ર પ્રગટ થયું તેજ સુદર્શન ચક્રથી વિષ્ણુ એ શ્રીધામાંનું વધ કર્યું. શ્રીધામાંનો નાશ કરી મહાલક્ષ્મીને બચાવ્યા અને દેવોને દાનવોથી મુકત કરાવ્યા.

Leave a reply:

Your email address will not be published.

Site Footer