શિક્ષણ જગત માં આવ્યો મોટો ફેરફાર; ઘરે બેઠા ઓનલાઈન જ ભણવાનું છે તો શું કામ મોંઘી ફી સ્કૂલો માં આપવી, અમદાવાદમાં 10,000 થી વધુ વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં એડમિશન લીધા, વેઇટિંગ બોલવા લાગ્યું… કમેન્ટ કરી તમારું મંતવ્ય જણાવજો

કોરોનાની મહામારી અને લૉકડાઉન ને કારણે તમામ મધ્યમવર્ગ અને નીચલો વર્ગ આર્થિક ભીંસમાં આવી ગયો છે. જોકે હજુ પણ ઉચ્ચ સ્તરીય લોકોને કોઈપણ જાતની અગવડતા હોય તેવું લાગતું નથી. લોકડાઉનમાં લોકોને ધંધા-રોજગાર બંધ થતાં અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડયો છે.

લોકોનો ધંધો રોજગાર બંધ થતાં ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. અને આ આર્થિક ભીંસની સીધી અસર બાળકોના શિક્ષણ ઉપર પણ થાય છે. બાળકો આપણા દેશનું ભવિષ્ય છે તેથી કેળવાયેલું બાળક જ રાષ્ટ્રધન તરીકે ઉભરી આવે છે પરંતુ જો બાળકને આયોજન પૂર્વ શિક્ષણ ન આપવામાં આવે તો બાળક નો પાયો કાચો રહે છે.

અત્યારે ખાનગી શાળાઓ પણ લૂંટવામાં કંઈ બાકી નથી રાખતી કારણ કે લોકડાઉન હોવાને કારણે જ્યારે તેમને ખાસ ખ્યાલ છે કે વાલીઓની આર્થિક સ્થિતિ નબળી છે તો પણ તેઓ ઓનલાઇન ક્લાસીસના નામે મોંઘી મોંઘી ફી લઈને લૂટે છે. ત્યારે સરકાર એ ગુણવત્તાવાળું અને મફત શિક્ષણ પૂરું પાડી રહી છે.

અત્યાર સુધી લોકો સરકારે શિક્ષણની ઉપેક્ષા કરતા હતા કારણ કે તેઓ વિચારતા હતા કે સરકારી શિક્ષકો વિદ્યાર્થીઓ ઉપર પૂરતું ધ્યાન આપતા નથી પરંતુ જ્યારે હવે આર્થિક ભીંસમાં વાલીઓ ખાનગી શાળાને બદલે સરકારી શાળા તરફ વળતા હોય તેવું જોવા મળ્યું છે.

તાજેતરમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નીચે આવતી શાળાઓમાં એડમિશન માટે વેઇટિંગ લિસ્ટ લાગ્યું છે. આ મિત્રો તમને પણ જાણીને અચરજ થયું હશે પરંતુ આ વાત સાચી છે. સરકારી શાળામાં પણ એડમિશન માટે વેઇટિંગ લાગે છે. છેલ્લા દસ દિવસમાં અમદાવાદની મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળ આવતી શાળાઓમાં 15700 વિદ્યાર્થીઓના એડમિશન થયા છે.

જ્યારે આ અંગે ઘણા વાલીઓ અને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે ખાનગી શાળાઓમાં ઊંચી ફી લઈને શિક્ષણ આપવામાં આવે છે જ્યારે આ શિક્ષણ સરકારી શાળાઓમાં વિનામૂલ્યે આપવામાં આવે છે તો અમારી પાસે ખાનગી શાળામાં બાળકને અભ્યાસ કરવા માટે કોઈપણ કારણ નથી. આર્થિક ભીંસમાં હોવાથી બાળકોને ફી ચૂકવાયું નથી અને ખાનગી શાળાઓ વિવિધ ચાર્જ ના રૂપે ઘણા પૈસા લૂંટે છે.

ગત વર્ષે 31 ઓગસ્ટ સુધીમાં 18,216 વિદ્યાર્થીએ એડમિશન લીધા હતા. ત્યારે આ વર્ષે શરૂઆતના 10 દિવસમાં જ 17,500 વિદ્યાર્થીઓએ એડમિશન લીધા છે. આ વધેલા આંકડા દર્શાવે છે કે લોકો હવે સરકારી શાળા તરફ વળ્યા છે આ ઉપરાંત હવે તેને સરકારી શાળાનું શિક્ષણ પણ ગમ્યું હશે એવું જાણવા મળી રહ્યું છે.ગત વર્ષે 2થી 8 ધોરણ સુધીમાં ખાનગીમાંથી કોર્પોરેશન સ્કૂલોમાં 3 હજાર 500 કરતાં વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer