જાણો શકુનિનો વધ ક્યારે અને કેવી રીતે થયો હતો

શકુની ગાંધારીનો ભાઈ હતો. શકુની ગાંધાર રાજ્યનો રાજા હતો. વર્તમાન સમયમાં આ ક્ષેત્ર અફઘાનિસ્તાનમાં છે. દૂર્યોધન સમગ્ર રીતે શકુનીની સલાહ ઉપર નિર્ભર હતો. મહાભારતનું યુદ્ધ થવામાં શકુની પણ જવાબદાર હતો. તેણે ઘણી વાર પાંડવો સાથે કપટ કર્યું હતું અને દૂર્યોધનને પાંડવો સામે ભડકાવ્યો હતો. કૌરવ અને પાંડવો વચ્ચે જુગટુ રમવામાં આવ્યું ત્યારે કૌરવ વતી શકુનીએ પાસા ફેંક્યા હતા.

૧. મહાભારત મુજબ શકુનીના પિતાનું નામ રાજા સુબલ અને માતાનું નામ સુદર્મા હતું. રાજા સુબલ ગાંધારના રાજા હતા.

૨. શકુનીની પત્નીનું નામ આરશી હતું અને પુત્રનું નામ ઉલૂક હતુ. ઉલુકે યુદ્ધ પહેલા કૌરવનો સંદેશો પાંડવોને સંભળાવ્યો હતો.

૩. સહદેવે શકૂની અને ઉલૂકને ઘાયલ કરી દીધા હતા. ઘાયલ ઉલૂક યુદ્ધ કરતા કરતા સહદેવના હાથે માર્યો ગયો.

૪. પુત્રનું શબ જોઈ શકુની ખૂબ દુ:ખી થયો અને યુદ્ધ ભૂમિ છોડીને ભાગવા લાગ્યો. સહદેવે શકુનીને પકડી લીધો. બન્ને વચ્ચે યુદ્ધ થયું અને તેમાં શકુની માર્યો ગયો.

૫. ​​​​​​​સહદેવે શકુનીનો વધ યુદ્ધના 18માં દિવસે કર્યો હતો. શકુનીના ભાઈઓએ પણ યુદ્ધમાં ભાગ લીધો હતો. તેઓ કૌરવો તરફથી યુદ્ધ લડ્યા હતા અને અર્જૂનના હાથે માર્યા ગયા હતા.

આમ શકુની ખુબજ ક્રૂર અને કાપતી વ્યક્તિત્વ ધરાવતો ઇન્સાન હતો, શકુની કૌરવો ના મામા હતા. જે કૌરવોને પાંડવો ની વિરુદ્ધમાં ભ્દ્કાવાનું કામ કરતા હતા. અને યુધ્ધના ૧૮ માં દિવસે સહ્દેવના હાથે તેમનું મૃત્યુ થયું હતું.

Leave a reply:

Your email address will not be published.

Site Footer