પાર્વતીજીના આ શ્રાપના કારણે શનિદેવ થઇ ગયા હતા અપંગ, જાણો આ કથા…

એકવાર શનિદેવ કૈલાસ પર્વત પર આવ્યા ત્યારે માં પાર્વતી ને મળ્યા ત્યારે તેમની નજર નીચે જુકેલી હતી. પાર્વતીજીએ તેમણે પૂછ્યું કે તેઓ શા માટે નજર નીચે જુકાવી રહ્યા છે. ત્યારે શની દેવે જણાવ્યું કે તેમની નજર થી તેના પુત્ર ગણેશ ને નુકશાન પહોચી શકે છે.

એ ડરથી જ એમણે નજર નીચે જુકાવી લીધી છે. એ સંભાળીને શિવ પત્ની ગિરજા જોર જોર થી હસવા લાગ્યા. તેઓ એ શની દેવ નો ઉપહાસ ઉડાવવા લાગ્યા કે ભલા તેના પુત્રને થોડી કોઈની નજર લાગી શકે અને ગણેશને અવાજ લગાવી શનિની નજીક બોલાવ્યા.

જયારે ભગવાન શનિની દ્રષ્ટિ થી બાળક ગણેશ નું માથું અલગ થઇ ગયું ત્યારે કુપિત થઇ ને માં પાર્વતીએ શનિદેવ ને શ્રાપ આપ્યો કે એ પણ અંગ વિહીન થઇ જશે. શની દેવે પોતાને દોષ રહિત બતાવ્યા

અને યાદ અપાવ્યું કે તેણે નજર નાખતા પહેલા જ ચેતવણી આપી હતી.  આ સાંભળી માં પાર્વતીનો ગુસ્સો થોડો શાંત થઇ ગયો. તેમણે કહ્યું કે એ પોતાનો સરપ પરત તો નહિ લઇ શકે

પરંતુ તેની સાથે સાથે વરદાન આપી શકે છે. અને શ્રાપના કારને એ દિવસથી શની લંગડા ચાલવા લાગ્યા. અને તેમણે માતા પાર્વતી તરફ થી વરદાન એ મળ્યું કે આજ તમે દરેક ગ્રહો ના રાજા કહેવાશો.

અને ભગવાન વિષ્ણુ ના પરમ ભક્ત કહેવાશો. યોગીઓ માં પરમ યોગી અને ચિરંજીવી બનશો. આ રીતે નારાજ થઈને જગદંબા એ સરપ આપ્યો અને પ્રસન્ન થઇ ને વરદાન પણ આપ્યું.

Leave a reply:

Your email address will not be published.

Site Footer