મહારાષ્ટ્રના શીંગણપુર વિસ્તારમાં કોઈ પણ ઘર, દુકાનમાં દરવાજો નથી જોવા મળતો. જણાવી દઈએ કે બધા ઘરોમાં દરવાજાની જગ્યાએ ફક્ત ચોકઠું છે. ત્યાં એક બેંક છે તેમાં સદીઓથી માન્યતા ચાલી આવે છે અને તે કારણથી ક્યારે પણ તાળું નથી લાગતું. રાત દિવસ અને રજા હોય તો પણ બેંકના દરવાજા પર તાળું નથી લગાવતા.
આ વિસ્તારમાં પણ લોકો તેમનો કીમતી સમાન કોઈ કબાટ કે તિજોરી નથી રાખતા. બેંક વાળાને હતો ચોરી થવા નો ડર: દેશમાં યુકો બેંકની એક એવી બ્રાંચ છે જેને દેશની પહેલી લોક્લેસ બ્રાંચ થવાનો દરરજો મળ્યો છે. તે બ્રાંચ મહારાષ્ટ્રના અહમદનગર જીલ્લામાં એક નાના એવા વિસ્તારમાં શીગણપુરમાં છે તે બેંકમાં દરવાજા તો છે પણ ક્યારે પણ તેમાં તાળું લગાવામાં નથી આવતું તે બેંકમાં કાચના જ દરવાજા લગાવામાં આવ્યા છે.
જેથી જાનવર અંદરના આવી શકે. ત્યાંના લોકોની માન્યતા છે કે ભગવાન જ આ જગ્યાની રક્ષા કરે છે. એટલે અહી ક્યારે પણ તાળું નથી લાગતું તે પણ માનવામાં આવે છે કે જો કોઈ અહી ચોરી કરવાની પ્રયત્ન કરે તો એ અંધ થઇ જાય છે.
તેજ કારણે આ વિસ્તારના 15 કિમીમાં ક્યારે પણ ચોરી નથી થતી. સરકાર અને રીજર્વ બેંકે આપી હતી નિયમોમાં છૂટ: અહી ક્યારે પણ દરવાજા પર તાળું લગાવામાં નથી આવતું એટલે 2011 પહેલા આ વિસ્તારમાં કોઈ પણ બેંક એ તેની બ્રાંચ ના ખોલી
પોતાના પૈસાની સુરક્ષા માટે કોઈ બેન્ક અહી પોતાની બ્રાંચ ખોલવા તેયાર ન હતી સુરક્ષાને લાગતી વાતો પર ધ્યાનથી જોયા પછી DGP અને RBIના સીનીઅર ઓફિસરો એ નિયમોમાં છૂટ આપ્યા પછી યુકો બેંકની બ્રાંચ ખોલવાની મંજુરી આપી અને 2001 માં અહી યુકો બેંકની બ્રાંચ ખુલી.
બેંકમાં તાળું લાગવાથી લોકો ખુશ ના હતા: તે વિસ્તારમાં રહેવાવાળા લોકોએ બેંકમાં તાળું ના લાગવાની શરત રાખી હતી. જે માટે બેંક, સરકાર, લોકર પોલીસ, અને RBI રાજી નહિ હતી. બેંકની બ્રાંચ શરુ થયા પછી થોડા દિવસો સુધી બેંકના ઓફિસરોને ડર લાગતો હતો.
એટલે ત્યાં દિવસે પણ સેક્યોરીટી લગાવી હતી ધીરે ધીરે બેંકે તેને હટાવી દીધી અને ત્યારે બેંકની બહાર કાચનો દરવાજો લગાવ્યો જેનાથી કોઈ જાનવર અંદર ના જઈ શકે પૈસાને રાખવા માટે અંદર એક મજબુત રૂમ છે પણ આજે કોઈ પણ સમયે કે જગ્યાએ તાળું નથી લગાવતું.