આ ૮૦૦ વર્ષ જુના ચમત્કારી મંદિરનો ઘડો પચાસ લાખ લીટર પાણીથી પણ નથી છલકાતો, જાણી લો મંદિરનો ઈતિહાસ અને મહત્વ 

મંદિરોમાં ઘણી વાર ચમત્કાર જોવા મળતા હોય છે. એવા જ ચમત્કારો થી ભરેલ આ મંદિર રાજસ્થાનના પાલી જીલ્લામાં આવેલ છે. રાજસ્થાનના પાલી જીલ્લામાં દર વર્ષે, સેંકડો વર્ષ જુનો ઈતિહાસ ચાલી રહ્યો છે.

શીતળા માતાના મંદિરમાં બનાવેલ દોઢ ફૂટ ઊંડો અને એટલોજ પહોળો ઘડો ભક્તોના દર્શન માટે ખોલવામાં આવે છે. લગભગ ૮૦૦ વર્ષથી તે વર્ષમાં ફક્ત બે વાર જ ભક્તો માટે ખોલવામાં આવે છે.

અત્યાર સુધી તેમાં ૫૦ લાખ લીટર થી પણ વધારે પાણી ભરવામાં આવ્યું છે. તેને લઈને માન્યતા છે કે તેમાં કેટલું પણ પાણી નાખવામાં આવે એ ક્યારેય પણ ભરતો નથી.

આ ઘડાની સાથે એક એવી પણ માન્યતા છે કે તેનું પાણી રાક્ષસો પી જાય છે. જેથી આ ઘડો ક્યારેય પણ ગમે તેટલું પાણી નાખવામાં આવે એ છલકાતો નથી. આ એક એવી રસપ્રદ ઘટના છે જેના વિશે વૈજ્ઞાનિકો પણ આજ સુધી નથી જાણી શક્યા.

વર્ષમાં બે જ વાર તેના ઉપરથી પથ્થર દુર કરવામાં આવે છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર લગભગ ૮૦૦ વર્ષથી ગામમાં આ પરમ્પરા ચાલી રહી છે. ઘડા પરથી વર્ષમાં બે વાર પથ્થર હટાવવામાં આવે છે.

પહેલી વાર શીતળા સાતમ પર અને બીજી વાર જેઠ મહિનાની પુનમ ના દિવસે. આ બન્ને દિવસો એ ગામ ની મહિલાઓ તેમાં કળશ ભરી ભરીને હઝારો લીટર પાણી આ ઘડામાં નાખે છે. પરંતુ ઘડો ભરતો નથી.

અને છેલ્લે પુજારી પ્રચલિત માન્યતા અનુસાર માતાના ચારનો માં અડાડી ધુધનો ભોગ ચડાવે છે ત્યારે આ ઘડો આખો ભરાઈ જાય છે. દુધનો ભોગ લગાવી આ ઘડા પર એક મોટો પથ્થર ઢાંકી દેવામાં આવે છે અને ઘડો બંધ કરી દેવામાં આવે છે. આ બંને દિવસે ગામમાં મેળો પણ ભરાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer