પૂજા પાઠ માં શિવ ચાલીસા નું ખુબજ મહત્વ છે. શિવ ચાલીસા ના સરળ શબ્દો થી ભગવાન શિવને પ્રસન્ન કરવામાં આવે છે. શિવ ચાલીસાના પાઠથી કઠીનમાં કઠીન કાર્યને ખુબજ આસાનીથી કરી શકાય છે. શિવ ચાલીસની ૪૦ પંક્તિઓ સરળ શબ્દોમાં વિદ્યમાન છે. જેનો મહિમા ખુબજ વધારે છે. ભોળા સ્વભાવના કારણે ભગવાન શિવ આસાનીથી માની જાય છે. અને ભક્તોને માંન્ચાહ્યું વરદાન આપે છે.
શિવ ચાલીસના પાઠની સાચી રીત શું છે:-
- સવારે વહેલા ઉઠીને સ્નાન કરી સ્વચ્છ કપડા પહેરવા.
- પોતાનું મો પૂર્વ દિશામાં રાખવું અને આસમ પર બેસવું.
- પૂજામાં ધૂપ દીપ, સફેદ ચંદન, માળા, અને સફેદ આકડાના ૧૧ ફૂલ પણ રાખવા અને શુદ્ધ મિશ્રી નો પ્રસાદ રાખવો.
- પાઠ કરતા પહેલા ગાયના ઘીનો દીવો પ્રગટાવવો.
- અને પછી શિવ ચાલીસા નો ૫ અથવા ૩ વાર પાઠ કરવો.
- શિવ ચાલીસાનો પાઠ બોલીને કરવો, જે લોકોને આ સંભળાશે એમણે પણ લાભ પ્રાપ્ત થશે.
- પાઠ પૂરો થાય એટલે લોટમાં રાખેલું જળ અખા ઘરમાં છાટવું, અને થોડું જળ સ્વયં પીવું. મીશ્રીનો પ્રસાદ ખાવો અને બાળકોને પણ ખવડાવવો.
શિવ ચાલીસથી થાય છે ઘણા બધા ફાયદા:
- મનનો ડર હોય તો આ પક્તિઓ બોલવી:-
जय गणेश गिरीजा सुवन‘ मंगल मूल सुजान|
कहते अयोध्या दास तुम‘ देउ अभय वरदान||
- દુઃખોથી મુક્તિ મેળવવા માટે આ પક્તિઓ બોલવી:-
देवन जबहिं जाय पुकारा‘ तबहिं दुख प्रभु आप निवारा||
- કોઈ પણ કાર્યને સિદ્ધ કરવા માટે આ પક્તિઓ બોલવી:-
पूजन रामचंद्र जब कीन्हा‘ जीत के लंक विभीषण दीन्हा||
- આ પંક્તિ માંનોવાન્ચિત ફળ ની પ્રાપ્તિ કરવા માટે દરરોજ સવારે બોલવી:-मनोवांछित वर प्राप्ति के लिए करें इस पंक्ति का पाठ करें-
कठिन भक्ति देखी प्रभु शंकर‘ भाई प्रसन्न दिए इच्छित वर||
શિવ ચાલીસા કેવી રીતે આપે છે માંન્ચાહ્યું વરદાન:
- બ્રહ્મ મુહુર્તમાં એક સફેદ આસન પર બેસવું.
- ઉત્તર પૂર્વ દિશામાં મો રાખવું
- ગાયના ઘીનો દીવો પ્રગટાવવો. અને શિવ ચાલીસાનો પાઠ કરવો.
- જળનું પાત્ર રાખવું અને મીશ્રીનો ભોગ લગાવવો.
- એક બીલીપત્ર ઊંધું કરી શિવલિંગ પર ચડાવવું. અને આ પાઠ ૪૦ દિવસ સુધી કરવો.