શિવ આ જગતના સંહારક છે તેથી તેને મહાકાલ કહેવામાં આવે છે. અર્ધનારીશ્વર શિવને ત્યારે સ્મશાનવાસી, ભસ્મ રામૈયા વગેરે પણ કહેવામાં આવે છે. તેઓ પોતાના ગળામાં નર મુંડ માળા ધારણ કરે છે. તેને તંત્રના સૌથી મોટા તાંત્રિક અને જનક પણ કહેવામાં આવે છે આજે અમે જણાવીશું શા માટે ભગવાન શિવજી નર મુંડ માળા ધારણ કરે છે.
એક વાર નારદજી શિવ સ્થળી કૈલાસ પર આવીને સતી માતાને ઉક્સાવવા લાગ્યા કે શિવજી અમર છે અને તમારે વારંવાર શરીર ત્યાગ કરવો પડે છે. તેણેસતી માતાના ગળા માં રહેલ નર મુંડ માળાનું રહસ્ય પણ જણાવ્યું કહ્યું તેમાં પરોવેલા મુંડ પણ તમારા જ છે. નારદના ગયા પછી પાર્વતીજીનું મન વિચલિત થવા લાગ્યું. શિવજી આવ્યા એટલે તેને નર મુંડ માળા નું રહસ્ય પૂછ્યું.
શિવ બોલ્યા આ તમારો ૧૦૮ મો જન્મ છે. આના પહેલા તમે ૧૦૭ વાર જન્મ લઇ શરીર ત્યાગ કરી ચુક્યા છો અને આ દરેક મુંડ એ પૂર્વ જન્મની નિશાની છે. આ માળામાં હજી એક મુંડ ઘટે છે. ત્યાર બાદ આ માળા પૂર્ણ થઇ જશે. શિવજીની વાત સાંભળી સતી બોલ્યા હું વારંવાર શરીર ત્યાગ કરું છું પરંતુ તમે શા માટે શરીર ત્યાગ નથી કરતા.
શિવજી હસતા હસતા બોલ્યા મને અમર કથા પ્રાપ્ત છે જે મને અમર બનાવે છે. ત્યારે સતી એ પણ જણાવ્યું કે મારે પણ અમર કથા સાંભળી અમર થવું છે. ભગવાન તેને કથા સંભળાવા લાગ્યા પરંતુ વચ્ચે જ સતી માં ને નીંદર આવી ગઈ અને તેઓ આ કથાથી વંચિત રહી ગયા. એ જ કારણ હતું કે જેનાથી તેને દક્ષ ના યજ્ઞ કુંડમાં પાડીને પોતાના પ્રાણ ત્યાગ કરવા પડ્યા હતા, મૃત સતી ના મુંડ ને લઈને શિવજીએ પોતાની માળા ને પૂર્ણ કરી અને તેમાં ૧૦૮ મસ્તક થઇ ગયા. સતી એ આગલો જન્મ પાર્વતી ના રૂપમાં લીધો. આ જન્મમાં પાર્વતીજીને અમરત્વ પ્રાપ્ત થાઓ ગયું. અને પછી તેને શરીર ત્યાગ ના કરવું પડ્યું.